આર્ટિકલ:નિરાશામાં આશાનું કિરણ જેને બદલી દુનિયા.....
નિરાશામાં આશાનું કિરણ
જેને બદલી દુનિયા....
નપાસ થવું કે ટકા ઓછા આવવા એ નથી જીવનનો અંત એતો જીવનના ઘડતરનુ પ્રથમ ચરણ છે, જીવનની વાસ્તવિકતા છે,કે સુખ અને દુઃખ બંન્નેથી આપણું જીવન બન્યું છે.બંન્નેનો હસતા મુખે સ્વીકાર કરવો,સુખ અને દુઃખ બંન્નેમાં ધિરજ ધરવી જરૂરી છે.દુઃખ પછી સુખ આવે છે,અત્યારે દસમા અને બારમાના રિઝલ્ટનો ટ્રેન્ડ ચાલે છે,કેટલાક વિદ્યાર્થીઓ ટોપર છે તેને વધુ આશા છે અને જેઓ બદનસીબે નાપાસ થયા છે,તો એને હતાશાએ ઘેરી લીધા છે,
મને એકવાત નથી સમજાઈ રહી કે ત્રણ કલાક માણસની પ્રતિભા માપવા શું યોગ્ય છે!વિદ્યાર્થીઓની હોશિયારી માર્કશીટ નક્કી કરે છે.આ વાત અયોગ્ય છે,શિક્ષણ વગર ચાલે એમ નથી કેમકે સ્પર્ધાત્મક સમય છે,સ્પર્ધામાં ટકી રહેવા માટે શિક્ષણ અને પ્રતિભા બે જરૂરી છે,કેમકે એકલા શિક્ષણ થી બધુ મળી જાય એ પણ જરૂરી નથી,
કોઈ વસ્તુ આજીવન રહે છે એવું પણ નથી હોતું,નિષ્ફળતા આજીવન રહે એવું પણ નથી હોતું સફળતા પણ આજીવન રહે એવું પણ નથી હોતું,હું પરીક્ષાના પરિણામ બાબતે થોડી ચર્ચા કરી રહી છું
ત્રણ દિવસ પહેલાં ધો:12 અને કાલે ધો:10નું પરિણામ આવ્યું,જેને પરિણામ સારુ આવ્યું છે એને ખુબ ખુબ અભિનંદન પણ જેને ધાર્યા કરતા ઓછા આવ્યા છે કે નાપાસ થયા છે, એને પણ મારા તરફથી ખુબ શુભેચ્છા કેમકે તમે ક્યાં કાચા હતા,કેટલી મહેનતની જરૂર છે, એનુ મુલ્યાંકન છે.10માં માં નપાસ થયા હોય તો તમારે હારવાની જરૂર નથી,તમારા માટે એક તક હજી રાહ જોઈ બેઠી છે,ધો:12માં મેદાન મારવા મદદરૂપ થશે, ધો:12માં ફેઈલ થયા હોય એને પણ ચિંતા કરવાની જરૂર નથી, તમે પોતાની જાતને વધુને વધુ મઠારી શકશો....
નિષ્ફળ થવાથી જીવન ખત્મ કરવું કે આવેશમાં આવી કોઈ પગલું ભરી દેવું એ તો કોઈ સમાધાન નથી,"એમ નેમ થોડી જયજયકાર થાય છે,સખ્ત મહેનત કરતા રહો તો જ જીવન ઉજ્વળ થાય છે,સંઘર્ષનું મેદાન આમ જ છોડી દે,એની ઉપર હિજડાઓ પણ હસે છે.પ્રયત્ન પર પ્રયત્ન કરવાથી તમને એવી સફળતા હાથ આવે છે જેની તમે કલ્પના પણ નથી કરી હોતી...."
. નિષ્ફળતા જ તો તમારુ સાચુ ઘડતર કરે છે,નિષ્ફળતા તો સફળતાનું પહેલું ચરણ છે,
આ વાત નકારી ન શકાય.
નિષ્ફળતા તો તમને રુબરુ કરાવે છે,ચહેરા પાછળનો ચહેરો ઓળખાવે છે.દુનિયાથી વાકેફ કરાવે છે.
નાપાસ થવું એટલે જીવન પુરુ આવું પેરેન્ટ્સ બાળકો પર તણાવ બનાવતા હોય છે એનાથી બાળકો પોતાની જાતને સાવ નકામા સમજી બેસે.બાળક સફળ હોય તો મારું અને નિષ્ફળ હોય તો એકબીજા પર ઢોળી દેવું આ વડીલ તરીકે યોગ્ય ન કહેવાય.બાળક જેવું છે એવું તમારું છે એનો સહજ સ્વીકાર કરો,એની સમસ્યાને સમજો, તેની સાથે મિત્રતા કેળવો.બાળકના મનની વાત જાણવા તમારે પેરેન્ટ્સ તરીકે નો અહમ છોડી બાળક બનવું પડશે...બાળકને નિષ્ફળતા બાબતે ધિક્કાર્યા કરતાં નિષ્ફળતાને કેવી રીતે હાર આપી શકાય એ શીખવવું જોઇએ...
"બેટા ઉઠ જાગ પ્રયત્ન પર પ્રયત્ન કર....રસ્તા ગમે આવે કર સારુ કામ તો વિઘ્નો સો આવે,ન કર પાછી પાની તારા માટે એક તક રાહ જોઈ બેઠી છે,એને ઝડપી લે..."
"થોડુ અનુભવો પણ શીખવી જાય તુ ભિતરે જો,તુ જેવું છે જે છે મારુ બાળક છે, વાલીઓમાં સહકાર આવી ભાવનાનો સંચાર થાય તો જો ઝીરોમાંથી હીરો બનતા દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે...સોનુ જેટલું તપે એટલું ચમકીલુ થાય છે,તેમ બાળકો જેટલી ઠોકરો ખાય એટલો ઘડાય છે,ત્રણ કલાક કોઈની હોશિયારી નક્કી કરવા માટે પરિયાપ્ત નથી જ આ બાબત સમજવી જ રહી...
શૈમી ઓઝા "લફ્ઝ"
Nice
ReplyDeleteઆભાર
ReplyDelete