માતૃભાષાની વંદના...
માતૃભાષા મારી વ્હાલી,
જેની પુજારી હું,
દુનિયામા ગુજરાતી ભાષાની
મિઠાશ એવી જે સાકરને છોડે પાછળ,
માતૃભાષાની કક્કો બારાખડી
જે લાગે મજાની,
નર્મદ,પન્નાલાલ,ગોવર્ધનરામ,કલાપી,
દલપતરામ,દયારામ જે છે ગુજરાત ના અનુપમ વીરલા,જેને ગુજરાતી ભાષાને બિરદાવી, દરેક સર્જક ની ફરજ છે માતૃભાષા ને બિરદાવી તે,
અંગ્રેજી, સંસ્કૃત,હિન્દી ભાષા
છે માસી કાકી,ગુજરાતી ભાષા ની
વાત નિરાલી કાકા ચાલે વાકા,ને
હું છેલ છબિલો ગુજરાતી
કનૈયાલાલ મુનષી,કાકા કાલેલકર
જેવા અવિરત,નર્મદનો વારસો,
જાળવી ફરજ સૌ કવિ મિત્રો નિભાવીએ, આપણે સૌ ગુજરાતી ભાષાની ગૌરવગાથા ગાઈ,તેનો
પ્રચાર પ્રસાર કરીએ...
જય જય ગરવી ગુજરાત
©શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment