લેખ:અબોલ પ્રેમ
*શબ્દ વાવેતર એક પરિવાર**
*(ગદ્ય વિભાગ)*
*🌱ટીમ 🅰️ 🌱*
*નામ :-*શૈમી ઓઝા
*ઉપનામ:-*લફ્ઝ*
*વિષય- અબોલ❤️પ્રેમ*
*પ્રકાર:-*સંસ્મરણ લેખ*...
*શીર્ષક:-*થોડીક પ્રેમની બચત અબોલ જીવો માટે....
*શબ્દસંખ્યા:-*
*તારીખ:-*28/8/22
*રચના..........*
" પ્રેમના બીજ રોપીએ બહુ થયા હવે,સજાતીય વિજાતીય
પ્રેમ પ્રકરણો થોડી નજર અબોલ જીવ તરફ પર ફેરવીએ,શાબ્દિકની બહુ થઈ મહેફિલ હવે થોડી અશાબ્દિક રીતે પણ
પ્રયાસ કરીએ."
આ સૃષ્ટિ જેના આધારે ટકી છે,એ છે પ્રેમ જે એક જીવને બીજા વ્યક્તિ સાથે જોડી રાખે છે.જે મતભેદોથી પર છે,બે દિલને પરસ્પર જોડી રાખે છે.પ્રેમની ભાષાએ એતો વશીકરણનો મંત્ર છે.જે દિલ જીતવાનું માધ્યમ બની રહે છે.જે માણસ હોય કે જીવ બેઉને એકબીજા સાથે જોડી રાખે છે.તમારો પ્રેમ શાબ્દિક હોય કે એ અશાબ્દિક એ સંજોગોને આધિન હોય છે.પ્રેમના પ્રકાર તો કોઈ પણ હોઈ શકે!
પ્રેમની પરિભાષા સમયસંજોગને આધિન બદલાતી રહે છે,પ્રેમ અભિવ્યક્તિની શૈલી બદલાય છે.સબંધોમાં ઉદભવતી સમસ્યાઓના કોયડા પણ બદલાય છે.ત્યારે મૌન જ સમસ્યાઓને હળવી કરે છે.
પ્રેમની આ સંજીવની સડેલા સબંધોને મજબૂત કરવાનું પરિબળ બને છે.બે જીવોને પરસ્પર જોડી રાખે છે.સબંધો સુધારવાનું માધ્યમ બને છે.કેટલીક વાર મોન પણ દિલની વાત છતી કરી દે છે.પ્રેમ એતો નિસ્વાર્થ લાગણી છે,એતો જે દિલમાંથી આપોઆપ છલકાઈ જાય.જેને શાબ્દિક વાચા આપવાની જરૂર રહેતી નથી.
આપણે માણસ અને અબોલ જીવ વચ્ચેનો પ્રેમ જોઈએ.
અબોલ જીવો જે લાગણીના સબંધો સમજે છે,તે વફાદાર પણ રહે છે, પ્રેમના સબંધોમાં વફાદારી મહત્વની બાબત છે,નહીં તો પ્રેમ સબંધો તૂટતા એક મિનિટની પણ વાર નથી લાગતી.જે માણસ અને જાનવરના પ્રેમથી શીખી શકાય છે.
તેઓ પ્રેમ સમજે છે,આ લાગણી નિર્દોષ અને માસુમ હોય છે.માણસ અને નિર્દોષ જીવ હોય છે,તેઓ આપણી ભાષાને સમજે પ્રેમને સમજે છે પરંતુ વ્યક્ત કરી શકતા નથી.પ્રાણીઓ અબોલ જીવ હોય છે,પરંતુ લાગણીનો સ્તોત્ર તેમના દિલમાં પણ હોય છે.
*હું✍️.હું શૈમી ઓઝા "લફ્ઝ"બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.*
Comments
Post a Comment