નવલકથા:ઉડાન..... * પ્રકરણ:1મારુ સાચું ઘર ક્યાં?.
ઉડાન.....
* પ્રકરણ:1મારુ સાચું ઘર ક્યાં?.
સ્મૃતિ "દિનદયાલ સંસ્થા"નામની સરકારીમાં કાર્યરત હતી.આ સંસ્થા ગરીબ અને નિરાધાર માટે કામ કરતી હતી.ત્યાં તેને પોતાની મહેનત અને આવડતથી માલિક અને સાથે કામકરનાર મિત્રોનાં દિલ જીતી લીધા હતાં.કોઈ પણ સભ્ય પોતાની સમસ્યાઓના નિરાકરણ માટે સ્મૃતિ પાસે આવતાં હતાં,સભ્યોને એક આશ સદા રહેતી કે "સ્મૃતિ મેડમ પાસે આવ્યા છીએતો કાંઈ રસ્તો જરુર શોધી આપશે, સ્મૃતિએ સંસ્થામાં મદદ માંગવા અર્થે આવેલાં લોકોના આ વિશ્વાસ પર ઉંડી ઉતરે,અને તે નિરાશ ન કરે તે તેનો ધ્યેય હતો."તેના કામથી પ્રભાવિત થઈ માલિકે તેને પ્રમોશન આપ્યું.સ્મૃતિનાં માતા પિતાને દિકરીની હવે ખાસ ચિંતા નહતી,સ્મૃતિનાં કારણે માતા પિતા સમાજનું માથું ગર્વથી ઉંચુ થયું હતું,સ્મૃતિનાં પપ્પા રાજેશભાઇ ઘણીવાર કહેતાં જોયું "સ્મૃતિનાં મમ્મી આપણાં બંન્ને નાં ગયાં પુણ્ય કે આપણાં ઘરે આવી સાક્ષાત દુર્ગા સ્વરૂપા દિકરી અવતરી.બધાં દિકરીને ખોટી ગર્ભ માંજ મારી નાંખે છે,દિકરી તો માતા પિતાને સમાજમાં એક સ્થાન અપાવે છે, માતા પિતા અને સાસરી અને મોસાળ એમ ત્રણ કૂળને તારે છે,આજે આ જગ પ્રચલિત ઉક્તિ આપણી સ્મૃતિએ સાચા અર્થમાં સિધ્ધ કરી બતાવી.પુજનીય છે દિકરીઓ પણ આ નિર્દયી સમાજ ક્યારે આ વાતને સમજશે?"એવા માંજ સ્મૃતિની હર્ષિતા બહેન મમ્મી બોલ્યાં કે એ...ય...સ્મૃતિનાં બાપુ હવે આપણી દિકરી યુવાન થઈ ગઈ, જોતજોતાં સમય ક્યાં પસાર થઈ ગયો ખબર જ રહી,એનું સારા ઘરમાં લગ્ન થઈ જાય એટલે આપણે ગંગા નાહ્યા! સ્મૃતિનાં પિતાએ કહ્યું, અરે...હા...કામમાં અને કામમાં સ્મૃતિનાં મમ્મી એતો વાત જ ભૂલાઇ ગઈ, આપણી સ્મૃતિ માટે એકથી એક ચડિયાતાં છોકરાંઓની વાત આવે છે.આપણી દિકરી કહે પછી બોલાવીએ.
હર્ષિતા બહેન કહેછે કે,સ્મૃતિનાં પપ્પા સ્મૃતિ આવે પછી વાત કરીએ
સ્મૃતિ નોકરી પરથી અડધી રજા લઈને સાંજે ઘરે આવી.સ્મૃતિને ઘરે આમ અચાનક જોઇ મમ્મીનાં ચહેરે આનંદની કોઈ સીમા જ ન રહી,તે સ્મૃતિ આવકારતાં કહે છે કે "સ્મૃતિ દિકરા આવી ગઈ તું,તને હમણાં જ યાદ કરી,અને તું આવી ગઈ, અમે તારી જ રાહ જોતાં હતાં,અમારે તને જરુરી વાત કરવી હતી.બેટા અમારી હવે ઉંમર થઈ ગઈ.તુ હવે લગ્ન કરી લે તો સારું,"તારા માટે તો સારા સારા ઘરનાં છોકરાઓનાં માંગા આવે છે,તુ કહે પછી મુલાકાત ગોઠવીએ .સ્મૃતિએ કહ્યુંકે અરે ...મમ્મી પપ્પા તમને યોગ્ય લાગે તે તમે કરો આમાં મને કાંઇ ખબર ન પડે,મને ખબર છે કે તમે મારું ખરાબ થોડું કરશો.
સ્મૃતિનાં આ વાક્યએ તો જાણે રાજેશભાઈ અને હર્ષિતા બહેનની ચિંતા ઓછી કરી દીધી હતી.તેમ બેઉ હાશકારો અનુભવતાં હતાં.
સ્મૃતિ માટે એકથી એક ચડિયાતાં છોકરાંઓનાં માંગા આવતાં હતાં,પણ તેનાં માતા પિતાને ધૃમિલ ગમી ગયો તે દેખાવે સામાન્ય,કમાઉ અને તેનું કુંટુબ ખાનદાની અને પૈસેટકે સુઃખી કુટુંબ હતું,સ્મૃતિએ કાંઈ આનાકાની કરી નહીં. સગાઈ પણ મુહુર્ત મુજબ થઈ ગઈ. ગોળધાણાં પણ વેચાઈ ગયાં.સ્મૃતિનાં માતા પિતાનાં હૈયે હરખ પણ નહતો સમાતો.
મુહુર્ત મુજબ લગ્ન પણ ગોઠવાઇ ગયાં.શરુઆતમાં તો બધું સારું ચાલ્યું.પણ માણસ ગમે તેટલો શાણો કેમ ન હોય પરંતુ વિધીનાં લેખમાં મેખ મારી શક્યો છે કયારેય! આ ઉક્તિ સ્મૃતિ પર જ લાગુ પડી.
ધીરે ધીરે ધૃમિલ સટ્ટાનો બંધાણી થઈ ગયો.સ્મૃતિ તેને સટ્ટાની આ લત છોડવાની સલાહ આપતી,પણ ધૃમિલ તેની એક ન સાંભળતો આ બાબતને લઈ બેઉ વચ્ચે તકરાર થાતી.એકવાર એવી ઘટના બની કે સ્મૃતિનાં પગ નીચેથી જમીન સરકી ગઈ. ધૃમિલ સટ્ટામાં બધું જ હારી ગયો,હાર તેને પચી નહીં,આ દુઃખ ભૂલાવવા તેને દારૂ સહારો લીધો.ધૃમિલ નશામાં ધૂત થઈ ઘરે આવતો.
સ્મૃતિને અપ શબ્દો બોલી એનું અપમાન કરતો.
ધૃમિલનો આ રોજીંદાક્રમ બની ગયેલો.સ્મૃતિ બધું મુંગા મોંઢે સહન કરે રાખતી.આજ નહીં તો કાલે સારું થઈ જશે ધૃમિલ પાછા નોકરીએ લાગી જશે પોતાની સટ્ટો રમવાની અને દારૂની ખરાબ આજ નહીં તો કાલે છોડી દેશે તે આશા સાથે. પણ બધી જ આશા વ્યર્થ હતી.ધૃમિલની આદત દિવસે દિવસે વધતી ગઈ .
"દારૂનો નશો,ભાન ભૂલાવે,
હાર્યો જુગારી બમણુ રમે "
આ ઉક્તિ ધૃમિલ પર સાચી પડી.ધૃમિલ દારૂ પીવા પૈસાની માંગણી કરતો સ્મૃતિ આનાકાની કરતી તો મારઝૂડ કરતો.
ધૃમિલ સટ્ટો રમે છે આ વાતની જાણ થતાં જ તેને નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યો. એક દિવસ ધૃમિલ સ્મૃતિનાં બધાં જ ઘરેણાં અને પૈસા લઈને ફરાર થઈ ગયો છે, આ વાતની જાણ મકાન માલિકને થતાં, સ્મૃતિને તાત્કાલિક ઘર ખાલી કરવું પડ્યું.ધૃમિલનાં માતા પિતા એ દિકરા અને વહૂ સાથેનાં તમામ સંબંધ કાપી નાખ્યાં.સગાં વ્હાલા એ પણ હાથ ઉંચા કરી દીધાં,દરેક ની સમસ્યાઓનું નિરાકરણ લાવનારી સ્મૃતિ આજ પોતે જ સમસ્યાઓથી ઘેરાઈ ગઈ.
સ્મૃતિ પોતાને પિયર આવી ગઈ,મમ્મી પપ્પાને બધી વાત કરી,આ સાંભળીને રાજેશ ભાઈ અને હર્ષિતા બહેનનાં દુઃખની સીમાનો કોઈ પાર ન રહ્યો,પણ તેમને સ્મૃતિને એકજ વાત સમજાવી કે "દિકરા સુઃખ અને દુઃખતો આવ્યા જ કરે આમ હતાશ ન થવાય,દિકરા તુ તો અમારો ડાહ્યો અને સમજુ દિકરો છે,ડાહી દિકરી તો સાસરે જ શોભે.દિકરીની ડોલી પિયરથી જાય પણ અર્થીતો સાસરેથી જ ઉઠે છે,આજ ડાહી દિકરીનાં લક્ષણ છે,આમ એકના બે ભવ ન કરાય.સમાજ કેવી વાતો કરે અને ફોગટમાં બદનામી થાય,તારા ભાઇ હજી બાકી છે,અમારે તેનું પણ વિચારવાનું હોયને .હર્ષિતા બહેન દિકરીને પ્રેમથી સમજાવતાં કહે છે,જો સ્મૃતિ દિકરા ઘરમાં નાના મોટા ઝગડા તો થયાં કરે, આમ ઘર છોડીને ન અવાય.દરેક પતિ પત્ની વચ્ચે ઝગડાં થાય છે.તે ઝગડાં મૂળ સુધી જઈ તારે ઉકેલ લાવવાનો હોય.આમ સાસરેથી પાછુ ન અવાય.મમ્મી મને સમજ નથી પડતી કે શું કરું "ઓફિસ માં કોઇ મારી મજાક ઉડાવે છે તો કોઇ ટીકા ટિપ્પણી કરતાં કહે છે," કે જે સ્મૃતિ આપણને મદદ કરતી હતી એ આજ પોતાની જાતની મદદ નથી કરી શકતી."
રાજેશભાઈએ કહ્યું કે તુ તૈયાર થઈ જા સ્મૃતિ કાલે સવારે ધૃમિલકુમાર આવે એટલે અમે એમને સમજાવશું,તું અહિંયા આમ રિસાઈને પિયર આવે તો સમાજમાં લોકો અમારી વાતો કરે .નકકી આમની જ દિકરીમાં કાંઈ ખોટ હશે.આ સાંભળવાની ની અમારામાં હિંમત નથી. તુ શક્ય હોયતો અમને માફ કરજે દિકરા,અમે ચાહકર પણ તારી કોઇ મદદ જ મદદ નહીં કરી શકીએ."સ્મૃતિ તેનાં પિતા રાજેશભાઈને વિનંતી કરતાં કહે છે કે પપ્પા હું એ ઘરમાં પાછી ક્યારેય નહીં જાઉં.મારે છૂટાછેડા જોઈએ છે.સ્મૃતિનો આ નિર્ણય સાંભળી તેના પિતા રાજેશભાઈનાં ગુસ્સાની કોઈ સીમા નથી રહેતી.સ્મૃતિને એક લાફો ઝીંકી દે છે,આજ સુધી દિકરીને ફૂલની જેમ ઉછેરી હતી.સમાજની ટીકાનો ભય એક પિતાને દિકરી ઉપર હાથ ઉપાડવા પ્રેરે છે.ઘરમાં સન્નાટો જાય છે. સ્મૃતિ પ્રત્યે પિતાનું આવું કઠોર વર્તન નાના ભાઈઓને ભય પમાવે છે.પિતાનું આવું સ્વરૂપ આજ સુધી ક્યારેય નહતું જોયુ.
સ્મૃતિ તુ આ શું બોલે છે તને એનું ભાન છે તારા નાના ભાઇઓ પર આની શું અસર થશે એનો પણ તને કાંઇ અંદાજ છે.તને જોઈ તારા બે ભાઈઓ આવું શીખશે?તુ છૂટાછેડા લઈશ તો તારા માટે આ ઘરનાં દરવાજા સદાય ને માટે બંધ થઈ જશે.તુ વાત મારી કાન ખોલીને સાંભળી લેજે, તારી પાસે બે વિકલ્પ છે.તુ છૂટાછેડાનો વિચાર તારા દિલથી નિકાળી દે .કાલ ધૃમિલકુમાર આવે છે, મેં એમને સમજાવ્યા છે,એ તને બધું ભુલાવીને અપનાવવા તૈયાર છે,તું એમની સાથે સાસરે ચાલી જા ,અને બીજો વિકલ્પ એજ છે કે તારાને મારા તમામ સબંધ અહીં પુરાં થાય છે,આ નિર્ણય તારા હાથમાં છે.સ્મૃતિએ પોતાના ગુસ્સાને દિલની ભીતરે ઓગાળી અવાજ માં ઠંડક લાવતાં કહ્યું કે પપ્પા હું જાણું છું કે તમે મને સાસરે મોકલવાની તમારી આ જીદ છે,પણ મારા એક પ્રશ્નનો જવાબ જોઇએ મારે જેને શોધવા હું આખી રાત જાગી છું .
રાજેશભાઇ ગુસ્સો ઓગળી જાય છે પણ તે કાલ ના વર્તન માટે દિકરી સામે નજર નથી મેળવી શકતાં તે કહે કે છે બોલ શું પ્રશ્ન કરવો છે,તારે?
સ્મૃતિ આક્રોશભર્યા સ્વરે કહ્યું કે દિકરીને સાસરીમાંથી પારકાઘરથી આવેલી છે એવું લેબલ લગાડી તેની સાથે અજુકતુ વર્તન કરવામાં આવે છેઅને પરિવાર તેને પારકી થાપણ કહે છે.હવે તમે જ કહો કે હું પારકી થાપણ કે પારકા ઘરેથી આવેલી?મારું સાચુ ઘર કયું છે?મને કોઈ તો સમજાવો? મારું ઘર ક્યાં છે જે ઘરમાં મારુ બાળપણ વિત્યુ હું મોટી થઇ અને જ્યાં મારી બધીજ યાદ છોડી જે ઘરે હું જઈ રહી છું, પારકાંને પોતાના કરવાં જેનાં માટે મેં જન્મ લીધો છે,જેની સાથે જીંદગી જીવવાની છે, જેનાં ઘરેથી મારી અર્થી નિકળવાની છે,એ ઘર મારું?સ્મૃતિ વ્યંગ્ય ભર્યા અવાજમાં કહે છે ભિતરે દર્દ અને ચહેરા ઉપર નિર્દોષતા છલકાતી હતી.હે તુ ભગવાન શું આટલો દયાળુ કેવી રીતે હોઇ શકે ભગવાને તો દરેક દિકરીઓને બે ઘર આપ્યાં છે, વાહ ભગવાન પણ હું બેય માંથી કોઇ ઘર નહીં .મારી ઉપર અલગ અલગ લેબલ લગાડવામાં આવે છે.આ સવાલ મારો એકલી નો નથી.હું નથી પુછી રહી મમ્મી પપ્પા સમાજની દરેક દિકરીઓ સવાલ કરે છે તમને કે અમારું સાચું ઘર કયું છે? આંખનાં આંસુઓ અને સમાજનાં ડર રુપી મૌન આપી રહ્યાં હતાં.
વધુમાં હવે આગળ.........
Comments
Post a Comment