નવલકથા:ઉડાન:પ્રકરણ:2સાસરેની રુસણે આવેલી સ્મૃતિનાં માતાપિતાનું ઓરમાયુ વર્તન....
* પ્રકરણ 2. સાસરેની રુસણે આવેલી સ્મૃતિનાં માતાપિતાનું ઓરમાયુ વર્તન....
તેનાં માતા પિતાનીપાસે સ્મૃતિને આપવા માટે કોઈ જવાબ જ નહતો.સ્મૃતિ રિસામણું લઈને પિયરે આવી છે.તે વાત આખાય સમાજમાં પ્રસરી ગઈ.જે સમાજ સ્મૃતિનાં કાર્યની પ્રશંસા કર્યા વગર નહતો થાકતો
આજે એજ સમાજઅને તેનાં પાડોશીઓ તેના પર થુ થુ કરતાં હતાં,તો કોઈક તેના ગંગા જેવી શુદ્ધ સ્ત્રીનાં ચારિત્ર્ય પર કીચડ ઉછાળી રહ્યો હતો.
પણ સ્મૃતિનાં માતા પિતાનું વર્તન એકાએક બદલાઇ ગયું તેની ખબર જ ન રહી,વ્હાલસોયી દિકરી સ્મૃતિ આજે અળખામણી બનીને રહી ગઈ.તેને મન એક સવાલ થાતો કે સાસરેથી રિસાઇને આવેલી દિકરી સમાજને મન બોજ બનીને રહી જાય છે.પણ આ સમયમાં સ્મૃતિએ દુઃખી થઈ નસીબનો દોષ કાઢી પોતાની જાતને કોસવાને બદલે તેને સમજદારી પુર્વક કામ લીધું.તેને એવું કદમ ઉઠાવ્યુ કે જેનાથી તેનાં પરિવારમાં કુતુહલ મચી ગઈ.સ્મૃતિ માતા પિતાને વિનંતી કરતાં તેની આ વિનંતી સવાલોરુપી આક્રોશ તરફ દસ્તક આપી રહી હતી, તે હું જાણુ છું કે તમે લોકો મારી જવાબદારી ઉઠાવીને થાકી ગયાં હશો,એટલે મેં એવું વિચાર્યું છે કે નહીં જેવી મારી રહેવાની વ્યવસ્થા થઈ જાય એટલે હું મુંબઇ શિફ્ટ થઈશ,પછી તમારે મારી જવાબદારી ઉઠાવવી નહીં પડે,આ સાંભળીને હર્ષિતાબહેન અર્ધબેભાન થઈ ગયાં રડતાં રડતાં રાજેશભાઈને એક જ સવાલ કરી રહ્યાં હતાં તમે સાંભળો છો ને સ્મૃતિનાં પપ્પા આપણી દિકરી આજે આટલી મોટી થઈ ગઈ કે જીવનનો આટલો મોટો નિર્ણય આપણને પૂછ્યા વગર લઈ લીધો,આપણે શું આ માટે દિકરીને આટલી ભણાવી ગણાઇ કે એક દિવસ આપણે જ આપેલી આઝાદીનો ગેરફાયદો ઉઠાવે !આ છોકરીને શું થઈ ગયું છે? દિકરા તું તારો આ નિર્ણય બદલી નાંખ બેટા આપણે રહી સ્ત્રીની જાત આપણે આમ એકલા રહીએ તો સમાજ આપણને જીવવા જ ન દે તુ તારો આ નિર્ણય બદલી નાંખ.તુ માને એટલું સહેલું નથી દુનિયા ખરાબ છે. તુ મુંબઇમાં ક્યા રહીશ,શું કરીશ અમને તારી ચિંતા થાય છે એટલે કહીએ છીએ હજી સમય છે,ધૃમિલ કુમારને પોતાના ભુલનો પારાવાર પછતાવો છે,તારું તુટતુ લગ્નજીવન બચાવી લે.
મમ્મી હર્ષિતાબહેનની વાત સાંભળી સ્મૃતિ તો હેબતાઈ જ ગઈ, કે મમ્મી તું આશુ બોલે છે જે માણસે મારી સાથે આવુ કર્યું હોય તે માણસ પાછે મને કેમ મોકલો છો એ ખાલી માત્રને માત્ર સમાજનાં લોકોની ટીકાથી બચવા તમે બંન્ને આટલા સ્વાર્થી કેવી રીતે હોઇ શકો એક છોકરી ને તો પોતાની જીંદગીનાં નિર્ણયો લેવાનો હક તો આપો માણસથી સમાજ બને છે,સમાજથી માણસ નહીં હું મારાજીવનમાં હવે ઘણી આગળ વધી ગઈ છું,એટલે હું કદમ પાછળ નહીં ભરું,સોરી મમ્મી હું ધૃમિલને તો માફ નહીં જ કરું. માણસ જીવનની ભૂલ માંથી શીખે છે તેને જ માણસ કહેવાય છે જે ખબર હોવા છતાં પણ ભુલ કરે તે માણસ શું જાનવરની કેટેગરીમાં પણ નથી આવતો માટે પ્લીઝ મમ્મી તુ મને કોઇ એવાં સજેશન નહીં આપ કે જેનાંથી માં દિકરીનાં સંબંધોની મર્યાદા જ ભુલાઈ જાય.
તમારી સામે બે વિકલ્પ હતાં એક તમારી સાસરેથી રિસાઇને આવેલી દિકરી અને બીજો સમાજનાં લોકો મારા કારણે તમારા માટે કેવી કેવી વાતો કરે છેતે એમાંથી તમે બીજો વિકલ્પ પસંદ કરી ચુક્યા છો.હવે શું છે? અને મારા પાસે લાગણીમાં તણાવવાનો અને ભાઈઓના લગ્ન થશે કે કેમ એ વિચારવાનો સમય નથી તારે અને પપ્પાને ખુશ થવાનું હોય મારી જવાબદારી તમારી ઉપર નથી તમારા ઉપરથી બોજ ઉતરી ગયો,મમ્મી હું અહિયાં રહુ તો લોકો તમારા વિશે વાતો કરશે ને ? હું અહિયાં નથી રહેવા માંગતી. લોકોનું કામ જ છે ટીકા કરવાનું લોકો શું કહેશે અને શું વિચારશે જો એ વિચારે રાખશુ તો જીંદગીમાં આપણે કાંઈ કરી રહ્યાં. જો મમ્મી મને આ બધું વિચારવાનો ટાઇમ નથી.હું મારા કરિયરમાં ખુબ આગળ વધવા માંગુ છું.હર્ષિતાબહેન સ્મૃતિને સમજાવતાં કહે છે સ્મૃતિ તારા આ નિર્ણય ઉપર હજી એકવાર વિચાર કરી જો ઉતાવળે ઉઠાવેલા કદમનાં કારણે પછતાવવાનો પણ વારો આવે છે,સ્મૃતિ દિકરા હજી એકવાર વિચારી લે મમ્મીની વાતો સાંભળી સ્મૃતિને અકળાઈ નાંખે છે.તે મમ્મીને પોતાનો નિર્ણય સંભળાવતાં કહે છે કે મમ્મી સોરી અહીંયાથી શિફ્ટ થવું એ જ મારો આખરી નિર્ણય છે.આમાં હું અડગ છું.કેમકે હું અહીંથી બીજે સિફ્ટ થવું એમાં જ મારી ભલાઇ છે,આમ પણ મારા કારણે તો તમારી બહુ બદનામી થઈ છે,માટે મારે તમારી વધારે બદનામી નથી કરાવવી.મમ્મી પપ્પા હું મુંબઇ શિફ્ટ થવા જઇ રહી છું.
મને રોકવાનો પ્રયાસ ન કરતાં.હર્ષિતાબહેન ચાહકર પણ સ્મૃતિને ન રોકી શક્યાં.
વધુમાં હવે આગળ....
Comments
Post a Comment