નવલકથા:ઉડાન પ્રકરણ:3સ્મૃતિનુ મુંબઈ આગમન...

   * પ્રકરણ:3 સ્મૃતિનુ મુંબઈ આગમન...

                બીજા દિવસે સવારે સ્મૃતિ મુંબઇ જવા તૈયાર થઈ ગઈ,તેને પોતાના કરિયરમાં ઝળહળતી સફળતા  મેળવીને સમાજમાં પોતાનું એક સ્થાન બનાવવાનુ ઝુનુન સવાર હતું.મમ્મી પપ્પાનાં આશીર્વાદ લઈ તે મુંબઇ જવા નિકાળી ગઈ.ત્યારે માતા પિતાની રાજેશભાઇ અને હર્ષિતાબહેનની આંખમાં આંસુ હતાં,આજે સ્વભાવનાં કડક અને રુઢિવાદી પિતા આજે દીકરીનાં દ્રઢ નિર્ણય સામે હારી ગયા હતા.

              સ્મૃતિ મુંબઈ રવાના થવા માટે એરપોર્ટ જવા નિકળી હતી.તેની ફ્લાઇટ 3 વાગ્યે આવવાની હતી.પરંતુ તે સદનસીબે કલાક વહેલી પહોંચી.સ્મૃતિ ટાઈમની ખૂબ કદર કરતી હતી,ફ્લાઇટ આવે ત્યાં સુધી બુક વાંચી સમય પસાર કરી રહી હતી.ત્યાં જ તેની ફ્લાઇટ આવી ગઈ. એટલે તેને હાશ...થઈ.તે માયાવીનગરી મુુંબઈમાં આવી,સ્મૃતિ હોશિયાર અને પ્રતિષ્ઠાવાન નારી હતી,એટલે તેને કામ શોધવામાં કોઈ જ મુશ્કેલી ન પડી.જ્યારે સુધી ભાડે ફ્લેટ ન મળે ત્યાં સુધી સરકારી હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરી.

                મુુંબઈમાં એક એની બાળપણની મિત્ર હતી,તેને સ્મૃતિ ફોન કરે છે,બેઉ બાળપણની યાદોમાં ખોવાઈ જાય છે.ઉર્વી કહે "હાય... સ્મૃતિ આજકાલ શું ચાલે ક્યાં રહે તુ તો મોટી હસ્તિ બની ગઈ એટલે અમારા જેવા મિત્રો તને ક્યાંથી યાદ આવે."

         "ઉર્વી એવું કંઈ જ નથી તુ વિચારે છે તેવું
સ્મૃતિએ કહી વાત ટાળતા કહે "તુ બતાવ શું કરે છે આજકાલ... શું કરે મારા જીજાજી અને મારા ભાણીયાં બેઉ....બહુ મોટા થઈ ગયા હશે નહીં ને....

           ઉર્વી તને મીઠો ઠપકો આપતાં કહે"તું મળવા આવે તો ખબર પડે ને...તું ક્યારે આવતી જ નથી મળવાને...
ન્યૂઝ પેપરમાં તારો અહેવાલ સાથે ફોટો છપાયો હતો એ બતાવી કહ્યું કે જોવો બેટા આ તમારા સ્મૃતિ માસી ત્યારે એતો કહે મમ્મી આ અમારા માસી છે એ ક્યારે આવશે અમે તો બહુ મસ્તી કરશું એમની સાથે,અને ઉર્વી વધુમાં કહે કે તારા જીજાજી પણ તને વઢતા હતાં કે સ્મૃતિ હવે આપણને ભાવ પણ ન આપે...એતો મોટી હસ્તિ છે,એટલે મેં તો એનાથી અબોલા લઈ લીધા છે.સ્મૃતિ પ્રેમથી કહે ઉર્વી જીજાજીને ફોન આપ હું એમની ગલતફેમી દૂર કરું,ઉર્વી હળવેકથી કહે,એ.... કહું છું....સાંભળો છો...લો સ્મૃતિ તમને બોલાવે."

              વિકાસ કહે"લ્યો તમે તો મોટી હસ્તિ બની ગયા,એ માટે ખૂબ અભિનંદન...ઉર્વી તમારા ખુબ વખાણ કરતી હોય છે,એટલે મને પણ એમ થયું કે હું આજે તમારી જોડે વાત કરું...આમપણ અહીં ક્યારેય આવું છે મળવા,ઉર્વી પણ તમને ખુબ યાદ કરે છે.
વિકાસ વધુમાં કહે જોવો તમારા ભાણીયા તો તમને ખુબ યાદ કરે છે, અમારે આ માસીને મળવું છે...માસી ક્યારે આવશે!અમે તો બહુ બધી મસ્તી કરશું....

           ત્યારે મારે અને ઉર્વીને ખિજાઈને કહેવું પડે કે"એ...
અમારા વડીલો....માસીને આવા તો દો....


             સ્મૃતિ જીજાજીની આ ફરિયાદને વાતને હસી કાઢતા કહે"જીજાજી તમે નહીં સુધરો તમારી મજાક કરવાની આદત ગઈ નથી.હું નથી કંઈ મોટી હસ્તિ એક સામાન્ય યૂવતી છું, હું ને ઉર્વી બેય સરખા...નહીં કોઈ હસ્તિ કે નથી કોઈ સામાન્ય હું ને ઉર્વી સેમ સેમ...હું આવે મારા ભાણીયાઓને મળવા.અમને કહેજો કે તમારા માસી જલ્દી આવશે તમને મળવા બહુ બધી મસ્તી મસ્તી કરશું....એમને મારા તરફથી ખૂબ પ્રેમ અને વ્હાલ કરજો,મારી સહેલી ઉર્વશીનો બહુ ખ્યાલ રાખજો...

          હું આવે મળવા જીજાજી અત્યારે ઓફિસ નુ મોડું થાય છે પછી વાત કરીએ..

           વિકાસ કહે"તમે પણ પોતાનો ખ્યાલ રાખજો,હા.....ભલે....ભલે....સારું ત્યારે.... ફોન રાખું છું.

              બાય.....

બંન્ને બાળપણની મિત્રો એકબીજાને મળી શકશે કે કેમ....તે વાંચવાનુ ચુકશો નહીં... 

................વધુમાં હવે આગળ.....

Comments