નારી....
નારી....
ખડખડ વહેતી સરિતા તું,
સમાજના રીત રિવાજનુ ભાજન તુ,તારી પ્રતિકૃતિ પથ્થરની મુર્તિ પુજાય છે,તો તને શાને અવગણાય છે,સ્ત્રી દરેક સ્વરુપે પુજનીય હોય છે, પરંતુ કહેવાય કંઈ ને કરાય કંઈ આવુ શું કામ થાય છે,
ઘરની મર્યાદા,
સહનશીલતાની મુરત તું,
શક્તિ સ્વરૂપા અંબિકા તુ,રાવણ રોળનારી કાલિકા તુ,પતિ પરાયણ સીતા તુ,
પ્રેમ રસમાં મંત્રમુગ્ધ થનારી રાધા તુ,ભક્તિ મા લીન રહેનારી મીરાં તુ,કોઈ ઘરની લાજ આબરૂ અને મર્યાદા તુ,મંદિરમાં દેવી પુજાય છે,અને જીવતી શક્તિ સ્વરુપા તુ કેમ ઠોકરો ખાય છે,સાસરી કહે પારકા ઘરથી આવેલ,પીયરમા કહે પારકી થાપણ તો સાચુ ઘર કયું તારુ
કે વિધાતાના વ્યંગ ઉપહાસની નિશાન બની છે તુ,પુરુષ પાસે ડીગ્રી હોય છે, ધંધો હોય પરંતુ તુ તો નોકરી ઘરની સાથે ત્રણકૂળની આબરૂ સાથે તુ બંધાયેલી,ગળામાં મંગલસુત્ર ને માંગે સિંદુરની તાકાત તો જુઓ ઉછળકુદ છોકરીને કાબુ કરનારી બેડી બની ગયા છે,સ્ત્રીને ત્યાગ,સમર્પણ,ધીરજ ને સહનશીલતાના પારખા કરવા બેકાબુ બન્યા છે....
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment