નવલકથા:ઉડાન:પ્રકરણ:4: સ્મૃતિ અને ઉર્વીનુ મિલન
* પ્રકરણ:4 સ્મૃતિ અને ઉર્વીનુ મિલન
ઉર્વી વિચારમાં પડી જાય છે,પણ એની નજર ગુગલ લોકેશન તરફ પડે છે.સ્મૃતિ તેની આસપાસ જ છે તે જાણી ઉર્વીના આનંદનું કોઈ ઠેકાણું રહેતું નથી.તે તેની મિત્ર સ્મૃતિના એડ્રેસ તરફ પડે છે.ઉર્વીએ તરત જ સ્મૃતિને ફોન લગાવી કહ્યુ "હેલ્લો સ્મૃતિ ક્યાં છે?તુ અહીં નજીક છે છતાંય મને મળવા ન આવી, જા મારે તાર જોડે નથી બોલવું...
સ્મૃતિ મજાકિયા અંદાજમાં કહે "ઉર્વી તુ તો હજું એવીને એવી રહી તું હજુ એજ ઉર્વી છે જે નાની વાતમાં રિસાઈ જાતી,અમે તને ઘરે મનાવવા આવીએ ત્યારે આંન્ટી અમને નાસ્તો આપતાં પછી આપણે ગુસ્સો ઘડીકમાં ભૂલી રમતે વળી જતાં.પણ અત્યારે બાળપણના દિવસો કેવા યોગ્ય આવે છે!"
ઉર્વી નમ અવાજે કહે "હા....સ્મૃતિ એ તો છે....કાશ એ દિવસ પાછા મળી જાય તો કેટલું સારું...ઉર્વી મેઈન વાત પર આવી જાય છે.સ્મૃતિ એ બધું છોડ તું મને મળવા ક્યારે આવે તું નહીં કહે તો મને ખબર નહીં પડે...તારા જીજાજીએ કહ્યું કે "સ્મૃતિ બહેન અહીં જ છે છતાં મળવા ન આવ્યા હું તો એમના જોડે નહીં બોલું... "
સ્મૃતિ વ્યાકૂળ ઉર્વીને શાંત પાડતા કહે"શાંત ઉર્વી હું અહીં જોબ કરવા આવી છું મેં ગુજરાતથી મુંબઈ ટ્રાન્સફર લીધી છે...પ્રમોશન મળવાની સાથે પોસ્ટ બદલાય છે પોસ્ટ બદલાવવાની સાથે કામનું ભારણ પણ વધે છે.એટલે ટાઈમ નથી મળતો રજાનો ટાઈમ લઈ હું એક દિવસ જરૂર આવીશ બસ...તુ મારા ભાણીયાને સાચવજે...અને જીજાજીની પણ હું માંફી માંગુ છુ.
ઉર્વી ઉદાસ અવાજે કહે સ્મૃતિ તુ આવે એટલે જ તારી સાથે બોલશે....નહીં તો નહીં, મારા છોકરાવે તો તારી કીટ્ટા કરી"સ્મૃતિમાસી આવે પછી જ અમે બોલશુ નહીં તો નહીં,ઉર્વી વધુ માં કહે છોડ છોકરાવની વાત મનપર ન
લઈશ,અને... હા કંઈ મદદની જરૂર હોય તો કહેજે જરાય પણ સંકોચ રાખતી નહીં.હું ને તારા જીજાજી તો અહીં જ છીએ.
સ્મૃતિ બહુ સ્વાભિમાની સ્ત્રી હતી.નહીં તો મમ્મી પપ્પા ના સમજાવ્યા પ્રમાણે એને જીંદગી સાથે સમાધાન કર્યું હોત પણ તેને કોઈ કાળે મંજૂર નોહતુ.
ઓફિસનું કામ પરવારી સ્મૃતિ હોસ્ટેલ આવી,તેને થયું કે "બે ત્રણ દિવસ ઓફિસમાં રજા છે તો ઉર્વીના ઘરે આંટો મારી આવું,તેણે ઉર્વીને ફોન કર્યા વગર જ જવાનું વિચાર્યું તે ઉર્વીને સરપ્રાઈઝ આપવા માંગતી હતી."
ઉર્વીના ઘરે જવાનું હોવાથી તે વહેલા ઉઠી ઓફિસનું કામ પરવારી તે તૈયાર થઈ ગઈ.તેને રસ્તામાંથી ઉર્વીના છોકરાવ માટે ગિફ્ટ લઈ લીધી.ઉર્વી રસોઈ બનાવી રહી હતી અચાનક ડોરબેલનો અવાજ સંભળાયો.
ઉર્વી તો હાંફળી ફાંફળી ડોરબેલ ખોલવા ગઈ,તો જોયું સ્મૃતિ હતી. સ્મૃતિને જોઈ ઉર્વીના ચહેરા ઉપર આશ્ચર્ય કરતાં આનંદનો ભાવ વધુ વંચાઈ રહ્યો હતો.બંન્ને મિત્રોનાં આંખમાંથી ખુશીના આંસુ છલકાઈ ગયા.બંન્ને મિત્રો એકબીજાને ભેટી પડી,બંન્ને સખીઓના મિલનને ઉર્વીનો પરિવાર કૃષ્ણ સુદામાના મિત્રતા સાથે તૂલના કરી રહ્યો હતો.
વધુમાં હવે આગળ.....
Comments
Post a Comment