હવે શક્ય નથી...

હવે શક્ય નથી....

નજરથી નજરનો પેચ પ્રેમ
કહેવો શક્ય નથી,વાગરુપી મોહપાશ જાણી જોઈ દિલને, વિંધી જાય તે શક્ય નથી.
જાન જાન કહી દિલ સાથે,
રમત કરી જાનાર ક્યાં ઓછા છે,આ દમહીન રમતના ખેલાડી બનવું હવે શક્ય નથી.
જીવન રહ્યું સ્પર્ધા મંચ,ઈશ્કરુપી સ્પર્ધામાં કારમી હાર મળ્યા બાદ અડગ રહેવું હવે શક્ય નથી
એક સમય એ ચહેરો નયન
ની આદત બની ગયેલો,એ ભૂલનું પુનરાવર્તન વારંવાર થાય એ શક્ય નથી.
દેવદૂતનો ચહેરો જન્મોજન્મની ભૂખ બની ગયેલો,આ ભૂખ માઝા મૂકી દે એ શક્ય નથી.
દગારૂપી બાણથી આહટ દિલ,
શરાબ રુપી ગુંદરપટ્ટીથી સંધાઈ જાય તે શક્ય નથી.
આપના વાયદા હતા મિથ્યા,
વાયદારુપિ મૃગજળમાં ડૂબકી
લગાડવાની મુર્ખામી શક્ય નથી.
વિતેલા ચોપડા ખોલી દિલ
દર્દની આગમાં તપાવવુ હવે શક્ય નથી.

શૈમી ઓઝા 'લફ્ઝ'

Comments