ગ્રિષ્મા વેકરિયા...

ગ્રિષ્મા વેકરિયા....

જે એવું નામ કે જે સોશિયલ મિડિયામાં બહુ ચાલી રહ્યું છે,એ વ્યક્તિ તો પંચતત્વમાં વિલિન થઈ ગઈ છે.પણ એ લોકોના મુખે બોલાઈ રહેલું નામ જે વ્યક્તિ લોકોના મૂખે બોલાઈ રહ્યું છે.કોઈ એને માટે શ્રધ્ધાંજલી આપી રહ્યું છે કે તો કોઈ એના માટે સહાનુભુતિ જતાવી રહ્યું છે તો કોઈ સહાનુભુતિ જતાવવાનો ઢોંગ કરી રહ્યું છે,તો" કોઈ અપરાધીને ફાંસી આપો એવા નારા લગાવી રહ્યું છે."મારો સવાલ એ લોકોને છે કે જ્યારે એ છોકરો છોકરીને છરી મારીને ગયો ત્યારે તમારા મોંઢા પર કેમ મૌન સેવ્યું હતું,ત્યારે ક્યારે ખોવાઈ ગયેલો તમારો આક્રોશ,કે પછી ઠંડીના કારણે બરફ જામી ગયેલો??મારા સવાલોનો જવાબ લગભગ કોઈ પાસે નહીં હોય હું જાણું છું.

વેકરિયા પરિવારે શું ખોયુ છે એની તો કોઈ કલ્પના પણ નથી કરવાનું,એ પરિવારને આપણે શું પાછી એમની હસતી ખેલતી દિકરી આપી શકશુ??એ ઘરમાં છવાઈ ગયેલા માતમ માટે જવાબદાર કોણ??તો તમારા માટે કહેવું આસાન છે સરકાર અને દેશ વ્યવસ્થા,તો હું એક સવાલ કરું છું કે એકતરફી પ્રેમ પ્રકરણમાં ચાલી રહેલી ગડમથલમાં સરકાર ક્યાં વચ્ચે આવી ??એકતરફી પ્રેમમાં હત્યા થઈ. આવુ બહુ સાભળ્યુ છે પ્રેમ...અને હત્યા...શબ્દોની મેળવણી કરી જુઓ ક્યાય થાય છે ખરા?નહીં ને તો આવી ઘીન્નતાને પ્રેમ સાથે સરખામણી કરી પ્રેમ જેવી પવિત્ર વસ્તુનું આમ પ્રદર્શન ન કરો તોય ઘણું છે.હવે એ જોવા જેવું છે કે આવી હલ્કી માનસિકતા સગીરોમા જન્મ કેવી રીતે લે છે?એના માટે જવાબદાર કોણ છે એ બાબતે ઉંડાણપૂર્વક વિચારવું જ રહ્યું.તો આજુબાજુનુ વાતાવરણ આ વાસ્તવિક જીવન છે નથી કોઈ ફિલ્મ કે વેબસિરિઝ આજના સૌ યુવાન યુવતીઓ ફિલ્મની દુનિયામાં જીવતા થયા છે,ફિલ્મી દુનિયા અને વાસ્તવિક દુનિયામાં જમીન આસમાનનો ફર્ક હોય છે. આ બાબત ગણીગાઠીને મગજમાં સમજવું જ રહ્યું.કોઈ તમને રિજેક્ટ કરે યા છોડી દે તો શું તમારુ ખાટુમોળુ થઈ ગયું
સામેવાળાની મજબૂરીને સમજો,તેનું કારણના ઉંડાણમાં ઉતરો,ઘટનાના મૂળ સુધી જાવ.કોઈ રિજેક્ટ કરે યા તો તમને છોડી દે તો હત્યા કરી નાખવી આ કયો પ્રકાર છે પ્રેમનો મને કોઈ સમજાવશો.પ્રેમ ત્યાગ,સમર્પણ શીખવે છે, પ્રેમમાં જો હત્યા જેવી આસુરી વૃતિ પગપેસારો કરે તો એ પ્રેમ પ્રેમ નહીં પણ વિકૃત માનસિકતાની ઝલક દેખાડે છે.જે ફેનીલની જોઈ રહ્યા છીએ. તરુણવયના યુવાનોને સાચુ માર્ગદર્શન જો સ્કુલ કોલેજમાંથી નહીં મળે તો સમાજની વ્યવસ્થા ડામાડોળ થઈ જાશે તો ન કહેવાય થઈ જ રહી છે.આજકાલ કોલેજમાં ટપોરીગીરી કરતાં બાપના પૈસાનો ખોટો દેખાડો કરી છોકરીઓ સામે રોફ જાળતા યુવાનો જાણે અજાણે સુંદર યુવતી ઓના રોલમોડલ બની ગયા છે, આવી છીછરી માન્યતાથી બહાર આવવાની જરૂર છે.સતત જાગતા રહો,નહીં કે કોઈનો જીવ જાય ને રાંડ્યા પછી ડાહાપણ એની કોઈ જ કિંમત નથી હોતી.

મને તો નથી સમજાતું કે દરેક લવ સ્ટોરીનો અંત જો પોઝિટિવ જ આવશે તો કોઈને પ્રેમની કિંમત નહીં સમજાય.પણ આજકાલ ના ગીતો પણ કેવા આવે છે"તુ મારો યા મારી નહીં તો કોઈ નો નહીં કે કોઇની નહીં,તુ જો હમ પા કર રહેગે ચાહે કીસકી જાન ભી લેની પડે તો હમ પીછે નહીં હટેગે સનમ.."આવા ગંદા માનસિકતાથી ભરેલા લિરિક કાને રોજ ટકરાય તો આવો કિસ્સો બને એમાં કોઈ નવાઈ નથી.યુવાન અને યુવતીઓ હવે છેલબટાઉ તત્વોને ફોલો કરવાનું છોડી દેશે,તો જ તેમની માનસિકતા જાગૃત થશે,ત્યારે જ આવી ઘાતકી ઘટનાને જડમૂળથી ડામી શકાશે. 

      કોઈની ધોળા દિવસે ખુલ્લે આમ હત્યા થતા જોઈને પણ તમને આ ઘાતકી પ્રવૃત્તિને નિ:શબ્દ પણે મંજુરી આપી રહ્યા છો,વિડિયો બનાવી વાયરલ કરવામાં માનવતા નથી પરંતુ કોઈ એ યુવતીની મદદ કરવામાં માનવતા છે.કાશ...આપણે તેને કંઈ મદદ કરી શકયા હોત તો એ યુવતી જીવંત હોત....

"થોડા દિવસ આવો મેલો ડ્રામા ચાલશે,ભગવાન તમારા આત્માને શાંતિ બક્ષે ગ્રિષ્મા....તમારા પરિવાર ને ઈશ્વર સહન કરવાની હિંમત આપે,"વગેરે વગેરે.
પછી થોડા દિવસ પછી કરંટ સમાચાર આવશે કે બીજી ગ્રિષ્માની હત્યા થઈ.ત્યારે દેશને સોશિયલ મિડીયામાં પાછો કોલાહલ મચશે...આપણે નાની નાની વાત સોશિયલ મિડિયામાં મૂકી તમાશો કરી,વ્યુ ફોલોઅર્સ મેળવતા થયા છીએ,પરંતુ આપણે આ અપરાધ થતાં રોકી કેમ ન શકીએ,આ યુવાનોના મગજ આટલા હિંસક કેમ થયા છે.એની ઉંડાણમાં ઉતરાવાની જરૂર છે,તેમને યોગ્ય માર્ગદર્શન ની જરૂર છે,તેમનામાં સમજ કેળવાની જરૂર છે, કોઈ ગમતું ન મળે તો દુનિયા ખતમ નથી થઈ જતી,કોઈની હાલત સમજી રિજેકેશન સાથે જીવતા શીખવાની જરૂર છે,વાસ્તવિક પરિસ્થિતિનો ખરાદિલથી સ્વીકાર કરીને જીવવાની જરૂર છે.આજ
કાલના યુવાનોને તો "કે તુ મારી નહીં કોઇની નહીં કાતો તને મારી નાખું કે મરી જાઉ,આવી ખોખલી સાથે જ જીવવું છે,ગમતું વ્યક્તિ ન મળે તો મારી નાખો અથવા તો મરી જાવ આવી ઘિન્ન માનસિકતા
રુપી ધૂળ જામી ગઈ છે માનસપટમાં તેને સાફ કરવાની જરૂર છે જ.આપણે શિક્ષિત છીએ,તો શિક્ષણ મળેવવાનો ફાયદો શું જો આવા જ ગુનાઓની સંખ્યા વધતી રહે તો.

આજકાલના યુવક યુવતી ઓ કોઈના પ્રેમમા હોવું એ મોભો પ્રતિષ્ઠા માને છે.પછી આવા ખોખલા પ્રેમને અપરાધનું.સ્વરૂપ લેતા વાર નથી લાગતી,આ.દેખાદેખીમા કોઈ પરિવાર પોતાનું સંતાન સદાય ને માટે ગૂમાવી બેસે છે.તો કોઈ માતા પિતા પોતાના સંતાનને જેલમાં રિબાતુ જોઈ મનથી પોતાની જાતને કોષતા રહે છે,જો આવુ ને આવુ ચાલતુ રહ્યું,ગુજરાતને અપરાધોથી ભરેલું રાજ્ય બનતાં કોઈ જ નહીં રોકી શકે.
     આપણને ગમતી યુવતી ન મળે તો એની આમ હત્યા કરી દેવી આવી વિકૃતિને પ્રેમ કહી પ્રેમને આમ બદનામ ન કરો.
      આ મનમાં સળવળતી બદલાની ભાવના છૂપાયેલી હતી.

કોઈ યુવતીને આમ રડતા કડસતી જોઈ તમે આમ સોશિયલ મિડિયા પર વાયરલ કરી તમે તમારી સભ્યતાનો પરિચય કરાવી રહ્યા છો,તમારી બુદ્ધિનો પૂરાવો આપી રહ્યા છો.

આ દ્રશ્ય જોવા માટે ઊભી રહેલી ભીડે જો નક્કી કર્યું હોત તો એક પરિવારને દિકરી વિહોણો થતાં બચાવી શકયો હોત,ગ્રિષ્મા આપ સમક્ષ જીવતી હોત જો કોઈ આગળ આવ્યું હોત મદદે તો,આટલી બધા લોકો ઉભા હતા,પોલીસ સ્ટેશનના કંટ્રોલ રુમ આઈડી લાઈવ સેન્ડ કરી શકતા હતા,કોઈ જો ઈચ્છોત તો ગ્રિષ્માને 108 બોલાવી હોસ્પિટલમાં લઈ શક્યુ હોત....પણ ખોટો સહાનુભૂતિનો દેખાવ શા માટે હવે...?એ યુવતી જીવતી થવાની છે,તમારી લાપરવાહીથી તો એને પોતાના જીવથી હાથ ધોયા,આજકાલ યુવાવર્ગ  કોઇ પોતાનો પ્રેમ પ્રસ્તાવ ન સ્વીકારે તો આત્મહત્યા કે હત્યા કરી દેવી પોતાની શાન માને છે.આવી ટૂંકી માન્યતાથી બહાર આવવાની જરૂર છે.પણ આ ઘટનાનો બીજી ગ્રિષ્મા ભોગ ન બને એવી સાવધાની રાખવી જ રહી..સાવધાન ગુજરાત....

શૈમી ઓઝા "લફ્ઝ"

Comments

Popular Posts