પ્રેમપત્ર...
પ્રેમપત્ર....એક રાત...
રચનાકાર:શૈમી ઓઝા "લફ્ઝ"
એ રાત....
પ્રિયે,એ રાત વિશે તો શું કહું જીવનની યાદગાર રાત હતી,દરેક સવાલોનો જવાબ બસ આંખોથી જ અપાતો હતો.
પહેલીવાર મળી હતી.તે તો મને મનની વાત કહેવામાં બહુ રાહ જોવડાવી.ચાલ ઠીક છે,તા
ધબકાર તો તારા પ્રેમ માટે તરસતા હતા.ચાંદની સાક્ષીએ હૂંફાળુ આલિંગન આપી તુ અને હું આપણા ભવિષ્યના સપનાં સજાવી રહેલા તુ અને હું ખબર નહીં કેમ વિધાતાને શું વેર રહેલું છે પ્રેમીજોડાઓ સાથે.પણ કોઈવાર તો ઈશ્વર આપણાં પ્રેમની તરફદારી કરશે ને પ્રિયે!
તુ આમ વિખરાઈ ન જા,કંઈ પણ થાય ધિરજ ને મિજાજ તારે ગૂમાવવાનો નથી,તારો ગુસ્સાથી ભરેલો લાલ ચહેરો આ દિવાનાને વધુ ઘેલો કરે છે,શાનભાન ભૂલાવી બસ તારો જ પૂજારી બનાવે છે.મારા દિલની તો શું વાત કરું તારા ગુસ્સાથી તરબોળ ચહેરાને બસ એકીટસે જોયા જ કરું શું કરું મન જ નથી ભરાતું
તારી મંદ મંદ મુસ્કાન તો મારો પ્રાણવાયુ છે,તારો જો મુસ્કુરાહટ ભર્યો ચહેરો જો નિહારવો તો માછલી પાણી વગર તરવડે છે,એવા જ હાલ કંઈ મારા છે.મને જીવાડવો કે મારવો એ તારા એક નિર્ણયને અધિન છે.
તારા ચહેરા પર રહેલી શરમની લાલિમા સાથેનો માસૂમ મુસ્કાનભર્યો ચહેરો એ મારા મનમાં સળવળતા સવાલોનો જવાબ છે.
મનમાં તારા જ વિચારો
ના ઉપવનમાં રમ્યા કરે છે,તને ભગવાને ફ્રી સમયે જ બનાવી હશે,
ચહેરાનું ગજબ આકર્ષણ, અવાજમાં મધૂરતા,તને જો કોઈ દિવાનો જુએ તો આંખ પલકાર મારવી ભુલી જાય,તારા નયનના બાણોને દિલ જો પચાવી લે તો ધાયલ મરીઝ બની જાય પ્રિયે,તારી કાતિલ અદાની તો શું વાત કરું રહેવા દે ને મને કહેતા પણ
ડર લાગે છે,કેટલાય માં- બાપે પોતાના જુવાનજોધ દિકરાઓ ગુમાવ્યા હશે.એ લિસ્ટમાંનો હું પણ એક છું.પણ તુ મારી પાસે હતી એટલે હું જીવી ગયો હતો,પણ નિયતિના ખેલ તો જોવો જીવતા જીવતા રોજ તારી યાદમાં મરું છું.
તારા અદભૂત સૌંદર્યને નયનો થકી બસ પીતો જાવ પીતો જાવ મન જ નથી ભરાતું.તારી પાસે છે,મારી આ દુર્દશાનો ઈલાજ તુ તો છો ભૂલી ગઈ, યાદ કર એ દિવસ જ્યારે હું હતો બેચેન ત્યારે તે મારી બેચેની દુર કરવા તારા પ્રેમભર્યા હૂંફાળા ચુંબનો જ કાફી હતા.પણ તુ પાસે નથી આ વાત જ્યારે મનમાં આવે ત્યારે હોઠ તો મૌન સેવી દે છે,પરંતુ આંસુઓને વાચા ફૂટી નિકળે છે પ્રિયે,તને યાદ કરું છું તો હૈયું કલ્પાંત કરવા તરવળે છે,તુ તો સ્ત્રી લાગણી વ્યક્ત કરી શકે પણ તુ જ કહે ને હું શું કરું કાશ હું પણ પોતાની લાગણી આમ વ્યક્ત કરી શકતો.પણ સમાજની રૂઢિ એ મને બાંધી રાખ્યો છે,શું કરુ તુ જ કહે ને!મનની વેદના કોને કહુ તું તો એક અવિસ્મરણીય યાદ આપી ચાલી ગઈ.બહુ સ્વાર્થી છે.મને જાનુ,બાબુ,બેબી કહીને ચાલી ગઈ,મને આમ અધવચ્ચે એકલો મૂકીને, કોઈ આમ કરતું હશે પોતાના બેબી સાથે...તુ તો એકવાર મળતા તો આવ...
એ...ચાલ ને બધું જ ભુલી આપણે પ્રેમ દુનિયામા ચાલ્યા જઈએ.જ્યાં તું અને હું આપણી સપનાં મુજબ રચેલી નાની એવડી દુનિયામા ચાલ પાછા જઈએ,આપણા રંગીન ભૂતકાળને સાથે વાગોળીએ આપણે.આવુ ફરી ન થઈ શકે?
તુ તો સાવ બદલાઈ જ ગઈ હશે.તુ મારી વ્હાલી ચીકૂડી ન રહેતા કોઈની પત્ની તો કોઈની મમ્મી બની ગઈ હશે.તુ મારા માટે ફરી માસુમ ચીકૂડી ન બની શકે પ્રિયે...!!!
આજીવન રાહ તારી જોઈશ,આ વચન છે દિલથી મારું તને.આપણે એક થઈએ તો ઠીક છે બીજા જન્મની પ્રતિક્ષા કરીશું....
એ રાત હજીએ દિલમાં અકબંધ રાખી છે,જ્યારે યાદ તારી આવે ત્યારે દિલના બંધ કમાડ ઉઘેડી,એકાતે રડી મન હળવું કરી લઉ છું.
તારી રાહમા તડપતો દિવાનો..
પાગલ આશિક....
Comments
Post a Comment