લીમડાનું મહત્વ
ચૈત્ર મહીનામાં લીમડાનું મહત્વ
ચૈત્ર મહીનો એટલે વસંત અને પાનખરના સંગમ,તે સમયે કડવા લીમડાનું આયુર્વેદ ગ્રંથોમાં વર્ણવવામાં આવ્યું છે,કડવો લીમડો રોગપ્રતિવર્ધક માનવામાં આવ્યો છે,ચૈત્ર મહિનાની એક સુદ તીથીએ મહારાષ્ટ્રીયન પરિવારોનુ નવાવર્ષ ગુડીપડવો તરીકે ઓળખાય છે તે દિવસે કડવા લીમડાના પાન ચાવવા અથવા તો લીમડાના મોરનો પ્રસાદ આપવામાં આવે છે.લીમડો શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે,શરીરમાં લૂ લાગતી નથી,લીમડાની કેટલી પ્રોડક્ટ્સ માર્કેટમાં ઉપલબ્ધ છે,મેડિકલ તેલ, શેમ્પૂ,મેરીગો નીમ શોપ જે શરીર જે સ્કીન રહેલ દાદર,ખસ, ખરજવું,જેવી ચામડીના રોગોમાં રાહત આપે છે.લીમડાનું ફળ એટલે કે લિંબોળીનું તેલની માલિશ કરવાથી વાળમાં જૂ, લીખ,કોદરી ફરકતી નથી,વાળ પણ આપણા હેલ્ધી અને જડથી મજબૂત બનાવે છે,લીમડાના પાન ,ગોળ, લીંબુ,જીરુ,સ્વાદ મુજબ મીઠું નાંખી તેની ગોળી બનાવીને ખાવામાં આવે તો અસાધ્ય રોગોનો જડમૂળથી નાશ થાય છે.આયુર્વેદમાં લીમડો ગુણકારી અને તેના વગર આયુર્વેદ દવાઓ પણ અધૂરી માનવામાં આવે છે.
છેલ્લે એક ઉક્તિ
"લીમડાને વાચા ફૂટી...
સંકટ સમયે હું યાદ આવુ એતો અન્યાય છે,
હુ કડવો એટલે અળખામણો આતો અન્યાય છે,
જ્યારે બિમારી આવે,ડોક્ટર હાથ ઉચા કરે ત્યારે
તમે મને ભેરૂ બનાવો આતો અન્યાય છે.
હું જડમુળથી રોગ હરાવુ,તમને સૌને મુક્તિ અપાવું,
છતાં હું સૌનો અણગમતો આતો અન્યાય છે..
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment