એ જીંદગી ચાલને
એ જીંદગી ચાલ ને...
એ જીંદગી ચાલ ને તારી સાથે બે ઘડી સંવાદ કરવો છે,
તને જીવવાના તો હજી સમણાં જ સજાવ્યા છે,
પરંતુ શરૂઆત ક્યાંથી કરુ સમજાવ ને!
તને આમ હસતાં હસતાં છે,અમને પડકારો ઝીલતા શીખવી દેને!
તુ તો રહી વહેતી ગંગા મારા માટે જરા થંભી જા ને,
તારા રાજમાં અમે શીખી ગયાં,સમય છે બળિયો રાજા,આ વાત લફ્ઝ જાણે અજાણે સ્મૃતિ પટેથી ભૂસાઈ ગઈ છે,ફરી આ વાતનો મહાવરો કરાવ ને!
આ દંભને પાપરુપી જાળમાં અમે ભેરવાઈ ગયા છીએ,બહાર નિકળવા જઈએ,ત્યાં તો વધુ અંદર ઉતરતા જઈએ છીએ,એ જીંદગી ચાલ ને મદદની એક પહેલ તુ પણ કરને!
તારી સફર કાપતા કાપતા
આવેલા દુઃખ,નિષ્ફળતાને પચાવવાની હામ મારામાં ભરને!ચાલ ને જીંદગી
દરેક વ્યક્તિ છે,કુદરતનું અદભુત સર્જન,રહ્યા આપણે સૌ એક પરિવારના આવી સમજણ મને આપ ને!એ જીંદગી ચાલ ને
એ જીંદગી તુ રહી અલબેલી તારા દરેક વળાંક મા મને ખુશીઓ,
ને શાંતિ શોધતા શીખવ ને,એ જીદંગી ચાલ ને...
જાણે અજાણે બંધાયેલા વેર ઝેર મતભેદ એકબાજુ રાખી,બસ પ્રેમ,કરુણાને ખુશીઓરુપી ભેટ સૌને વહેંચુ,એવી મતી આપને,
એ જીંદગી ચાલ ને...
મોતની પણ ક્યાં કોઈ તિથિ હોય છે,ઓચિંતા વાયરાની જેમ આવી,સૌને વિચરતા કરી નાંખે છે, પ્રભુનું આ ભાવભર્યું આમંત્રણ હસતાં મુખે સ્વીકારી શકીએ,એવી
ક્ષમતા મારા રગરગમા સંચરે એવી કંઈ લાગવગ લગાવ ને !
એ જીંદગી ચાલ ને...
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment