પત્ર:...જીવની નવી શરૂઆત
પત્રનો પ્રકાર:જીવનની નવી શરૂઆત...
શિર્ષક:સંસારિક જીવનમાંથી નિવૃત્તિ લઈ વૈરાગ્યજીવનની સાચી શરૂઆત...
અર્પણ મહેતા
કૃષ્ણ સાગર
સોસાયટી,
વસ્ત્રાલ,
380038,
જી:અમદાવાદ
તા:,
9-11-2021,
પત્રનો વિષય:જીવનમાં બહુ ધન કમાયા પછી રસ્તે વૈરાગ્યના રસ્તે વળતા એક વેપારીનો પૂત્રને પત્ર....
પ્રિય પુત્ર અક્ષય,
તુ સહકુશળ હશે એવી આશા રાખું છું.તે દિકરા અને દિકરા કેતકીએ ભેગા મળી આપણાં બિઝનેસને ઝળહળતી સફળતા અપાવી છે.એ માટે દિકરા તમારી જેટલી પ્રશંસા કરુ એટલી કમ છે.તમે બંન્ને છોકરાવ મારું અભિમાન છો.પણ બેટા હું સંસારિક જીવનમાંથી નિવૃત્તિ ઈચ્છું છું.તુ અને વહૂએ મને ખુબ પ્રેમ આપ્યો છે,સારી વહૂ મળવી એતો ઈશ્વરનું વરદાન છે.દિકરા હું કોઇ દબાણવશ આ નિર્ણય ન લેતા મારા આત્માના સુખ ખાતર આ નિર્ણય લઈ રહ્યો છું.
બેટા સંસારિક ક્ષણિક સુખે મને અટવાઈ રાખેલો મને હવે ભાન થયુ,અમૂકને આ ભાન મૃત્યુ નજીક આવે ત્યારે થાય છે.પણ આનો કોઈ અર્થ નથી રહેતો.
"ફિર ક્યાં પછતાના જબ ચિડિયા ચૂગ ગઈ ખેત..."મને જ્યારે આ વાત સમજાઈ છે,એટલે હું વૈરાગ્ય તરફ પોતાના લથડતા કદમ ભરી રહ્યો છું.ભૌતિક સુખ મને હવે ત્રાસ લાગી રહ્યું છે.મને સંસારની મોહમાયા માંથી નિવૃત્તિ લેવાની ઇચ્છા છે,સાચું સુખ વૈરાગ્યનુ છે,જે મનને ભાવી ગયું છે,પ્રભુ કિર્તન કરવાની જીજીવિષાને સદાય જલતી રાખવી મારે,વૈરાગ્ય પંથે ચાલી જીવન સાર્થક બનાવવું છે મારે જેટલા દિવસ જીવાય એટલા પ્રભુના સ્મરણ કરી જીવાય આટલી મારી ઇચ્છા છે.
દિકરા મારાથી હવે આ બોજ નથી સહન થતો તુ અને વહૂ મને આદ્યાત્મિક સુખ તરફ માંડવા જઈ રહ્યો છું,તો મારા આ નિર્ણયને સમર્થન આપો એવી અભ્યર્થના સાથે...
અલક નિરંજન...
તારા પિતા
Comments
Post a Comment