એક મુફલિસ શાયર....

એક મુફલિસ શાયરને દિલ માં વસાવી લેજો,
મારી ગઝલને મારી નિશાની બનાવી દેજો..

મહેફિલમાં જો કદી પણ મારી કમી ખલે તો
મારી યાદમાં તમે બે આંસુ વહાવી દેજો..

દર્દ ભરી ગઝલનો ઉલ્લેખ થાય જયારે,
મારી લખેલી થોડી ગઝલો સુણાવી દેજો

મારી કલમના દુઃખનું કારણ કોઈ પૂછે તો,
મારા તૂટેલ દિલના ટુકડા બતાવી દેજો..

જાઉં છું, જો કદી ના પાછો ફરી શકું તો,
મારી કબર પર થોડા ફૂલો ચડાવી દેજો..

પૂછે જો કોઈ તમને કે, “આશ” નું થયું શું?
દીપક બુજાઈ ગ્યો એ, એવું જણાવી દેજો..

કવિતાદિન નિમિત્તે મારી કવિતા....
નજરથી આપની નજર મળી ને એક નાતો થઈ ગયો,
આપને પામવવાની ઝંખના જો આ દિલને થઈ
ત્યાં ધડકનથી મંજૂરી આપતો ઈશારો થઈ ગયો.
એ દિલ પ્રેમમાં ઓળઘોળ થવાની તને સજા મળી ગઈ
જાણે અજાણે મળતી આપ થી પ્રેમ મંજુરી,દિલ તુજ      
નાદાનીથી એ પણ ગઈ,પ્રેમ પ્રેમના ભ્રમરમાં આ દિલ 
સાથે ગજબની રમત થઈ ગઈ,અમે તો વિચારતા જ રહ્યા કે પ્રેમમાં શું ગફલત થઈ ગઈ,એ ને જીંદગી સાથે ગજબની 
મજાક થઈ ગઈ,દિલે ઈશ્ક મહોબ્બત કરી ને સજા આંખોએ ભોગવી,દિલની આહટે જાણે અજાણે દર્દભરી
ગઝલ રચાઈ ગયી,કોઈ પુછે "લફ્ઝ"આટલા શબ્દો લાવે ક્યાંથી તો મુઝ નાદાનથી કહેવાઈ ગયું કે,જ્યારે દિલ ઘવાય છે,કોઈની યાદમાં આંખ રડે છે,ત્યારે જાણે અજાણે શેર લખાય છે.કહેવાય કે સંગ એવો રંગ જોતજોતાં,
હું પોતાની જ નજરમાં અપરાધી બની થઈ ગઈ,
એ પ્રેમને મારા દુરથી નમસ્કાર,જેના સમયે,
ખળખળ વહેતી નદીમાં પ્રેમરૂપી ઉછાળા મારતા,
મોજાંઓએ તો એવી તે માઝા મુકી,કે જોતજોતાં,
દિલ સાથે પ્રેમના નામે અજુકતી મજાક થઈ ગઈ.
કેવુ ગજબનું ઝુનુન હશે,પ્રેમને પોતાનો બનાવવાનું!
આ દિવાનગી પથ્થર દિલ વ્યક્તિ પણ ઘાયલ મરીઝ બની જાય છે,વિધાતા પણ માનવોને  કેવી કેવી રમત રમાડે છે.

    શૈમી ઓઝા "લફ્ઝ"

  



Comments