અભાગણી
વિક્તા આજે ખુશ છે, તેના ઘરે મા લક્ષ્મીરૂપી દીકરીનું આગમન થાય છે. તેનો પતિ માયુસ કોઇ કંપનીના કામ અર્થે બહાર ગયેલો હોય છે, બધાં માયુસની રાહ જુએ છે, તેને આ સમાચાર મળતાંની સાથે તે ગાંડોતૂર બની જાય છે, તેનાં નેણ દિકરી ને જોવા તરસતાં હોય છે, તે ઘરે આવવા નીકળે છે.
વિક્તાના ઘરમાં આજે આનંદનો માહોલ છે,પણ એક સમાચાર જે આનંદને શોકમાં બદલી નાંખે છે. માયુસ જ્યારે ઘર પાછો ફરે છે, ત્યારે તેની કાર ટ્રક સાથે ટક્કરમાં આવતાં એક્સિડન્ટ થાય છે, તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે, ત્યારે માયુસની માતા આવનારી દિકરીને "હટ મુઈ અભાગણી" આવતાની સાથેજ મારો દિકરો ખાઇ ગઈ'', એમ કહીને આવનારી દિકરીની અવગણના કરે છે. વિક્તા તેની સાસુમાને બોલતાં અટકાવતાં કહે છે કે ખબરદાર મા મારી દિકરીને અભાગણી કહી છે, એતો મારું ખુન છે, માયુસનું હરતુ ફરતુ હદય છે, મારો પડછાયો છે, મારી દીકરી મારી પરી માટે તો મેં અને માયુસે સપનાં સજાવ્યાં હતાં, એનાં આવવાંથી તો એના પિતા બચી ગયાં છે, કોઇ મદદગાર મળી જતાં તે મરતાં મરતાં બચી ગયાં છે.
વિક્તા તેની આવનારી દિકરીનો આભાર માને છે, માયુસ પણ દિકરીને જોતાંની સાથે તેને છાતી સરસી ચાંપીને ચુંબનથી નવડાવે છે. આવનારી અભાગણી દિકરી એજ પોતાના પિતાનું જીવન બદલી નાંખે છે. માયુસ ની માતાને આવનારી દીકરીને અભાગણી બોલ્યાનું ભારાભાર દુ:ખ થાય છે. માયુસની માતાને બોલેલા વેણ પાછાં લેવા પડે છે.
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment