શિક્ષક દિવસ નિમિત્તે કેળવણી....
શિક્ષક દિવસ નિમિત્તે....
કેળવણી....
"ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર:ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તત્સમય શ્રી ગુરુ દેવો મહેશ્વર:"
આ શ્લોક ઘણું બધું સમજાઈ જાય છે.શિક્ષક એટલે ઘડતર કરનાર,પાલન કરનાર અને સંહાર કરનાર ત્રિદેવોના સ્વરૂપે પૂજવામાં આવે છે.સંસ્કૃતમાં શિક્ષકને પણ દેવ તુલ્ય માનવામાં આવે છે.સમાજને જો સુધારી શકશે તો એ વર્ગ છે,શિક્ષક અને પ્રોફેસર વર્ગ.શિક્ષકની શબ્દની શું વ્યાખ્યા આપું હું જે ખુદ વ્યાખ્યાનો ભંડાર છે.
કોઈપણ બાળકને પુછવામાં આવે કે બેટા તમારા આદર્શ કોણ?તો બાળક કહે મારા આદર્શ અમિતાભ બચ્ચન, સલમાનખાન,જયા બચ્ચન જેવા એક્ટર કે એક્ટ્રેસ નહીં,પણ મારા આદર્શ મારા પ્રોફેસર કે શિક્ષક ત્યારે આપણે સમજવું કે આપણે બાળકનું ઘડતર યોગ્ય દિશામાં કરી રહ્યા છીએ.સમાજમાં ચાલતી કુરિતી,અજ્ઞાનતા,ભ્રષ્ટાચાર,લાંચ,જેવો સડો જો કોઈ નિકાળી શકશે તો એ છે,શિક્ષક.કે જે સમાજમાં રહેલ અંધકાર અને અજ્ઞાન નામક અસુરનો નાશ કરી જ્ઞાનનો પ્રકાશ પાથરવાનુ કામ કરે છે.સમાજને એક નવી દિશા આપવાનું કામ કરે છે,ઘડતરનું કામ માનવ સમાજમાં બે વર્ગ કરે છે, એક કુંભાર અને બીજો શિક્ષક કે પ્રોફેસરવર્ગ.જે દેશના ભાવી નાગરિકનુ ઘડતર કરે છે.શિક્ષકનું વ્યક્તિત્વ વિદ્યાર્થી ભય પમાડે તેવું ન હોવુ જોઈએ,શિક્ષણ અને વિદ્યાર્થીઓ વચ્ચે મિત્રતાના સંબંધો કેળવાય તે જરૂરી છે.વિદ્યાર્થી જ્યારે એક ઉંમરના પડાવે પર પહોંચે છે,ત્યારે તે શિક્ષકના અમૂક સારા નરસા પાસાંઓ પોતાના જીવનમાં ઉતારવા પ્રયત્ન કરે છે.બાળકોને યોગ્ય દિશા આપવી.કોઈ બાળકોને ગેરમાર્ગે દોરવા નહીં.શિક્ષકને મન દરેક બાળકો સરખા હોવા જોઈએ,ભેદભાવ જેવો શબ્દ શિક્ષકની ડિક્શનરીમાં હોવો જ ન જોઈએ.શિક્ષક બાળકોને ઘેટાંના ટોળામાં ભૂલા પડેલા સાવજ વિદ્યાર્થીની આંતરિક શક્તિને ઓળખી તેને તે દિશામાં આગળ વધવા માટે પ્રેરવાનુ એટલું જ નહીં તેને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવાનું છે.
કોઈ સફળ વિદ્યાર્થીઓ પોતાના મનગમતા ક્ષેત્રમાં આગવું સ્થાન,નામના,
મેળવે તો તે જોતા જેની છાતી ગદગદ ફુલી જાય,તે સાચા શિક્ષકની નિશાની છે.જેને જોતાં વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ચમક આવી જાય એ સાચા શિક્ષકની નિશાની છે.જે પોતાના વિદ્યાર્થીઓ અને સગા બાળકો વચ્ચેનો ભેદ ભુલી દરેક બાળકમાં પોતાના જ બાળકની છબી નિહાળી દરેક બાળકોને સમાન ન્યાય આપે તે શ્રેષ્ઠ શિક્ષકની નિશાની છે. અનુશાસન,શિસ્તએ શિક્ષકનુ સાચું ઘરેણું છે,જેનાથી જ શિક્ષક ઉજળો લાગે છે.
5સપ્ટેમ્બરનો દિવસે "ડૉ સર્વ પલ્લી રાધાકૃષ્ણ સાહેબનો જન્મ દિવસ આવે છે,જે શિક્ષક દિન"તરીકે ઊજવાય છે.તે દિવસે સ્કુલ કોલેજમાં એક તહેવારની જેમ ઉજવાય છે.તે દિવસની તો તૈયારી ટીચરની સાથે પ્રિન્સિપાલ,સુપરવાઈઝર, એચ.ઓ.ડી.,ક્લાર્ક,પ્યૂન
વગેરે જેવી પોસ્ટમાં ભાગ લેવા માટે પડાપડી થાય છે. તે દિવસે પોતાની પોસ્ટ પ્રમાણે વિદ્યાર્થીઓનું વ્યક્તિત્વ નિખરી આવે છે,પણ વિદ્યાર્થીઓ માં ટીચર બની બાળકોને ભણાવવાનો જે આનંદ આવે છે તે અકલ્પનિય હોય છે.
શૈમી ઓઝા "લફ્ઝ"
ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન .
ReplyDelete