પત્ર:પિડિતાની વેદના....

પત્ર:4:જે સ્ત્રીનુ શારીરિક શોષણ થયું છે,તેવી સ્ત્રી નો સમાજને પત્ર...


                   નિર્ભયા...
                   
વિષય:શારીરિક શોષણ થયેલી સ્ત્રીનો સમાજને ચોટદાર પત્ર...

          આદરણીય સમાજના આગેવાનો,મને એક વાત જણાવતા બહુ ખેદ અનુભવાય છે,મારુ એકવાર શારીરિક શોષણ શું થયું, તમારા સૌ માટે તો હું અસ્પૃશ્ય બની ગઈ.તમને તો નિંદા કુથલી કરવાનો નવો વિષય મળ્યો હશે,હું જાણું છું.યાદ કરો દ્વાપરયુગમાં દ્રોપદીના ભરી સભામાં દ્રોપદીના ચીર ખેંચી દુશાસન અને દુર્યોધને દૃષ્ટતતા કરી તો પરિણામ શું આવ્યું કૌરવકૂળનો વિનાશ થયો.દ્રોપદી તો નસીબદાર હતી કે એના ચીર ભગવાન કૃષ્ણે પુર્યા હતાં,પણ હું એટલી સદનસીબ નોહતી.
મારી સાથે આ બનાવ શું બન્યો હું લાચાર,બિચારી,નકામી બની ગયી,મારા પરિવાર તરફથી પણ હું ત્યજાઈ ગયેલી.

મારું શારીરિક શોષણ થયું એમાં તમે કેટલાય તારણો નિકાળ્યા હશે,જેમકે મેં તેને ભડકાવ્યો હશે,મારા કપડાં બરાબર નોહતા વગેરે જેવા કપડાં અને આને તો કંઈ સબંધ નથી.કોઈ પરિવારના સંસ્કાર હલકા હોય તો એનો કોઈ ઈલાજ નથી,સાથે તમારી સંકુચિત માનસતાનો પણ કોઈ ઈલાજ નથી.
           મારું એકવાર શારીરિક શોષણ શું થયું તમે તો તમારા આકરા શાબ્દિક પ્રહારોથી તો હું જીવતાં જ મરી ગઈ.આજે આ મારી સાથે થયું.એવું તમારી મા બેન સાથે થઈ શકે છે,માટે આટલી મગરુરી સારી નહીં.હું તો આ દુનિયામાંથી તમારી ટીકા ન સહન થતાં આ દુનિયાથી અલવિદા થઈ જઈશ,તમે એવું માન્યું હશે,પણ તમે ખોટા છો.હું શું કામ ઝુકુ શારીરિક શોષણ થયું એમાં મારો કોઈ જ દોષ નથી,કોઈ પરિવાર ના છોકરાનો ઉછેર ખોટો ઉછેર અને સંસ્કાર ની ઉણપના લીધે હું મારું જીવન શું કામ ટૂકાવુ
તમે શું જાણો મારા મનની વેદના,તમે મારા ચારિત્ર્ય પર કિચડ ન ઉઠાવો તમને મારી નમ્ર વિનંતી છે.તમે શું જાણો છો આ ઘટના વિશે
જોયા જાણ્યા વગર બસ તારણો જ નિકાળવાના આમ તો તમે મંદિરમા રહેલી પથ્થરની સ્ત્રીની પૂજા કરી જીવતી સ્ત્રીને જીવતે જી મારો છો,તમે મદદ ન કરો તો કંઈ જ નહીં પણ ખોટા તારણો નિકાળી મને બદનામ ન કરો.

          તમે ભલે વડીલો રહ્યા પણ તમારા માનસ નાના બાળકો કરતાંય ટુંકા છે.પહેલાં વિચારો સુધારો પછી દેવી માં ની પૂજા કરજો નહીં તો તમારી પૂજા દેવી માં પણ તમારી પૂજા નહીં સ્વીકારે.


        તમારી અળખામણી 
            નિર્ભયા..

Comments

Popular Posts