વચન દિવસ...
વચન દિવસ....
જીંદગી આપણે સાથે ન વિતાવી શક્યા તો શું થઈ ગયું સાથે વિતાવેલી પળો ના સહારે જીવવું એ મારુ વચન છે તને....
સમણા તો ખૂબ સજાવેલા
નસીબ સામે સૌ લાચાર લાચારીમા ખુશીઓ શોધી મજાથી રહીશું આ વચન છે તને.
એકબીજાને મળ્યા પછી જે આદત દિલને પડી ગઈ
એ હવે દૂર કરી મસ્ત જીવશુ આ વચન છે તને...
એકબીજા સાથે ઘરડા થવાનું,એકબીજા જેવા છીએ એવા સહજ સ્વીકારી લેશું આ વચન છે તને...
તારા વિના જીવન સુનુ લાગે છે,રાત ઉજાગરા કરાવે,આંખોના અશ્રુરુપી દરિયામાંથી બહાર આવી દુનિયાની હકીકતનો સામનો કરશું આ વચન છે તને...
ઈચ્છા હતી સપ્તપદીના ફેરા લઈ એકબીજાના પાક્કા હમસફર બનશુ પરંતુ જીવનના વળાંક ને મંજૂર નો હતું,એકબીજા દિલના એકખુણે અકબંધ રાખશું આ વચન છે તને...
અંતરમાં હતા ઓરતા ઘણાં,પરંતુ ઉંબરો નડ્યો વ્હાલમ,કંઈ પણ થાય દરેક પરિસ્થિતિને ખુશીથી ગળે લગાવી જીવી લેશું આ વચન છે મારુ આપને...
જીવન ખુશ લાંબી મુસાફરી છે,આ યાત્રા સહકુશળે પાર પડે તેવી આશા રાખી પોતાના કામથી લોકદિલમા જગા બનાવશુ,સાથે ન જીવ્યા તો શું થઈ ગયું ઈશ્વરના દરબારમાં મળીશું આ વચન છે તને...
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment