મારુ પ્રિય પુસ્તક "દિવાસ્વપ્ન"
મારુ પ્રિય પુસ્તક....'દિવાસ્વપ્ન'
લેખક શ્રી:ગિજુભાઈ બધેકા
વ્યવસાય:શિક્ષક
સાહિત્ય પ્રકાર:પુસ્તક સમીક્ષા
મને લેખનની સાથે વાંચનનો પણ શોખ છે.મને જે મન પડે તે પુસ્તક વાંચુ છું, નિજાનંદ માટે વાંચુ છું.દિવાસ્વપ્ન પુસ્તક જે મને ખુબ ગમ્યું.જે મને ખુબ રસપ્રદ રહ્યું.કે જ્યાં સુધી પુરુ ન થયું ત્યાં સુધી હું સુઈ પણ નહીં.ભાષાનો મઠાર,સુઘળતા,ભાષાનો સદુપયોગ,જોડણીદોષ જેવી સમસ્યા દુર થાય છે,જ્ઞાનમાં વધારો થાય છે. જેવા કૌશલ્યો ખીલે છે.લખાણમાં શબ્દભંડોળ વધે છે.આ તો રહી વાંચનના ઉપયોગની વાત કરુ હું મારી પ્રિય બૂક "દિવાસ્વપ્ન" વિશે જણાવીશ જેના લેખક છે,શ્રી ગીજુભાઈ બધેકા છે.તેઓ "મુછાળી માં"
ભાવનગરના સણોસરા પાસે આવેલ દક્ષિણામૂર્તિ સંસ્થામાં તેઓ કાર્યરત હતા.નાના બાળકોને કેવી રીતે સમજવા તેની ઝલક તેમના પુસ્તકમાં દેખાડી છે.
જેમને સારા શિક્ષક બનવું હોય એને આ બુક વાંચવી જ રહી.બહુ ઉપયોગી થાય તેવી સરળ પુસ્તક છે.બાળકોને શું સમસ્યા આવે છે બાળકને ક્યાં તકલીફ પડે છે એનો ખ્યાલ જો માતા પિતા પછી જો કોઈને હોય તો તે ગુરુ છે.બાળકના મનને સરળતાથી સમજી શકાય તો બાળકને અભ્યાસ તરફ વાળવા બહુ સરળ છે.બાળકો કરવામાં આવતું કડકવર્તન બાળકોને હતાશા,
નિરાશા,ઉદાસીનતા,તનાવ તરફ ધકેલે છે.બાળકોને આપના નામ માત્રથી બાળક થરથર ધ્રૂજી પડે એ તમારા વ્યક્તિત્વ પર ખરાબ લાગેલો ખરાબ દાગ છે,જેને નિકાળતા નિકાળતા વર્ષો વિતી જાય છે.બાળકો એ આપણું આવતીકાલનું ભવિષ્ય છે.
એમની જોડે ધાકધમકીથી નહીં પણ પ્રેમથી પણ કામ લઈ જ શકાય છે.બાળકોને જો અભ્યાસ તરફ જે તત્વ વાળી શકે તો એ પ્રેમ અને પ્રોત્સાહન છે.બાળકને સારા કામ માટે પ્રોત્સાહન પુરુ પાડવું,અને ભૂલ બદલે તેમને આખાય વર્ગખંડ વચ્ચે ઉતારી ન પાડવા તેમને એકલા હોય ત્યારે ભુલ બાબતે ધ્યાન દોરવું.દરેક બાળક ખુશ રહેવા,પ્રસન્ન રહેવા આવ્યું છે.બાળકને સમજવા
તેમને નજીકથી જાણવા સમજવા તેમની સાથે મિત્રતાનો અનુબંધ કેળવવો જ રહ્યો.
બાળકોનું માનસ કૂમળૂ હોય છે.તેને જેમવાળો તેમ વળે છે,જેવું જોવે તેવું શીખે છે.ગીજુભાઈ બધેકા બાળકના સર્વાંગીવિકાસ પર વધુ ભાર મૂકે છે.વર્ગખંડમાં મળતા ચોપડિયા ભારવાળા ભણતરથી ઉઠી તેઓ વર્ગખંડમાં મળતા શિક્ષણની સાથે વર્ગખંડની બહાર લેવાતા અનૌપચારિક શિક્ષણની વાત પર તેઓ વધુ ભાર મુકે છે.બાળકનો વિકાસ કરવો હશે તો એને ઔપચારિક શિક્ષણની માંગ તો છે એના વગર નહીં ચાલે પણ જીવનના પાઠ શીખવવા સ્કુલ કોલેજ અસમર્થ છે આ વાક્ય પણ સ્વીકારવુ જ રહ્યું....
શૈમી ઓઝા "લફ્ઝ"
Nice
ReplyDeleteઆભાર જી
ReplyDelete