ચોકલેટ ડે (કવિતા)..
ચોકલેટ દિવસ.
-----------------------
આપણે એકબીજા સાથે વિતાવેલી મધુર પળ મને ચોકલેટ જેવી લાગે છે,
તારા હોઠથી ઝરતા
એક એક શબ્દો જે ચોકલેટ જેવા મધુર લાગે છે.
ચોકલેટ ડે તો ખાલી સંજોગ છે,મારે મન તો તુ જ ચોકલેટ છે.
ચોકલેટ એ કોકો પાઉડર,મિલ્ક પાઉડર,ખાંડથી બનતું
સંયોજન છે,જે નાના મોટા સૌને પ્રિય છે,પણ શું કહું મને તારી સામે ચોકલેટ પણ ફીકી લાગે વ્હાલમ...
તારો સાથ મને ચોકલેટથી
પણ વધુ મીઠો લાગે.
ચોકલેટ બગડેલા ગુચવાયેલા સબંધો સુધારે,
દેખાવે કડક મોઢામાં પિગળી સ્વાદમાં મિઠાશ વધારે,પરંતુ એથી વધુ મીઠો તારો સંગાથ છે,જે મને ચોકલેટ જેવી અનુભૂતિ કરાવે વ્હાલમ.
ચોકલેટ ઉદાસ ચહેરાને રિઝવે પરંતુ તારી ચોકલેટ જેવી મીઠી વાતો તારા તરફ મને ખેંચે,શુ કરુ આ દિલને તારા જેવા ચોકલેટી વ્યક્તિત્વની આદત પડી
ગઈ છે,જેટલા બહાર નીકળીયે એટલા વધુ અંદર ઉતરાય છે.તારું નખરાળુ દિલને હણી નાખે તેવુ મધુર સ્મિત એજ મારે મન ચોકલેટ છે.
ચોકલેટ દિવસની ઉજવણી માટે એક દિવસ શું કામ,તારા નખરાળા હાસ્યરુપી બાણ દિલમા સતત ઝંઝાવાત લાવતા રહે એજ મારો તો મારે મન 365દિવસ ચોકલેટ દિવસ
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment