નવલકથા:ઉડાન. પ્રકરણ:10.હીરનો ઉછેર....
પ્રકરણ:10.હીરનો ઉછેર....
હીરને એક મિનિટ પણ આંખ સામેથી દુર ન કરતી.જેને જોતાં જ હ્રદય વ્હાલથી ઉભરાઇ જાય તેવી નાની માસુમ બાળકી હતી.હીર લડખડાતા પગલે ચાલી રહી હતી,અને સ્મૃતિ ઘેલી માં બની દિકરીની એક એક યાદગાર પળો પોતાના નયનરુપી કેમેરામાં કેદ કરી રહી હતી. હીર કાલીઘેલી ભાષામાં બોલતીને સ્મૃતિને ખુશીથી પાગલ કરી નાંખતી,પણ હીરની શરારત કોઈવાર સ્મૃતિને ગુસ્સે પણ કરી દેતી,પણ હીરનુ દયામણું મોઢું એને વ્હાલ કરવા લાચાર કરી નાંખતુ.
માં...માં...કરતી હીર સ્મૃતિને વ્હાલી લાગતી.
ઉર્વી કહે "એ....સ્મૃતિ તું મને ભુલી જ ગઈ,તારી ઢીંગલી આવી તું તો તારી મિત્રને ભુલી જ ગઈ."આટલું કહી ઉર્વી તો ફરિયાદનો પોટલો ઠાલવવા લાગી.
ઉર્વી તું જાણે છે ને હું ઓફિસથી ઘરને ઘરથી ઓફિસ ફ્રી જ નથી પડતી.આ ગુડિયાને તો મારી સાથે ઓફિસ લઈ જાઉ છું.અહીં કોના ભરોસે મૂકુ મારી આ ઢીંગલી.મારી ઢીગલી મારી નજર સમક્ષ રહે તો મારું હૈયું ઠરે છે.એતો તને ખબર છે"આટલુ કહી સ્મૃતિ રડી પડી.
ઉર્વીના બાળકો પણ સ્મૃતિને છોટી માં કહીને ભેટી પડ્યા."
સ્મૃતિએ બંન્ને બાળકોને ખોળામાં બેસાડી તેમની જોડે રમતે વળી ગઈ.ઉર્વીના બાળકો પર સ્મૃતિના પ્રેમમાં કોઈ જ ખોટ ન વર્તાઈ.આ જોઈ ઉર્વી ભાવૂક થઈ ગઈ.તે ઈશ્વરને મનોમન વિનનવા લાગી"કે મારી સખી સ્મૃતિની આ ખુશી આમ જ રહેવા દેજો ઈશ્વર. ઈશ્વર પણ ઉર્વીની પ્રાર્થના સાંભળી રહ્યા ન હોય તેવો આભાસ થતો હતો.
હીરને આડોશ પાડોશનાં લોકો તેને લાડ લડવતાં ન થાકતાં.ધીરે ધીરે હીર મોટી થવા લાગી,તેની ઉંમરની સાથે સુંદરતા પણ ખીલી રહી હતી.સ્મૃતિ તેનો રાજકુમારીની જેમ ઉછેર કરી રહી હતી.હીરને કોઈ વસ્તુની કમી ન સારવા દેતી.હીરનુ રડવું સ્મૃતિ ને બેચેન કરી નાંખતું
હીર એતો સ્મૃતિનું હરતુંફરતું હ્રદય હતી,જેનામાં સ્મૃતિનાં પ્રાણ વસતાં હતાં, હીર તેની સગી દિકરી નહતી,પરંતુ સગી દિકરી કરતાંય પણ વિશેષ પ્રિય હતી.
હીરને પણ સ્મૃતિ જોડે ફાવી ગયું હતું.તેને જો સ્મૃતિને નજર સમક્ષ ન જુએ તો રડીને આખું ઘર માથે
લેતી.માં દિકરીના આ સંબંધ જોઈ કોઈ સ્મૃતિને પાગલ કહેતું તો કોઈ તેને માતા યશોદાનુ બીજું સ્વરૂપ માનતું હતું.
લોકો પોતાના વિચાર અને બુદ્ધિ પ્રમાણે અલગ અલગ અનુમાન લગાવતાં.પણ એનાથી હીર અને સ્મૃતિના સંબંધ માં કોઈ તરાર ન આવી.સ્મૃતિ અને હીરના સંબંધો આગળ કેવા રહે છે?
વધુમાં હવે આગળ...
Comments
Post a Comment