નવલકથા:ઉડાન.પ્રકરણ:11.સ્મૃતિ અને હીરના મધૂર સંબંધો....
પ્રકરણ:11સ્મૃતિ અને હીરના મધૂર સંબંધો....
હીરે તો તેને એવા માયાનાં તાંતણે બાંધી દીધી કે હીર નાં રહેતા તો સ્મૃતિએ પોતાના સંતાનનો તો વિચાર -સુધાંય ન કર્યો. હીર રંગે શ્વેતવર્ણી,શરીરે પાતળી,માંજરી આંખો વાળી ગુલાબી નાજુક હોઠ પાતળા નાજુક હાથ હતાં, પગમાં પહેરેલાં ઝાંઝરનાં ખમખમ આવાજે સ્મૃતિનું ઘર રોનકથી ગુંજી ઉઠતું,હીરનાં હસતાં ચહેરેતો સ્મૃતિની પ્રભાત થતી.હીરનો ઉદાસ ચહેરો સ્મૃતિ જીવતે જી મરવા માટે પ્રેરતો સ્મૃતિ જેવી મમ્મી મેળવીને હીર પોતાને ભાગ્યશાળી સમજતી હતી.તે ભલે હીરને જન્મ દેનાર દેવકી માતા ન બની શકી પણ તે હીરની પાલક માતા જશોદાની તો ભૂમિકા તો તેને બખૂબીથી નિભાવીને સમાજને એક નવો દાખલો આપ્યો.લોકોનું સાવકી માતા માટેનું વલણ ખરાબ હોય છે પરંતુ લોકોની આ જડ ધારણાને પણ સ્મૃતિએ તદ્દન ખોટી કરીને બતાવી.માં દિકરી વચ્ચે ગહેરી મિત્રતા થઈ ગઈ.
સ્મૃતિ અને હીર એકબીજા વગર રહી જ ન શકે.હીરને જોઈ સ્મૃતિ ઓવારણાં લીધે ન થાકતી.સ્મૃતિ હીરને કદી ક્યાંય એકલી ન મુકતી.સ્મૃતિ અને હીર એમની વાતોમાં ખોવાઈ જાતા.સ્મૃતિને હીરરૂપે નાનકડી સખી જો મળી ગઈ હતી.સ્મૃતિએ હીરની પરવરિશ માટે સર્ચસ્વ ખુશીઓ હોમી દીધી હતી.
સ્મૃતિ માટે લગ્નની વાતો તો ઘણી આવતી,સ્મૃતિની મિત્ર લગ્નમાટે તેને ઘણું સમજાવતી કારણ કે તેની ફૂલ જેવી કોમળ બાળકી હીરનો પણ વિચાર કરવાનો હતો."હીરને નવા પપ્પા કેવા મળશે?કોઈ પુરુષ એની ફૂલ જેવી દિકરીને પોતાનું નામ આપશે કે કેમ?સમાજમાં બનતાં અમૂક બનાવે તેને મનથી તોડી નાંખેલી,મારી લાડકી સાથે કંઈ ન બનવા જેવું બન્યું તો હું તો ક્યાયની પણ ન રહું,મારા થનાર જીવનસાથીએ મારી દિકરીને ન અપનાવી તો!મારી ફૂલ જેવી ઢીંગલી હીર નું કોણ!"સ્મૃતિને હીરની ચિંતા તેને વારંવાર સતાવતી રહેતી.
માટે સ્મૃતિ કોઈ પણ હિસાબે લગ્ન માટે તૈયાર ન જ થઈ.
સૌ સ્મૃતિની જીદ્દ સામે ઝૂકી ગયાં.
"મમ્મા મમ્મા હું ઉર્વી આન્ટીના ઘરે રમવા જાવ.
મને ભૈલુ અને દીદી બોલાવવા આવ્યા છે."હીર સ્મૃતિની પરમિશન લેવા આવી.
"બેટા હીર ઊભી તો રહે અરે મારી દિકરી ઊભી રહે ચાલ હું પણ આવું આમ પણ મને પણ ઉર્વીના ઘર બેસવા ગયે.વર્ષ થઈ ગયું છે તો ચાલ આપણે સાથે જઈએ,
"આટલું કહીને સ્મૃતિ પણ હીર સાથે આવી,હીર અને સ્મૃતિ બંન્ને ઉર્વીના ઘરે આવ્યા.બંન્ને મિત્રો વાતે વળગી ગયેલી.
સ્મૃતિ પણ હીર સામે નાનકડું બાળક બની જાતી,કોઈને માં દિકરીના આવા મધૂર સંબંધ જોઈને ઈર્ષા આવતી,કાતો સ્મૃતિની માનસિક હાલત પર હસતાં,તો કોઈ વણ માંગ્યા સલાહકાર પોતાના અને સાવકા સંતાનની પરિભાષા સમજાવવા આવી જાય પણ તે સ્મૃતિના મોંઢાની સાંભળીને જતાં.સ્મૃતિ અને હીરનો સંબંધ ઈશ્વરે આપ્યો હતો,એને ચાહકર પણ કોઈ અલગ ન કરી શકે.
આમને આમ દિવસો વિતતા ગયા.
વધૂમાં આગળના અંકે.....
Comments
Post a Comment