નવલકથા:ઉડાન પ્રકરણ:12.સ્મૃતિની અચાનક બગડતી તબિયત...

પ્રકરણ:12.સ્મૃતિની અચાનક બગડતી તબિયત...

          ઓફિસમાં જઈ કામ પરવારી ઘરે આવી,થાકી પાકી સુઇ ગઈ.મમ્મીને થાકી પાકી સુતી જોઈ હીરથી ન રહેવાયું "મમ્મા શું થયું તને...???તને ઠીક તો છે,ને મમ્મા ??"આટલું કહી હીર સ્મૃતિ તેની મમ્માની કાળજી લઈ રહી હતી.નાનકડી હીરને નાજુક નાજુક હાથથી સ્મૃતિની સેવા કરી રહી હતી.આ જોઈ સ્મૃતિની આંખો ભરાઈ આવી.હીર વ્હાલથી હીર કહે "મમ્મા મમ્મા જો મેં બધું કરી રાખ્યું છે.તું સુઇ જા...જો... મેં બધું તૈયાર જ રાખ્યું છે.તું આરામ કર...

                 "પણ...બેટા હીર...આટલું કહીને સ્મૃતિ અટકાઈ જ ગઈ.નો...મમ્મા નો...એક્સક્યુઝ...આજે તુ આરામ કર...તારે કશું જ બોલવાનું નથી"બધું બાકી હું સંભાળી લઈશ,આટલું કહી હીર સ્મૃતિને પ્રેમથી સુવડાવી દે છે.નાનકડી બાળકી હીરને આટલી કાળજી લેતાં જોઈ સ્મૃતિ ભૂતકાળમાં ખોવાઈ જાય છે.તેને પોતાની મમ્મી યાદ આવી જાય છે.તે રડતાં પોતાને રોકી નથી શકતી.

                      આખી રાત તે સુઇ નહીં.આમને આમ દિવસ થઈ ઉગી ગયો.સવારે ઊઠી ફટાફટ તૈયાર થઈ સ્મૃતિ ઓફીસની જવાની તૈયારી કરવા લાગી.દૂધ ગેસ ઉપર મૂકી સ્મૃતિનું મગજ એકાએક વિચારે ચડી ગયું.હીર પણ વહેલી ઉઠી મમ્મીને મદદ કરાવતી નાનકડી પાંચ વર્ષની હીરને આમ કરતાં જોઈ સ્મૃતિ મનોમન રડી પડી.પણ એ વર્કિંગ વૂમન હતી,તે પોતાની દિકરી જોડે સમય વિતાવવા માંગતી છતાંય ન વિતાવી શકતી.એનો તેને અફસોસ હતો.

                  પણ આજે ન જાણે કેમ સ્મૃતિ આજે ચિંતાના વાદળોથી ઘેરાયેલી હતી.તે પાસે હોવાં છતાં દુધ ઉભરાઈ જાતુ જોઈ નાનકડી હીર આવી જાય છે.,દુધને ઉભરાવવાની તૈયારીમાં જોઈ,ત્યાં તેની દિકરી હીર અચાનક જ આવી ગઈ,તેને દૂધનો ગેસ બંધ કર્યો.તેને પોતાની મમ્મીને પહેલાં તેને આટલી ચિંતીત નહતી જોઈ.હીર ભલે નાની હતી પણ તે કહ્યાં વગર જ બધું સમજી જતી.તે મમ્મીના મનની વ્યથા સમજી જાતી.પણ નાનકડી હીર હતી ખુબ ચાલાક તે મમ્મીના મોઢે સાંભળવા માંગતી હતી.

                      "મેં કોઇ ભૂલ કરી જેનાથી મમ્મા તને ઠેસ પહોંચી હોય તો હું તારી માફી માંગુ છું,સોરી...સોરી...મમ્મા...."આટલું કહી હીર સ્મૃતિને ભેટી પડી.

                       તેને મમ્મીને પ્રેમથી ભેટીને કહ્યું કે "મમ્મી શું વાત છે,હું તને બે દિવસથી આમ ચિંતામાં ડુબેલી જોવું છું આનું શું કારણ હું જાણી શકુ ?તારી તબિયત તો ઠીક છે ને? તો પછી શું થયું તને?મમ્મી મને કહે ને શું વાત છે?મમ્મા આપણે બે જણ જ કાફી છીએ પ્રોબ્લેમ્સ સામે લડવામાં કહે ને શું વાત છે.

સ્મૃતિની શું ચિંતા છે હશે??વધુમાં આગળના અંકે.....

Comments

Popular Posts