નવલકથા:ઉડાન પ્રકરણ:13.એકાએક હીરનુ લાપતા થઈ જવું...
પ્રકરણ:13.એકાએક હીરનુ લાપતા થઈ જવું...
સ્મૃતિએ સારામાં સારી સ્કૂલમાં હીરનુ એડમિશન કરાવ્યું.હીરનો સ્કુલમાં પહેલો દિવસ હતો,હીર સ્કુલ જવા માટે એક્સાઈટેડ હતી માટે તો વહેલી તૈયાર થઈ ગયેલી."મમ્મા આજે જો હું વહેલી ઊઠી ગઈ,હીર સ્મૃતિના ચરણ સ્પર્શ કરતાં કહે મમ્મા હું પણ તારા જેવી બ્રિલિયન્ટ યુવતી બનું અને તારી જ રાહ ઉપર ચાલુ એવા મને આશીર્વાદ આપ."હીરને પ્રેમથી આશીર્વાદ આપતાં કહે"તારા જીવનની નવી શરૂઆત કરવા જઈ રહી છે.તું સફળ થા દિકરા જીવનમાં સદાય વિજયી બન એવી શુભકામનાઓ,તને ખુશ જોઈ દિકરા મારાય હૈયામાં હરખ સમાતો નથી.તુ સદાય આમ જ ખુશ રહે મારા બચ્ચા..."સ્મૃતિ પણ એટલી જ એક્સાઈટેડ હતી.હીર સ્કુલ યુનીફોર્મમાં તૈયાર થઈ રહી હતી.સ્મૃતિ પોતાની કાર બહાર નિકાળી.હીરને સ્કુલ ડ્રોપ કરી હીર ઓફિસ જવાને બદલે ઘરે આવી.સિનિયર સર પાસે સી.એલ.કરાવી.સ્મૃતિ ઘરે જ રહી ગઈ,મન બેચેન લાગી રહ્યું હતું, એજ જૂની પુરાણી યાદો ન જાણે અચેતન મનમાંથી ઉભરાઈ આવી ન હોય તેવો ભાસ થતો હતો.સ્મૃતિના શાંત મનમાં આક્રોશરૂપી ચિંગારીએ જન્મ લીધો હતો.
સ્મૃતિએ ખુબ પોતાની જાતને વાળવાનો ખુબ પ્રયાસ કર્યો પણ સ્મૃતિનું શાંત મન કેમેય કરી આજે શાંત રહે તેમ નો'હતુ.
મારી કંઈ ભૂલની મને સજા મળી.મમ્મી પપ્પા આટલા સ્વાર્થી કેવી રીતે નિકળી શકે?જેમને સંતાનની ખુશી પસંદ ન કરતા સમાજને પ્રભુત્વ આપ્યું.પરંતુ હવે હું પણ કંઈ તેમને મનાવવા જાવાની નથી.હરી ઈચ્છા સામે સૌ લાચાર.પણ મમ્મી પપ્પાએ સ્મૃતિ જોડે સંબંધ કાપી નાંખ્યો હોય,એટલે યાદ કરવાનો પણ કોઈ ફાયદો નથી એ પણ તો આખરે દિકરી છેને ક્યાં સુધી ખુદને રોકી શકતી.એ સ્મૃતિ મમ્મી પપ્પાનો સંપર્ક કરવાના બહુ પ્રયત્નો કર્યા,પરંતુ બધું વ્યર્થ છે હવે વિચારવાનો કોઈ અર્થ નથી.જે થવાનું હશે તે
થાશે.
આમને આમ સ્કુલ છૂટવાનો ટાઈમ થઈ ગયો.સ્મૃતિને ભાન પણ ન રહ્યું.
"અરે...શું...હું...પણ...હીર....બિચારી... મારી...રાહ જોતી હશે...?ને હું વિચારોમાં અટવાઈ ગઈ અરે...હાય...હાય...મારી દિકરી અહીં નવી નવી છે,એને કંઈ જોયું પણ નથી.ફૂલ સ્પીડે ગાડી દોડાવી તે હીરની સ્કુલે પહોંચી ગઈ.સ્કુલ ગેટે હીર ન દેખાતા હ્રદયના ધબકારા વધી ગયાં.વોચમેનને પોતાની વ્હાલસોયી દિકરીનો ફોટો બતાવી કહ્યું"તમે આ છોકરીને જોઇ છે....?હીર...હીર...દિકરા ક્યાં છે તું?
કરીને આખીય સ્કુલ ઊંચી કરી નાંખી.
વોચમેન કહે "બહેન હું તમારી હાલત સમજુ છું,પણ હું
તો રહ્યો વોચમેન મને તો ખબર ન હોય અહીં તો કેટલાય બાળકો હોય મને ક્યાંથી ખબર હોય?વધુમાં કહે તમે પ્રિન્સિપાલને જ મળી લો.કદાચ એમને ખબર હોય..."
સ્મૃતિ અધીરી થઈ"છોકરીનો ફોટો બતાવતા કહે"મેડમ તમે આ છોકરીને જોઈ?"પ્રિન્સિપાલ રડતી સ્મૃતિને હિંમત આપતાં કહે"બહેન હું અહીં નવી નવી જ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે લાગી છું,તો મને ન ખબર હોય... પણ સ્મૃતિને રડતાં જોઈ તેમનુ પણ હ્રદય ભરાઈ આવ્યું.બહેન હિંમત રાખો તમને મળી જશે...ત્યાં જ એક ટીચર આવ્યા એ ટીચર હીરના ન્યૂઝ લઈને આવે છે?હીરના સંદર્ભમાં માહિતી લાવે છે કે કેમ?
વધુમાં હવે આગળ....
Comments
Post a Comment