નવલકથા:ઉડાન:પ્રકરણ:14કિડનાપ થઈ ગયેલી હીરને શોધવા પ્રક્રિયાનો પ્રારંભ...1

પ્રકરણ:14કિડનાપ થઈ ગયેલી હીરને શોધવા પ્રક્રિયાનો પ્રારંભ...1

                   એ ટીચર રડતી સ્મૃતિને જોઈ પ્રિન્સિપાલને ઈશારા થકી કારણ પુછે છે.સ્મૃતિ અજાણી સ્કુલ ટીચર પાસે પહોંચી એક છોકરીનો ફોટો બતાવતા કહે"એ મેડમ તમે આ છોકરીને જોઈ હીર...ક્યાં ગઈ મારી?...તમે એને જોઈ મારી ઢીંગલી ક્યાં ગુમ થઈ ગઈ?...આટલું કહી સ્મૃતિ ચોધાર આંસુએ રડી પડી સ્મૃતિને આમ રડતા જોઈ અજાણી ટીચરનુ પણ મન ભરાઈ આવ્યું.તેઓ પણ એક માં હતી,એક માં જ બીજી માં નું દર્દ સમજી શકે છે.તેઓ પુછે છે કે "તમે એજ સ્મૃતિબહેન છો કે જે સામાજિક સંસ્થા ચલાવે છે?જે સંસ્થા અને સંસ્થાના સ્થાપક જરૂરિયાતમંદ લોકોની મદદ માટે હંમેશા સજાગ રહે છે,તે સ્મૃતિ બહેન આમ હારી જાય એ કેટલે અંશે યોગ્ય છે?બહેન સૌ સારા વાના થઈ જશે તમે રડશો નહીં.
તમે આમ નિરાશ ન થાવ અમે સૌ તમારી સાથે છીએ,તમે આમ હારી ન જાશો,રડતી સ્મૃતિને પાણીનો ગ્લાસ આપતાં તે ટીચર કહે છે કે મેડમ હું તમારી ફેન છું."પણ સ્મૃતિ કંઈ જ સાંભળવાના મૂડમા નોહતી.પ્રિન્સિપાલ પણ સ્મૃતિને હિંમત પાઠવતા કહે બહેન આપની લાપતા દિકરીને શોધવામાં અમે સૌ આપની મદદ કરશું.તમે હિંમત રાખો.સ્મૃતિ અને પ્રિન્સિપાલની ચાલતી વાતચીતમાં એક નાનકડી છોકરી હાંફતી હાંફતી આવે છે.તેના અવાજમાં ગભરાટ સાફ સાફ વંચાઈ રહી હતી.
"મેડમ હીર મારી સહેલી છે,એને ઉઠાવી ગયાં?મેં ઓળખવાના બહુ પ્રયાસ કર્યા પણ વ્યર્થ.મેડમ એ તેજીની ભાગી ગયા.હું ચાહકર પણ એની મદદ ન કરી શકી."
આટલું કહી નાની છોકરી રડી પડી.

                          આ સાંભળી જાણે સ્મૃતિના હોશ જ ઉડી ગયા.તે હીરને શોધશે તો ક્યાં શોધશે આટલા મોટા શહેરમાં.પ્રિન્સિપાલ મેડમ અને ટીચર સૌ રડતી સ્મૃતિને ધીરજ પાઠવી રહ્યા હતા.સ્મૃતિબહેન તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તો નોધાવી દો.આપણે મરતાં દમ સુધી લડીશુ અમે તમારી સાથે જ છીએ.તમે હિંમત રાખો સ્મૃતિ આ સાંભળીને સ્મૃતિને ખોવાયેલી હિંમત પાછી આવી.સ્મૃતિને સપોર્ટ કરતા પેલી નાનકડી છોકરી કહે છે આન્ટી હું પણ આવું આપની સાથે પોલીસ સ્ટેશન.

             પ્રિન્સિપાલ અને ટીચરથી ઉત્સુકતાવશ પુછાઈ ગયું,"બેટા તારે શું કામ જાવું છે?તું હજુ નાનકડી છે?તને પોલીસ સ્ટેશનમાં ડર નહીં લાગે?"

            નાનકડી છોકરી જુસ્સા સાથે કહે" મેડમ આપણો જન્મ બીજાની મદદ કરવા માટે થયો છે,આપણે જો બીજાને મદદ ન કરી શકીએ તો આપણો માનવ જન્મ વ્યર્થ છે. જુલ્મને સહન કરવો જેટલું પાપ છે,એનાય કરતાં મોટું પાપ જુલ્મ થતાં જોવો તે છે.આજ હીર છે કાલ હું પણ હોઈ શકું છું,વાત રહી મમ્મી પપ્પાની હું મારા મમ્મી પપ્પાને પછી મનાવી લઈશ.ચાલો આન્ટી હું આવું છું,તમે હિંમત રાખો આન્ટી હીર જલ્દી મળી જશે

                    નાનકડી છોકરી જે વાક્યો કહી ગઈ એ સાંભળી સ્ટાફના ટીચરની આંખો ભરાઈ આવી,તેમનાથી આજે કહ્યા વગર ન રહેવાયું.આપણે ભલે ઉંમર વટાવી ગયાં પણ,નાની બાળકી આપણને જીવનની શિક્ષા આપી ગઈ.જે અમે અત્યાર સુધી ન શીખી શક્યા બેટા તને ધન્ય છે.તારા મમ્મી પપ્પાને જેને આટલી બહાદુર દિકરીને જન્મ આપ્યો છે.

                  સ્મૃતિએ મનોમન સંકલ્પ કર્યો કે પોતાની દિકરી માટે જો દુનિયાને ખેદાન મેદાન કરવી પડશે તો કરી નાંખશે.આ સંકલ્પમાં એક લાચાર માતાની પીડા આક્રોશ બનીને છલકાઈ રહી હતી.હવે જરાય પણ સમય બગાડ્યા વગર સ્મૃતિ અને નાનકડી છોકરી બેઉ સફાળા પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય છે.સ્મૃતિને પોલીસ સ્ટેશનમાં ન્યાય મળે છે કે કેમ ?

વધુમાં હવે આગળ....

Comments

Popular Posts