નવલકથા:ઉડાન પ્રકરણ:15.કિડનાપ થઈ ગયેલી હીરને શોધવા પ્રક્રિયાનો પ્રારંભ....2
પ્રકરણ:15 કિડનાપ થઈ ગયેલી હીરને શોધવા પ્રક્રિયાનો પ્રારંભ....2
પોલીસ સ્ટેશનમાં સૌ પોલીસ સ્ટાફ લંચબ્રેકમાં અટ્ટાહાસ્ય વાર્તાલાભ કરતા હોય છે.ત્યાં અચાનક સ્મૃતિ અને નાની બાળકી બેઉ પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય છે.તેમને આવી રીતે અધીરા જોઈ પોલીસ સ્ટેશનના સ્ટાફ મિત્રોની અંદરોઅંદર ચહલપહલ મચી જાય છે.
પી.એસ.આઈ.અમી વેગડાએ અધીરા થયેલા સ્ટાફ મિત્રોને શાંતિ રાખવાનું સૂચન કરે છે.સ્મૃતિની આમ રડતી કરગરતી જોઈ પી.એસ.આઈ.મેડમ અમી પણ રડી પડ્યા પણ તેમને સ્મૃતિને સામેની ચેઈર પર બેસાડી પાણી આપી પ્રેમ થી પુછ્યું,"બહેન શું થયું તમને અમે તમારી શું મદદ કરી શકીએ???",તમે જરાય પણ હતાશ થાશો નહીં,અમે બનતી તમારી મદદ કરીશું.તમે જે સમસ્યા હોય તે નિરાંતે કહો."
સ્મૃતિના આંસુ રોકાયે પણ રોકાય એમ નોહતા. "મેડમ મારી...દિકરી હીર...નુ અપહરણ થઈ ગયું,મારી દિકરી હીર હજી નાની છે અને શહેરમાં પણ નવી છે.એને હું ક્યાં શોધે મેડમ એના વગર હુ નહી જીવી શકું.મારા જીવવાની એક તો વજહ હતી મારી હીર,ક્યાં હશે કેવી હાલતમાં હશે?મારી હીરને ક્યાં શોધીશ મેડમ આટલું કહીને સ્મૃતિ ચોધાર આંસુએ રડી પડી.રડતી સ્મૃતિને ધીરજ આપી શાંત પાડવી હવે પી.એસ.આઈ.અમી વેગડા માટે ખુબ મુશ્કેલ હતું.
પી.એસ.આઈ.અમી વેગડા સ્મૃતિને વિનંતી કરતાં કહે,"બહેન અમે સમજી શકીએ છીએ તમારી ઉપર શું વિતિ રહી છે પણ કંટ્રોલ રાખો પોતાની જાત ઉપર કાનુન તમને જરૂર ન્યાય આપશે,અમને અમારુ કામ કરવા દો મહેબાની કરીને તમે અમને સહકાર આપશો જલ્દી આપની દિકરી મળશે."
ત્યાં જ સ્મૃતિ સાથે આવેલી નાનકડી છોકરી બોલી,"મેડમ હું તમને જણાવું મેડમ આન્ટીની મનોદશા ઠીક નથી તો હું જણાવું ઘટના શું બની તે"
પી.એસ.આઈ.મેડમ હું હીરની સહેલી છું,હું અને હીર બંન્ને સ્કુલના મેઈન ગેઈટ આગળ ઉભા હતા,હીર આન્ટીની રાહ જોઇ રહી હતી તો હુ મારા પપ્પાની રાહ જોઈ રહી હતી.ત્યારે કોઈ કારણોસર બહાર ગયાં હતાં,બપોરેના બળબળતા તાપમાં કોઈ ટીચરો બહાર નોહતા.હીર અને હું ઉભા હતા ત્યારે હીરને કોઈ અંકલે ચોકલેટ બતાવી પોતાની પાસે બોલાવી મેં હીરને ખુબ સમજાવી કે અજાણ્યા પાસે કંઈ લેવું યોગ્ય નથી,પરંતુ એને મારી વાત ટાળી તે તેમની પાસે ગઈ,ગાડીમાં ચાર સખ્શો હતાં,ચોકલેટ આપવા આવેલાં અંકલ થોડા મને ગુંડા જેવા લાગ્યા."અને વધુમાં એ નાનકડી છોકરી કહે મેડમ આ કાર નં "M.H.5550"આ કાર નં છે હું એમનો પીછો કરું એ પહેલાં ફૂલ સ્પીડમાં કાર દોડાવી ભાગી ગયાં
મેડમ મને અફસોસ છે,કે હું અસફળ રહી અપરાધીને પકડવામાં.
નાનકડી છોકરીની વાત સાભળી પી.એસ.આઈ.મેડમ કહે બેટા બહુ સારું કામ કર્યું તે પણ ચોકલેટ આપનાર અંકલના ચહેરાનું વર્ણન તું આર્ટીસ્ટ અંકલ સામે તું ચહેરાનું વર્ણન કરી શકે ખરા?
વધુમાં હવે આગળ...
Comments
Post a Comment