15મી ઓગસ્ટ
15મી ઓગસ્ટ...
ક્રાંતિકારી નવલોહિયાઓ
ના નામે એક સલામ જેને
દેશની આઝાદી માટે જીવતર હોમી દીધા એમને કવિતા થકી શ્રધ્ધાજંલી,
ગુલામી જેને વેઠી એની હાલત ગૂલામી કરનાર જાણે,લાકડાની ખિસકોલી
ખાખરાના સ્વાદ શું જાણે!
કેટલાક પરિવારોનો મોભી
ગયો,તે કેટલીક માતાની ગોદ છીનવાઈ,સૂહાગણ સ્ત્રીનું સિંદૂર છિનવાઈ ગયું,કેટલાક બાળકો છત્રછાયા વિનાના થયા
આઝાદી માટે શહાદત પામેલા વીરો ભૂલે ન ભુલાય,ઈતિહાસ વાંચવા બેસીએ તો આંખો ભીની થાય,કેટલા જૂલ્મો કરી ગયા જાહીલપ્રજા,
મહેમાનગતીનો ઢોગ રચી દેશ પર હકૂમત સ્થાપી,જૂલ્મો ને અત્યાચારોનુ દાવાદળના પ્રત્યુત્તર સ્વરૂપે આપવાથી,
ક્રાંતિઓ સત્યાગ્રહો
લોહીના બલિદાનો બાદ આ દિવસ આવ્યો રે....
આઝાદી મેળવવી નથી કંઈ સહેલી નથી,આપણે તો બસ આટલું જ જાણીએ છીએ.
ઘરે ઘરે તહેવારોની મહેફિલ તો બોર્ડર પર ગોળીઓની વરસાદ,વીર શહીદો ઓ નરબંકા હસતાં મોઢે દેશ કાજે બલિદાન આપી ઋણી બનાવતાં ગયાં, આ દેશ સદા આપનો ઋણી રહેશે
ઓ ભાઈઓ આઝાદી અમારી તમને આધીન છે,
શહીદ વીરો લોકોના દિલમાં જીવતા રહેજો...
વીરો અમર રહો,અમર રહો,લોકોના દિલ સદા જીવંત રહો એક આટલી ખ્વાઈશ છે આઝાદીના દિવસે જયહિંદ,જયહિંદ
દુનિયા રંગે હોળી ખેલે,
પરંતુ લોહીની હોળી ખેલનાર વીર કહેવાય,
રાત દિવસ ઠંડી ગરમી વરસાદ ન જુએ ન કોઈવાર તહેવાર,એમના
ઋણ કેવી રીતે ચુકવાય...
એ વીરો તમને કેમ વિસરી જવાય...
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment