નવલકથા:ઉડાન પ્રકરણ:16.અપરાધીનુ વર્ણન
પ્રકરણ:16અપરાધીનુ વર્ણન
બીજા દિવસે આર્ટીસ્ટ સામે નાનકડી છોકરી ચોકલેટની લાલચ આપી હીરનુ અપહરણ કરી ગયેલા,
કપડા ચહેરા ઉપર બૂકાની બાંધી હોવાથી ગાડી ડ્રાઈવરને નાનકડી છોકરી ચાહકર પણ ઓળખી ન શકી.વિચારોમાં ખોવાઈ ગયેલી નાનકડી છોકરીને પી.એસ.આઈ.અમી હળેવેકથી પૂછે "દિકરા કંઈ ચહેરો યાદ આવ્યો હોય તો કહે જેથી આપણને અપરાધી સુધી પહોંચવામાં સરળતા રહે. સ્મૃતિની બેચેનીમા વધારો થાય છે.નાનકડી છોકરી સ્મૃતિને હિંમત આપતાં કહે"આન્ટી મને બરાબર યાદ છે ચહેરો તમે ચિંતા ન કરો.મેડમ મને ચહેરો બરાબર યાદ છે.એ ચહેરો હું ચાહકર પણ ન ભૂલી શકું.ચહેરો રંગે ઘઉંવર્ણો અને ગોળ,ચહેરાને હાઈલાઈટ કરે તેવો એક મો,જેનાથી એ સરળતાથી ઓળખાઈ જાય,દાંતની પંક્તિઓ ક્રમશ ગોઠવાયેલી પણ સોનાની થાળીમાં લોઢાની મેખ પાન મસાલા અને ગૂટખા ખાઈને લાલ થઈ ગયેલા.આંખો બદામી,શરીરે મધ્યમ બાંધો,હાઈટ 6 ફૂટ,પણ ચાલચલન અને વર્તણુક ગુંડાથી ઓછી નહીં,એમના અટ્ટાહાસ્ય જોઈને કોઈ પણ ડરી જાય એવુ વ્યક્તિત્વ હતું,
"પણ મેડમ હીર જેવી માસૂમ અને સમજદાર છોકરી કેવી રીતે આમ અજાણ્યાની વાતોમાં આવી શકે એ મને નથી સમજાતું"આટલું કહી નાનકડી છોકરીએ અધમણનો નિ:સાશો નાંખ્યો.
હીરને ચોકલેટની લાલચ આપી બેસાડીને પછી હીરની નિર્દોષ ચીસો સંભળાઈ રહી હતી,ગાડીનો ગ્લાસ બંધ હોવાથી હીરની ચીસો પાડવી પણ વ્યર્થ હશે.આટલું કહી નાનકડી છોકરીએ ઊડો નિ:શાસો નાંખ્યો."મેં ખુબ જ પ્રયાસ કર્યો ગાડીનો પીછો કરવાનો પણ હું કામયાબ ન થઈ શકી.
"મારી હીર...ને...કેમ...હશે...?કેવી હાલતમાં હશે?...કસાઇઓએ મારી દિકરી સાથે કેવો વર્તાવ કરતાં હશે??"આટલું કહીને સ્મૃતિ રડી પડી.પી.એસ.આઈ.અમી વેગડાએ ધીરજ આપતાં કહ્યું કે "મેડમ સ્મૃતિ તમે હિંમત ન હારશો.અમારી ટીમે ચહેરાના વર્ણન મુજબ તપાસ શરૂ કરી છે.તમે જો સહકાર આપશો તો જલ્દી અપરાધી સુધી પહોંચી સકીશુ."
પી.એસ.આઈ.અમી વેગડા કહે" સ્મૃતિજી એક વાત પુછુ" તમારે કોઈ જોડે અંગત દુશ્મની ખરી...!!!"જે હોય એ સાચે સાચી વાત જણાવજો.જેથી અપરાધી સુધી પહોંચવામાં અમને સરળતા રહે.સ્મૃતિ કોઈપણ જવાબ આપવાની સ્થિતિમાં નોહતી.
રડતી સ્મૃતિને નાનકડી છોકરી હિંમત આપી રહી હતી આ જોઈ પોલીસ સ્ટેશનમાં સૌ કોઈની આંખો આશ્ચર્યથી સાફસાફ વંચાઈ રહ્યું હતું.આ નાનકડી છોકરીનો પરીચય જાણવા માટે ઉત્સુક હતાં તો કોઈ આવી બહાદુર બાળકીને જન્મ આપનાર માતા પિતાને ધન્યવાદ આપી રહ્યા હતાં,ત્યારે પી.એસ.આઈ.વેગડા સૌ સ્ટાફ મિત્રોને આદેશ આપતાં કહે "બીજી બધી વાતોનો અત્યારે ટાઈમ નથી ચાલો આપણે કેસના મૂળ સુધી પહોંચવાનુ છે આમ પહોંચાશે.."
સૌ પોલીસ સ્ટાફને છૂપાવેશે શહેરની અલગ અલગ જગ્યાએ વહેંચાઈ જવા કહ્યું.તો અપરાધીને પકડ માટે 50,000નું ઇનામ પણ રાખવામાં આવ્યું.
પી.એસ.આઈ.અમી વેગડાએ નાનકડી છોકરીના વર્ણન મૂજબ પી.એસ.આઈ.અમી વેગડાની ટીમે ચહેરાના વર્ણન મુજબ તપાસની તજવીજ હાથધરી.
અપરાધીની ધરપકડ થાય છે કે કેમ?
વધુમાં હવે આગળ...
Comments
Post a Comment