નવલકથા:ઉડાન પ્રકરણ:17.અપરાધીની ધરપકડ...

પ્રકરણ:17અપરાધીની ધરપકડ...
                
                    અપરાધી ગમે તેટલો હોશિયાર હોય પણ કંઈક તો સબૂત છોડી જ જાય છે.પણ સ્મૃતિની ધીરજનો અંત આવી રહ્યો હતો.પણ ધીરજ રાખ્યા સિવાય બીજો કોઈ ઉપાય નોહતો.બહુ છાનવીન બાદ પોલીસના હાથમાં એ અજાણતાંથી છૂટેલા સબૂતો ધીરે ધીરે હાથ લાગવા લાગ્યા.કોલ રેકોર્ડિંગ અને કોલર લોકેશન થી અપરાધી સુધી પહોંચવાની તૈયારી ચાલી રહી હતી.કેસે હવે નવો વળાંક લીધો.પી.એસ.આઈ.અમી વેગડા ઉપર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો

             અવાજમાં ગજબની કંપારી જણાતી હતી,તેને પી.એસ.આઇ.અમી વેગડાને કોલ કરી પોતાની દૂકાનની લોકેશન આપી દીધી."હેલ્લો...મેડમ...મેં પોસ્ટર જોયું હું આ માણસને દરરોજ મારી દુકાન પાસેથી નીકળતા જોવું છું.તમે લગાવેલા પોસ્ટર મુજબ આવા ચહેરાવાળો વ્યક્તિ મારી દૂકાન પાસેથી પસાર થાય છે."મેડમ તમે અહીં પહોંચી જાવ..."

                  અજાણ્યા વૃદ્ધનો અવાજ સાંભળી" પી.એસ.આઈ.અમી વેગડા થોડા અકડાઈ જતાં કહે"
જોવો કાકા તમે જોવો તમે સ્યોર હોવ તોજ કહેજો...
નહીં તો કાનૂનને ભરમાવવાના જૂલ્મમાં તમે અંદર જાશો."

                  વૃદ્ધકાકા પોતાની વાત ઉપર બહુ અડગ હતાં.તેમને પોતાનો મત રજુ કરતાં કહ્યું"મેડમ હું ખોટો હોવ....તો ને....હું ખોટો હોવ તો તમે મને બેધડક પકડી જાજો,પણ મને ખબર છે તમે જે ગૂનેગારને પકડવાની ઓફર મૂકી હતી.એને હું મારી દુકાન આગળથી પસાર થાતા રોજ જોવું છું." પી.એસ.આઈ.અમી વેગડાને પેલા વૃદ્ધ માણસની વાતોમાં સચ્ચાઈ લાગી.અજાણ વૃદ્ધે મોકલેલી લોકેશન મુજબ પી.એસ.આઈ.અમી વેગડા પોલીસ સ્ટાર્ફ,નાનકડી છોકરી અને સ્મૃતિ સહીત આવી પહોંચ્યા.આ અજાણ વૃદ્ધ જાણે કે માણસ સ્મૃતિ માટે દેવદૂત બની ને ન આવ્યો હોય એવો આભાસ થતો હતો.પણ પી.એસ.આઈ.અમી અને એનો સ્ટાફ વર્ધી નહીં પણ રંગીન કપડામાં આવ્યો હતો.નાનકડી છોકરી ચોકલેટ આપનાર અપરાધીને ઓળખી ગઈ.તે આક્રોશ સાથે કે આ જ અંકલ છે.મેં જેનું તમને સ્કેચમા વર્ણન કર્યું હતું તે...આ એજ નરાધમ છે જે નાનકડી હીરને લલચાવી ફોસલાવી ઉપાડી ગયાં હતાં,પણ ગાડીનો કાચ બંધ હોવાથી અવાજ બહાર સુધી ન પહોંચ્યો એટલે અમી વેગડા હાશકારો અનુભવી રહ્યા હતા.મોકલાયેલ લોકેશન મુજબ અમી વેગડા સ્ટાફ સ્મૃતિ,નાનકડી છોકરી સહીત આવી પહોંચ્યા.અજાણ્યો વૃદ્ધ રસ્તો બતાવતા કહે અહીંથી સીધેસીધા જાશો એટલે એક જુનુ ગોડાઉન આવશે.ત્યાં એમને હું જોવું છું, એક નાનકડી છોકરી આ ગોડાઉનમાંથી મુક્તિની આશ લગાવી એની મમ્મીની રાહ જોઈ રહી છે.
અપરાધી હવે પોતેજ રચેલી જાળમાં ફસાઈ જાયછે.

           
                  સ્મૃતિ હીર સુધી પહોંચી શકે છે?અપરાધી પોતનો ગુનો કબૂલે છે કે નહીં.....
                  
વધુમાં હવે આગળ....

Comments

Popular Posts