નવલકથા:ઉડાન પ્રકરણ પ્રકરણ:18...અપરાધીની ધરપકડ ભાગ 2

પ્રકરણ:18...અપરાધીની ધરપકડ ભાગ 2

                   વૃદ્ધ સૌને જૂના ગોડાઉન તરફ દોરી જાય છે.ગોડાઉનમાં આવતો કરૂણ અવાજ સૌને વિચારતા કરી મૂકે છે,પણ સ્મૃતિ પોતાની માસુમ હીરનો અવાજ ઓળખી જાય છે.તેનું હ્રદય દ્રવી ઉઠે છે,પણ પી.એસ.આઈ.અમી વેગડા તેને શાંત રહેવાનું કહે છે,તેમને અપરાધીને પુખ્ત સબૂત સાથે ધરપકડ કરવાની હોય છે.

          આ સાંભળી સ્મૃતિ થોડી અકડાતા કહે"મેડમ મારી બાળકી હીર અપહરણકર્તા પાસે છે,એના જીવ અને ઈજ્જત બેઉ સાથે જોખમ છે,એવી માં ધીરજ કેવી રીતે રાખી શકે?મેડમ...જોવો...મેડમ મારી દિકરીને કંઈ થઈ ગયું તો હું ક્યારેય પોતાની જાતને માફ નહીં કરી શકું,હું મારી દિકરી માટે જીવું છું,એતો મારા જીવવાની વજહ છે.પી.એસ. આઈ.અમી વેગડા કહે સ્મૃતિ જી અમને સમજો હીર "અપહરણ કેસ"માં આખીય ટીમ લાગેલી છે.બહેતર એ પણ રહેશે કે તમે ધીરજ રાખ્યા વગર અમને સહકાર આપો."

                       પરંતુ બાજુમાં રહેલી નાનકડી બાળકીની આંખમાં તેને પોતાની હીર દેખાય છે,નાનકડી બાળકી સ્મૃતિને હિંમત આપતા કહી રહી હતી "આન્ટી ધિરજ રાખો આન્ટી મારા રહેતા હીરને કંઈ જ નહીં થાય."

                   નાનકડી બાળકીની વાત સાંભળી સૌને પહેલા તો હાસ્ય ઊપજ્યુ એ વિચારીને કે આવડી નાનકડી છોકરી અપહરણ કર્તાનુ શું ઉખાડી લેશે?પણ આ બાળકીની વાતમાં કઈ કરી બતાવવાનો જુસ્સો અને અપહરણકર્તાને જેલની અંદર ધકેલવાનુ ઝૂનૂન છલકાઈ રહ્યું હતું.પરંતુ સ્મૃતિ ગૂમસૂમ હતી.અધકચરા વખાયેલા નાનકડી હીરને ગોંધી રાખનાર અપહરણકર્તા હીરની આંખોને ફોડી તેને અંધ બનાવવા પ્રયાસ કરી રહ્યા હતાં, 
માલગોડાઉનના અધકચરા વાખેલા દરવાજાની બહારથી અવાજ આવ્યો,એક અવાજ આવ્યો હવે "તમારો ખેલ ખત્મ...અહીં જ અટકાઈ જાવ તો સારું છે?"અપહરણ કર્તા ગોવિંદ અટ્ટહાસ્ય સાથે કહે,

"એ....કોણ છે આમ સામે આવી બોલ ગોવિંદ ગેગ માફિયાનો સદસ્ય છું આમ કોઈની ધમકીથી ડરું એવો નથી" સામે આવ્યા.

                   માલગોડાઉન જૂનુ હોવાથી દરવાજો પણ ખોખલો હોવાના કારણે  પી.એસ.આઈ.અમી વેગડા ટીમ સહિત ગોડાઉનમાં ધસી તેમની ટીમને ખાસ મુશ્કેલી જ ન પડી.માલગોડાઉનને ધક્કો મારી અંદર ઘૂસી ગયાં, અપરાધીઓ સૌ હલબલી ગયાં.


વધૂમા હવે આગળ....

Comments

Popular Posts