ક્રાઈમ ડાયરી ભાગ 2:નિર્દયી હત્યા

    નિર્દયી હત્યા

             સૃષ્ટિ સાથે બનેલા બનાવે સૌને વિચારતા કરી નાંખ્યા,તેને ન્યાય અપાવવા માટેની માંગ થઈ રહી છે,યાતો સૃષ્ટિને શ્રધ્ધાંજલી આપતી પોસ્ટ મુકાય છે,હાથમાં કેન્ડલ લઈ  સૃષ્ટિને ન્યાય અપાવવા માટે દુહાઈ અપાતી રેલી નિકળી રહી છે,પણ સૃષ્ટિના પરિવારે પોતાની દિકરી ખોઈ છે,શું એમને એ દિકરી પાછી મળશે???સૃષ્ટિ જેને મામા મામા કરતી હોય એજ હત્યારો મામો કંસ બને આનાથી વધુ બીજી ઘૃણાસ્પદ વાત બીજી કઈ હોઈ શકે?

              એક કિશોરીની નિર્મમ હત્યા.કોઈ મજનુ પાગલપનની આટલી હદ વટાવી શકે?આ તો સપનેય વિચારનો આવે,સમાજમાં આવા કેસ બહુ આવે છે,એક તરફી પ્રેમનું કોઈ ભવિષ્ય નથી હોતું.જેને તમે જો જેને તન,મન,વચનથી ચાહતા હોવને જો એની હત્યાનો ભુલથી પણ વિચાર આવે તો એ પ્રેમ પ્રેમ ન હોઈ શકે એ વિકૃતિની નિશાની છે.

અને કોઈ અસામાજિક તત્વોનો સ્વીકાર યુવતી અથવા તો કિશોરાવસ્થામાં પહોંચેલી છોકરીઓ જ બને છે, છોકરીઓ સમાજ અને કુટુંબના ડર અથવા તો બદનામીના ડરે સહી લેતી હોય છે પણ તમારી ચુપ્પીથી સમાજના છેલબટાઉ અને આવારાવર્ગની હિંમત વધે છે,પણ એ કિશોરીઓને યુવતીઓ તમે મૌન તોડો જુલ્મ સહન કરવો એ પણ પાપ છે,અન્યાય અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવો.સમાજ શું કહેશે દુનિયા શું કહેશે તે વિચારવા કરતાં આપણે જુલ્મ કરનાર ને કેવી રીતે સજા અપાવી શકીએ છીએ એ મહત્વ નું છે,મારા કહેવાનો ભાવાર્થ એ નથી કે કાનૂન હાથમાં લઈ લેવું,નહીં તો આપણા અને અપરાધીમાં શું ફરક રહેશે.કોઈ ઉપર આપણે પોતાની જાત ન થોપી શકીએ,

                માણસોથી સમાજ બને છે સમાજથી માણસો નહીં બનતા આ વાત સદા ગાંઠે બાધી રાખવી લોકો,સમાજ અને દુનિયાની પરવા કર્યા વગર પોતાના હક માટે લડતાં શીખવું પડશે,અન્યાય કે અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા શીખવું જ પડશે.

"જબરદસ્તી પ્રિત ન હોય"
કોઈ ઉપર પ્રેમનો દબાવ નાંખવો અને જો ના માને તો મોતને ઘાટ ઉતારી દેવું,યા તો એને બ્લેકમેલ કરવુ આ ક્યાંની માનસિકતા છે.કોઈ ઉપર દબાણ કરવું એ પ્રેમ નથી,એ તમારી વિકૃત માનસિકતા અહીં છતી થાય છે.પ્રેમ ક્યારે કોઈની હત્યામાં માનતો જ નથી,પ્રેમ ત્યાગ,સમર્પણ અને બલિદાનમાં રહેલો છે,સર્ચસ્વ આપી દેવું છે,પામવું કાઈ નથી એ પ્રેમ છે,નથી કે પહેલા પ્રેમ પ્રસ્તાવ મુકોને ન સ્વીકારે તો બે રહેમીથી છરીથી ચોત્રીસ ઘાવ ઝિંકી મોતને ઘાટ ઉતારી દો,આ પ્રેમ નથી આ પાગલપન છે,તમે પાગલપન કે વિકૃત માનસિકતાને પ્રેમ નામ આપી પ્રાર્થનાથી પર એવા પવિત્ર શબ્દ ને બદનામ કરશો નહીં.જેની તમે બે રહેમીથી હત્યા કરો છો યા તો તેને ઈમોશનલી બ્લેકમેઇલ કરો છો.એ કિશોરી કે યુવતી એના માતા પિતાની એ લાડકવાઈ દિકરી હોય,જેને લાડેકોડે ઉછેરી મોટી કરે છે.એનું તમે રક્ષણ ન કરી શકો તો કાંઈ નહીં,પણ એને પ્રેમના નામ ઉપર મોતને ઘાટ તો ન ઉતારો,યાતો ઇમોશનલ બ્લેકમેલ કરી પોતાના ઝાંસામા લેવાનું બંધ કરો.એ માં બાપનો વિચાર કરો,કે એમની શું દશા થાય છે,પોતાની દિકરીને મૃત્યુશૈયા ઉપર કાયમ માટે પોઢેલી જોઈ એ કલ્પના કરતાં ય રુવાડા ઉભા થઇ જાય, પણ આ છેલબટાઉ વર્ગ છે એ આ બધાંથી પર છે,આપણે માણસો છીએ કે દાનવો મને તો એ નથી સમજ આવતું?આ છેલબટાઉ વર્ગના અધમ કૃત્યનો ભોગ યુવતી,અને કિશોરીઓ જ બને છે,આતો સ્ત્રીઓની સ્વંત્ર્યતાને ભંગ કરવાનું કૃત્ય છે,તમે આમ કોઈ ને મજબૂર ન કરી શકો આ અન્યાય છે.સ્ત્રીઓને બિચારી,લાચાર કે અબળા સમજવાની ભુલ ભુલથી પણ ન કરતાં.

સરકાર મોદી દાદુને મારી નમ્ર અપીલ છેકે તમે આ જયેશ સરવૈયાને જાહેરમાં ફાંસીએ લટકાવી દેવામાં આવે.જયેશ સરવૈયા,આરિફખાન જેવા માણસો રાક્ષસોને પણ સારા કહેવડાવે એવા અધમ અને નરાધમ છે,આને મામા ભાણી સંબધને પણ કલંકિત કર્યો છે,આ કળીયુગનો કંસ મામો.આવા રાક્ષસો ને ન કોઈ સંબંધ હોય કે ન કોઈ ધર્મ હોય 

સૃષ્ટિ તારા દિવ્ય આત્માને શાંતિ  એવી પરમકૃપાળુ પાપા શિવ શંકરને પ્રાર્થના...તને ન્યાય મળે એ માટે સૌ પ્રયત્ન કરશું,અમે તારા પરિવાર સાથે જ છીએ.

ઓમ શાંતિ

જયેશ સરવૈયા જેવા છેલબટાઉ વર્ગ ને એક મેસેજ

એ છેલબટાઉ વર્ગ તમે ન સમજો 
અમને કાયર હારેલી થાકેલી,
અમારા મૌનમાં છુપાયેલા આંસુ,
તમારા જીવન ખેદાન મેદાન કરવા,
એક આંસુને અત્યાચાર વિરુદ્ધ 
ઉઠેલ અવાજ છે,કાફી
દરેક સ્ત્રી નથી તમારી જાગીર કે મિલકત,
પ્રેમ પ્રસ્તાવ મુકો ને ન સ્વીકારે તો 
મોતને ઘાટ ઉતારો,દરેક પોતાના જીવનમાં છે સ્વતંત્ર
એ ચાહે સ્ત્રી હોય કે પુરુષ,તમને કોને આપ્યો છે
હક કોઇનું જીવન હરવાનો,જયેશ સરવૈયા મહિષાસુર,
જરા સંબંધની તો શરમ આડે લેવી હતી,
ભાણી તો દિકરી સમાન કહેવાય,દિકરીને બાપ બની સાચવવાની જગ્યાએ આવારા ગર્દી ઉપર ઉતરી આવ્યો,
નાના માસૂમ ભાણીયા ને પણ છરીના ઘાવ માર્યા
ધિક્કાર છે તારા જેવા રાક્ષસ ને,તારા માતા પિતા તો શું
આજે તો સૃષ્ટિ નિર્માતા બ્રહ્માદાદા આંસુ સારતા હશે,
અરે આ શું અનર્થ થઈ ગયો,
હું માણસ બનાવવા ગયો ને ખુની રાક્ષસ બની ગયો
એને મોતને ઘાટ ઉતારતા તારુ કાળજુ ન કાપ્યું,
એક વાત વિસરાઈ ગતી શેતાન,
રાક્ષસો ને ક્યાં કોઈ સંબંધ ધર્મ નડે છે!!!

શૈમી ઓઝા" લફ્ઝ"

Comments

Popular Posts