નવલકથા:ઉડાન પ્રકરણ:20.હીરનુ સ્ટેટમેન્ટ
પ્રકરણ:20હીરનુ સ્ટેટમેન્ટ
નાનકડી હીરને હોશ આવે એ માટે સૌ રાહ જોઈ બેઠા હતાં,સૌની ધીરજ ખત્મ થઈ ગઈ.નાનકડી છોકરી હીરને હળવેક રહી પુછતાં કહે"કેમ છેતારી તબિયત હીર મોડું થયા બદલે માફ કરજે અમને જો ખબર હોત કે તું અહીં છે તો અમે તને ક્યારનાય અહીંથી લઈ ગયાં હોત,એ નાનકડી છોકરી હીરને હિંમત આપતાં કહે,જો હીર હું શું કહું છું તું ધ્યાનથી સાંભળ હિંમત કરીને તારી સાથે જે બનાવ બન્યો છે,તે હિંમતથી કહેજે જરાય પણ ડરતી નહીં.
અમે સૌ તારી સાથે છીએ ડિયર પણ હિંમત તું કરજે,અને આ હિંમત તો તારે જ કરવાની છે,આમ તો મેં કહ્યું જ છે,પણ તારી પાસે અમી વેગડા તારી પાસે પુસ્ટી કરવા આવશે તું હિંમતથી વર્તજે...પોલીસ તારું સ્ટેટમેન્ટ લેવા આવે ત્યાં સુધી તું આરામ કરી લે.બાય ટેક...કેર...આટલું કહી નાની છોકરી તેની પાસે બેસી હતી.
"હીરે લડખડાતા અવાજ સંપૂર્ણ ઘટનાક્રમ વર્ણવ્યો.હીરના સ્ટેટમેન્ટ ઉપર અપરાધીને પકડવામાં આવ્યો.હીરની આંખો નાનકડી છોકરી સામે આભારવશ જોઈ રહી હતી.સાથે સાથે એ છોકરીની વાત ન માન્યાની ગ્લાનિ ચહેરા ઉપર અશ્રુ બનીને રહી હતી,પણ નાનકડી છોકરી ઈશારા થકી તેને આ કરતાં અટકાવી રહી હતી.
સૌ સ્મૃતિને ધીરજ પાઠવી રહ્યા હતા.હીરને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.પેલી નાનકડી છોકરી હીરના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહી હતી.સ્મૃતિ તો આખરે માં હતી તે પોતાની જાતને કેવી રીતે ધીરજ પાઠવી શકતી.તેનું માતૃહ્રદય કકળી ગયું.
કહેવાય છે ને નાનકડા બાળકોની પુકાર ભગવાન ઝટ સાંભળે છે.એવું પણ બની શકે કે આ છોકરી ભગવાનની પણ પ્રિય હશે,જે આટલી નાની ઉંમરે પણ આવા ઉમદા વિચારો રાખી શકે છે,એવું પણ બની શકે કે આ છોકરી સ્મૃતિ માટે ફરીશ્તા બની આવી હોય.ભગવાન નાનકડી છોકરીની મદદ ભાવના જોઈ ખુશ થઈ ગયા હોય એવું બની શકે.નાનકડી છોકરીની પ્રાર્થનાના રંગ લાવી,હીર હવે હોશ આવી ગયું.સ્મૃતિ ઘણા સમય પછી પોતાની હીર મળી હોવાથી તેને પોતાના વ્હાલભર્યા ચુંબનોથી નવરાવી રહી હતી આ જોઈ સૌની આંખો ભીની થઈ ગઈ.સ્મૃતિની બાજુમાં બેઠેલી નાનકડી છોકરી પોતાને ત્યજીને ગયેલા માતા પિતાને યાદ કરી રડી રહી હતી.
વધૂમાં હવે આગળ....
Comments
Post a Comment