નવલકથા:ઉડાન.પ્રકરણ:21નાનકડી છોકરી વિશે જાણવાની સ્મૃતિની ઉત્સુકતા...ભાગ(1)
પ્રકરણ:21નાનકડી છોકરી વિશે જાણવાની સ્મૃતિની ઉત્સુકતા...ભાગ(1)
રડતી નાનકડી છોકરીને સ્મૃતિએ ચૂપ કરાવી તેને રડવાનું કારણ પુછ્યું"બેટા
તે સ્મૃતિ આગળ કંઈ કહી ન શકી.નાનકડી છોકરીનું સાહસ,હિંમત અને બીજા ને મદદરૂપ થવાની ભાવના જોઈ સ્મૃતિના દિલમાં એક અજાણ છોકરી માટે ઈજ્જત વધી ગઈ.સ્મૃતિ નાનકડી છોકરીને વ્હાલથી પોતાના ખોળામાં બેસાડી કહ્યું"બેટા ક્યારે પોતાની જાતને તું એકલી ન સમજતી હું છું દિકરા તે એવી માં ની મદદ કરી છે,ઈશ્વર તારી બધી જ મનોકામના પુરી કરશે....
સ્મૃતિની વાત સાંભળી નાનકડી છોકરીની આંખે ઝળઝળિયાં આવી ગયાં.રડતી છોકરીને સ્મૃતિ કહે,"બેટા આપણી મુલાકાત એવા સંજોગોમાં થઈ હતી કે નોહતી હું હોશમાં કે તારા વિશે હું જાણી શકું,માટે બેટા શક્ય હોય તો મને માફ કરી દેજે.
સ્મૃતિ રડતી છોકરીને પુછે,
"તારું નામ શું દિકરા,તું ક્યાંથી આવી છે,તે મને જે મદદ કરી છે એ ઉપકાર હું ઋણ કેવી રીતે ચૂકવે મને સમજ નથી આવતું.તું હતી તો હું મારી દિકરી હીરને શોધવામાં સફળ રહી નહીં તો આ દરિંદાઓએ મારી દિકરી ના શા હાલ કર્યા હોત એ હું વિચારું છું તો મારા રૂવાડા ખડા થઈ જાય છે.
નાનકડી છોકરી સ્મૃતિ ને હિંમત ન હારવાની સલાહ આપે છે.
નાનકડી છોકરી પોતાની વાત રજુ કરતાં કહે"ઈશ્વર ઘણીવાર એવા ખેલ ખેલે છે જે આપણી સમજ બહાર છે,શું કામ મારા અંગત સંબંધોને છીનવી લીધા.ખબર નહીં ઈશ્વર મારા ઉપર જ આટલા નિર્દયી કેમ છે?મને સમજ નથી આવતું... આટલું કહી નાનકડી છોકરીએ અધમણનો નિશાસો નાંખ્યો.સ્મૃતિથી નાનકડી છોકરીનો ચહેરો સાફસાફ વંચાતો હતો.નાનકડી છોકરી વાતોમાં માસૂમિયત છલકાઈ રહી હતી.સ્મૃતિ નાનકડી છોકરીને પોતાની જાતસાથે સરખાવી રહી હતી.અચાનક સ્મૃતિના ફોનની રિંગ રણકી સ્મૃતિએ ફોન રિસીવ કર્યો, તે ફોન કોર્ટમાંથી આવેલો હતો."આપ સ્મૃતિજી બોલો છો?સ્મૃતિ નવો નંબર જોઈ ઉત્સુકતાવશ પૂછી બેઠી કે આપ કોન બોલી રહ્યા છો,હું આપનો પરિચય લઈ શકું.ત્યારે તે અજાણ્યો વ્યક્તિ પોતાનો પરિચય આપતા કહે,હું મુુંબઈ કોર્ટમાંથી બોલી રહ્યો છું.તમને એક વિનંતી કરવી છે,જ્યા સુધી હીર અપહરણ કેસનો ફાઈનલ ચુકાદો ન આવે ત્યાં સુધી તમે આ શહેર અને દેશ નહીં છોડી શકો આ કોર્ટનો આદેશ છે.આગલા મહિને તમારી મુદ્દત પડવાની છે,તમે ગવાહ સાથે તૈયાર રહેજો.
વધુમાં હવે આગળ...
Comments
Post a Comment