ફિલ્મ રિવ્યૂ:21મુ ટિફિન...

21મુ ટિફિન..

"રાહ જુએ શણગાર અધૂરો
વાદળ વાદળ આંખનો ખુણો...."
આ ગીતના શબ્દો જ એટલા અદભુત છે,કે એના માટે કોઈ શબ્દો જ નથી.કોઈ પણ માણસ ભાવ વિભોર બની જાય...

બે પેઢીઓના અંતરને એવી રીતે વર્ણવ્યું છે,કે સમાજ ગેરમાર્ગે દોરાવવાની જગ્યાએ સકારાત્મક શીખ લે આ મુવી સ્ત્રી પ્રધાન હોવાથી મને ખુબ ગમી...

છોકરી માને વધુ પડતુ ટોકતી હોય છે,આમ.પણ હસવાની અને આનંદ કરવાની કોઈ ઉમર નથી હોતી,એકસ્ત્રીએ બીજી સ્ત્રીને હુંફ પુરા પાડવા જોઈએ નહીં કે એને આગળ વધતા રોકવી જોઈએ.

સર આપ અને વિજયગીરી બાવા સરે લોકેશન પણ સરસ લીધા છે,ગીતના લિરિક'સથી તો એવું લાગે છે,કે આહ...સોનામાં સુગંધ ભળી...બહુ મસ્ત... સર સ્ત્રીઓને પ્રેરણા મળે તેવી અદભુત મુવી છે,અમને ખુબ ગમ્યું સર આ મૂવી🙂 ખોવાયેલો આત્મવિશ્વાસ,પોતાની જાતને પુરાવાર કરવી,સમાજમા પોતાના હક માટે લડત આપીને પણ પોતાનું ધ્યેય મેળવવું.
અમને ટિફિન બનાવનાર મેડમ પાસે શીખવા મળ્યું.ડાયલોગ પણ નાના મોટા સૌ જોડે બેસીને જોઈ શકે તેવા મસ્ત છે.

     દરેકને એવું હોય કે મારા.કામની નોંધ લેવાય પણ બહુ ઓછા લોકો હોય છે કે જે આ વાતમાં સફળતા પામતાં હોય છે.એમાંના આ ટિફિન બનાવનાર મેડમ છે,એક યુવાન તેમની રસોઈ વખાણે છે ત્યારે તેને પોતાની રસોઈકળા પર ગર્વ અનુભવાય છે.

ત્રણટંકનુ જમવાનું ને કપડાં એજ અગત્યની વાત નથી,જીવનમાં માન સન્માન અને આત્મનિર્ભર થવું જરૂરી છે.આ વાત ટિફિન બનાવનાર મેડમનું પાત્ર શીખવી જાય છે.ત્રણ ટંકનુ જમવાનું તો પશુ નિરોગે છે આપણે શું નવું કર્યું એ પ્રશ્ન ઉદભવે છે,સમાજની સ્ત્રીઓને એક મેસેજ પુરો પાડે છે,કે જમવા ને પહેરવા સિવાય પણ જીવનમાં ઘણું મેળવવાનું છે.તે...


(સર ખુબ ખુબ શુભેચ્છાઓ... તમારી અદભુત મુવી માટે... ખુબ આગળ વધો...ઈન્ટરનેશનલ એવોર્ડ જીતો એવી મંગલકામના...) 

શૈમી ઓઝા "લફ્ઝ"

Comments

Post a Comment

Popular Posts