નવલકથા:ઉડાન...પ્રકરણ:22 કોર્ટની મુદ્દત...

પ્રકરણ:22 કોર્ટની મુદ્દત...

       સ્મૃતિ તે દિવસે થોડી ઉતાવળમાં હતી.તેને પ્રત્યુત્તરમાં "જી...હા... 
કહીને વકીલની વાતનો ટૂંક
માં જ ઉત્તર આપી ફોન કટ કર્યો.હીર હજી આઘાતમાં થી બહાર પણ નોહતી આવી,દિકરીને માનસિક રીતે ભાંગી પડેલી જોતાં જ સ્મૃતિ પણ વ્યાકુળ થઈ ગઇ.આખરે તો એમાં હતી.હીરના સ્મૃતિપટ પર આ બનાવ સતત ઘુમરાયા કરતો હતો.હીર ઉંઘમાંથી ઝબકી રડવા લાગતી હીરની આ વ્યથા સ્મૃતિથી ન જોવાતી.સ્મૃતિ હીરને બગીચામાં ફરવા લઈ જાતી,હીર સાથે પેલી અજાણી છોકરી અને હીરની માતા સ્મૃતિ બેઉ રમત રમતા કે જેથી હીર આ આઘાતમાંથી જલ્દી બહાર આવી શકે.સ્મૃતિ અને અજાણી છોકરી સતત પ્રયત્ન કરતા રહ્યા.ધીરે ધીરે હીર માનસિક રીતે સ્વસ્થ થવા લાગી.આમને આમ સમય વિતતો ગયો.

ધીરે ધીરે મુદ્દતનો દિવસ નજીક આવી ગયો.આજે કોર્ટમાં મુદ્દત પડવાની હતી,સૌ કોઈ મુંઝવણમાં હતું.હ્રદય જોરજોરથી ધબકી રહ્યું હતું.મનમાં એક જ સવાલ સતાવી રહ્યો હતો કે કાલે શું નિર્ણય કોના પક્ષે આવશે? 
એ વાત સ્મૃતિને જાગવા પ્રેરી રહી હતી.
         સ્મૃતિ જરા ઉતાવળમાં હતી.પેલી નાનકડી અજાણી છોકરીની વાત તો અધૂરી જ રહી ગઈ.એ વાતનો નાનકડી છોકરીને વાતની ચિંતા નોહતી પરંતુ હીર કોર્ટમાં પોતાનું સ્ટેટમેન્ટ ન બદલી નાંખે એ ભય તેને સતત ચિંતામાં મૂકી રહ્યો હતો.નાનકડી છોકરી સ્મૃતિની સાથે ખભેથી ખભો મેળવી ઊભી હતી.એ દ્રશ્ય સૌને કૂતુહલ પમાવતુ હતું.સૌ કોઈ આવતીકાલે શું થશે એની ચિંતામાં સ્મૃતિ અને નાનકડી છોકરી જાગ્યા હતાં.સ્મૃતિ નાનકડી છોકરીને પોતાની સાથે લાવી હતી.જેથી હીર માનસિક આઘાતમાંથી  આવી શકે,પણ એવું થયું નહીં,હીરના મનમાં સતત એ દ્રશ્ય ઘુમરાયે રાખતું.
સ્મૃતિ તેની વ્હાલસોયી હીરને હિંમત આપતાં કહે"દિકરા તારા નિર્ણય પર તું અડગ રહેજે તો જ હું અપરાધીને સજા અપાવી શકે,તું જરાય ડર્યા વગર જવાબ આપજે."ઓકે દિકરા ગુડ નાઈટ...


      હીરથી સ્મૃતિની પ્રત્યેક વાતનો ઉત્તર હકારાત્મક રીતે માથું ધૂણાવી અપાતો હતો.પણ હીર સતત બેચેન રહેતી હતી,ન તો એનું કોઈ કામમાં મન નોહતુ લાગતું.
       
      રાત આખી ચિંતામાં 
વીતી હતી,આવતીકાલની સવાર નવી પહેલી સાથે ઉગશે કે પછી ખુશીઓની દસ્તક સાથે...

વધુમાં હવે આગળ..

Comments