નવલકથા:ઉડાન પ્રકરણ:23કોર્ટનો ચૂકાદો...

પ્રકરણ:23કોર્ટનો ચૂકાદો...

       હીર કંઈ જ બોલવાની હાલતમાં નોહતી.નાનકડી છોકરી હીરને હિંમત આપી રહી હતી.

નાનકડી છોકરી હીરને કહે"જો બહેન હીર...હું તો ગવાહ તરીકે જવાબ આપે,પણ અન્યાય તારી સાથે થયો છે.અન્યાય સામે લડવાની હિંમત તારે કેળવવી પડશે.કેમકે અન્યાય સહન કરવો એ તો એનાથી કરવા કરતાં પણ મોટું પાપ છે,બહેન તુ મજબૂત થા.ચાલ હવે તૈયાર થઈ જા..."હીર અને અજાણી નાનકડી છોકરી બંન્ને વાતો કરતાં સુઈ ગયા 
આમને આમ રાત વિતી 
ગઈ.

સવારે કોર્ટમાં ચૂકાદો અપાવવાનો હતો.હીર સ્મૃતિ અને નાનકડી છોકરી તૈયાર થઇ ગઇ.સૌના ચહેરે એક જ ચિંતા દેખાતી હતી,કે આ ચુકાદો કોની તરફેણમાં હશે?પણ કહેવાય છે કે સત્યને પૂરાવાર કરતાં વાર લાગે પણ જીતે છે તો આખરે સત્ય જ છે.

        સવારે નાહી ધોઈ કોર્ટમાં જવા તૈયાર થઇ ગયાં.

        સ્મૃતિ હીરને લઈ ચિંતિત હતી,ગોવિંદ આપટે મુંબઈનો મોટામાં મોટો ગૂંડો હતો.એની પહોંચ બહુ ઉંચી હતી,એટલે પોલીસ પણ એનાથી ડરતી હતી,તો સામાન્ય લોકોની તો શી વિસાત!ચુંટણી નજીક આવી રહી તો નેતાઓ એમના પક્ષના પ્રચારમાં લાગેલા હતા.

ચિંતાતુર ચહેરા સાથે  કોર્ટમાં પહોંચી ગયાં.સામે અપરાધી ગોવિંદ આપટેને ઉભો રાખવામાં આવ્યો.
હીરને ઘટના વિશે પુછપરછ કરવામાં આવી.હીરે ગોવિંદ આપટેને લાફો ઝિંકી દીધો.કોર્ટમાં આ જોઈ સૌ ચકીત જ થઈ ગયા.સામે પક્ષના વકીલ અને જર્જ પોતાની દલીલ કરતાં જ રહ્યા.પણ હીર આજે કંઈ સાંભળવાના મૂળમાં નોહતી.હીરની આ હિંમત જોઈ નાનકડી છોકરી મનોમન ખુશ થઈ ગઈ.

નાનકડી છોકરીને વિટનેસ બોક્સમાં બોલાવવામાં આવી.જર્જ સાહેબે ગીતાના પુસ્તકને નાનકડી છોકરી પાસે ધરવાનો આદેશ આપ્યો.નાનકડી છોકરી ભગવદ્ ગીતાની  પુસ્તક પર હાથ રાખી પૂરા જુસ્સા સાથે કસમ ખાતા કહ્યું"હું આ પવિત્રગ્રંથ પર હાથ રાખી કસમ ખાવ છું જે કહીશ તે સાચું કહીશ."

જર્જ સાહેબે કુતુહલ વશ પુછ્યું "બેટા તું બાળક બુધ્ધિવશ ખોટું બોલી તો?"

નાનકડી છોકરી વિનંતી પૂર્વક વળતો ઉત્તર આપતાં કહે,
     "સર હું તમારી આગળ ખોટું બોલીશ તો મને શું મળશે,પણ આજે હીર છે કાલે હું પણ હોઈ શકું છું.એક છોકરીને કિડનેપ કરવામાં આવે છે,પણ કોઈ એની મદદે નથી આવતું આતો ધરતીનો છેડો આવી ગયો ને...!સાહેબ મેં પવિત્ર ગ્રંથની કસમ ખાધી છે,તમારી આગળ હું ખોટું બોલીશ,તો હું આસાનીથી છૂટી જઈશ,પણ તમારાથી પણ પર એક મોટી અદાલત છે,એ છે ઇશ્વર ની છે,ત્યાં હું નહીં છુટી શકું.માટે સર...હું તમને સાચું કહી રહી છું તમે વિશ્વાસ કરી નહીં શકો.પણ મેં જે જોયું એ જ કહ્યું છે સર તમારે વિશ્વાસ કરવો કે નહીં,એ નિર્ણય તમારા ઉપર છે."

ત્યાં જ વડીલે કહ્યું "તમે જો ઈજાજત આપો તો હું કંઈ કહેવા માંગુ છું."
ઊભા થયા,તેમને વિટનેસ બોક્સમાં આવવા માટે મંજૂરી માંગી,જર્જ સાહેબે કહ્યું "તમને ઈજાજત છે".

સાહેબ આ નાનકડી છોકરી સાચું કહી રહી છે. આ ઘટના મેં રેકોર્ડ કરી છે, જોવો."નાનકડી છોકરીની આ મદદરૂપ થવાની ભાવનાથી હું ખૂબ જ ખુશ છું,બેટા તુ આટલી જ ટ્રાન્સફરન્ટ અને પ્રમાણિત રહેજે."આટલું કહી કાકાએ પોતાનો મત કરી પોતાની જગ્યાએ બેસી ગયા.
   
    ગોવિંદ આપટે ઘૂરકિયા કરવા લાગ્યો,પણ તેનું કંઈ જ વળ્યું.


    ગોવિંદ આપટે ના ગૂનાઓ કાનૂનના ચોપડામાં સંગ્રહાયેલા છે.વધુમાં જર્જ સાહેબ કહે "મિસ્ટર...તમે ધાકધમકીથી તમે કાનૂની ન ખરીદી શકો." 

જર્જ સાહેબે ફેસલો આપતા કહે"બંન્નેના મત સાંભળી અદાલત આ નિર્ણય ઉપર આવી છે.કે ગોવિંદ આપટેને કોઈને કિડનાપ કરવા બદલ,છોકરી ઉપર જબરજસ્તિ કરવાનો પ્રયાસ કરવા બદલ તેમને 10વર્ષની સજા અને 1લાખ દંડ ફટકારવામાં આવે છે.
"કોર્ટ એડ ધ જન્ટ!"

આ હીરની હિંમત જોઈ સ્મૃતિ અચંબામાં મૂકાઈ ગઈ.પણ હીરને આ હિંમત કરતા બહુ સમય લાગ્યો. 

વધુમાં હવે આગળ....

Comments

Popular Posts