કાવ્ય:23માર્ચ શહીદ દિવસ નિમિત્તે... શહીદોને શ્રધ્ધાંજલી....
23માર્ચ શહીદ દિવસ નિમિત્તે
યાદ આપની આવે ને ઈતિહાસ આખે દેખાય છે,
એ જંગને શહાદતના દ્રશ્યો આંખ સમક્ષ સજીવન થાય છે,કેટલાક દમનો ને ગોળીઓ છાતીમાં ઉતારી
તમે અમને આ સુખ આપ્યું હશે,અમે ઇશ્વરને જોયા નથી શું ખબર કે તમારું રુપ ધરી આવ્યા હશે,
તમારી પણ યુવાની હતી,પરિવાર તમારો પણ હતો,કોઈક ના દિકરા તો કોઈના વીર તો કોઈના સિંદુર પણ હશો તમે
દેશની આઝાદીને મહત્વ આપી તમે અંગ્રેજો સામે જંગ છેડી,કાકોરી ટ્રેનમાં લૂંટફાડ કરેલી પરંતુ તમારા ઈરાદા હતા નેક દિલમાં બસ એક જ ધૂન અંગ્રેજ શાસનને જડમૂળથી કાઢવું,
શહાદત તમે વોરી,આજનો કારમો દિલ તે કેમ વિસરી શકાય,અંગ્રેજ જનરલની હત્યા કરી વીરતાને સાહસનુ પ્રમાણ આપી હસતે મુખે જેલવાસ ભોગવ્યો,રાજગુરુ, ભગતસિંહ,સુખદેવ એક યાદ બનીને રહી ગયા છે.
અંગ્રેજ દ્વારા અપાયેલી ફાંસી કેમ ભૂલી શકાય...
આ દિવસ એવો કારમો દિવસ છે જે ભૂલ્યો ન ભુલાય....
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment