નવલકથા:ઉડાન પ્રકરણ:24.નાનકડી છોકરી વિશે જાણવાની સ્મૃતિની ઉત્સુકતા...ભાગ(2)
પ્રકરણ:24.નાનકડી છોકરી વિશે જાણવાની સ્મૃતિની ઉત્સુકતા...ભાગ(2)
ધીરે ધીરે હીર પોતાની પાલકમાતા સ્મૃતિની જેમ મજબૂત બની રહી હતી.હીરમાં આવેલું પરિવર્તન જોઈ સ્મૃતિના હૈયે હરખ નોહતો સમાતો.સ્મૃતિ પોતાની વ્હાલસોયી હીર મા આવેલો આ તફાવત જોઈ મનોમન પેલી અજાણ છોકરીનો આભાર માનવા લાગી.
કોણ હતી એ અજાણી છોકરી જે મારા જીવનમાં આવીને આમ પવનના સુસવાટાની જે માફક ચાલી પણ ગઈ!ન કંઈ પરિચય કંઈ ઓળખાણ.એક પવનની લહેરખી રુપે જીવનમાં આવી,આમ એકાએક ચાલી ગઈ.એ નાનકડી છોકરીનો પરિચય પણ સ્મૃતિ ન લઈ શકી એનો તેને ભારાવાર અફસોસ હતો.સ્મૃતિ નાનકડી છોકરી વિશે જાણવા ચિંતિત હતી.સ્મૃતિ જે ધારે એ કોઈપણ હિસાબે કરીને જ રહેતી.
સ્મૃતિએ નાનકડી છોકરી વિશેની તજવીજ હાથ ધરી.નાનકડી છોકરી વિશે જાણવા મળ્યું કે"એના માતા પિતાએ દિકરાના આળમાં તેને રસ્તા ઉપર છોડી આવ્યા,દર દરની ઠોકરો ખાવા.
વરસાદ,ટાઢ તડકો સાથે જીવને જાણી જોઈને દેખાડેલી તડકી છાંયડીથી અથવા તો જીવનના અનુભવોમાંથી શીખી હોય તેવું બની શકે.
નાનકડી આ છોકરી પોતાને બે ટંકનુ જમવા મળે એ માટે તે મંદિર આગળ ફૂલ વેચતી હતી.રસ્તામાંથી ગુજરતા
અનાથાશ્રમના સંચાલકની એકાએક નજર આ છોકરી પર પડી છોકરીની માસુમિયત સાહસિકતા,દ્રઢ આત્મવિશ્વાસ જોઈ આ છોકરી ઉપર નજર ઠરી.છોકરીની હાલ જોઈ અનાથાશ્રમ સંચાલન"બેટા તારું નામ શું છે??અહીં તું આમ એકાએક દિકરી???ખબર તો છે
તને આવી હાલતમાં કોણ છોડી ગયું...??"આટલુ કહી અનાથ આશ્રમના સંચાલક ભાવવિભોર બની જાય છે.
નાનકડી છોકરીની નમ આંખો જ બધા જ સવાલના જવાબો છુપાયેલા હોય છે.
અનાથાશ્રમના સંચાલક આ છોકરીને પોતાના આશ્રમમાં લઈ આવે છે.છોકરીને ખાવા- પીવાની,પહેરવા,ઓઢવાની,
તમામ સગવડો પુરી પાડે છે,ઉચ્ચ શિક્ષણ માટે છોકરીને સ્કુલ પણ મોકલવામાં આવે છે.સ્મૃતિ નાનકડી છોકરી વિશે સાંભળી ચિંતા માં સરી પડે છે.
સ્મૃતિ રસોડામાં રસોઈ તો બનાવતી હોય છે પણ તેનું મન નાનકડી છોકરીમા ફરતું હોય છે.
વધુમાં હવે આગળ....
Comments
Post a Comment