નવલકથા:ઉડાન પ્રકરણ:25,સ્મૃતિ અને હીરની માસૂમ મસ્તી...

પ્રકરણ:25,સ્મૃતિ અને હીરની માસૂમ મસ્તી...

નાનકડી છોકરી તેને વિચારમગ્ન કરી નાંખેલી હોય છે.ગેસ પર મૂકેલું દૂધ ઉભરાવવાની તૈયારી મા હોય છે ત્યારે હીર આવી જાય છે.તેને પોતાની મમ્મી સ્મૃતિને આટલી ચિંતાતુર હાલતમાં ક્યારેય નોહતી જોઈ.

        સ્મૃતિએ હીરને માંથે હાથ ફેરવીને કહ્યું,કે દિકરા કાંઈ નથી થયું જો હું તો ઠીક છું તું ખોટી મારી ચિંતા કરે છે.હીરે મનમાં નક્કી કર્યું કે તે પોતાની મમ્મીની ચિંતાનું કારણ શું છે તે જાણીને જ રહેશે.તે સ્કુલથી આવી મિત્રો સાથે રમવા જતી,પણ હવે તે પોતાની મમ્મી સાથે સમય પસાર કરતી હતી.
મમ્મી હું નાની નથી હું બધું જ સમજું છું....ડોક્ટર અને પોલીસ થી કંઈ જ ન છુપાવવુ જોઈએ.આ વાત તમે તો સારી રીતે જાણતા જ હશો મમ્મા છતાંય...."

             સ્મૃતિ મીઠો ઠપકો આપતાં કહે"હા...મારી માં.... તારાથી કંઈ જ નહીં છુપાવુ બસ...."ચાંપલી..."મારી એક ભુલ માફ કરો પોલીસ...આટલુ કહેતા જ મા દિકરી વચ્ચે મજાક ભર્યુ વાતાવરણ સર્જાય છે.

           હીર પોતાની વાત રજુ કરતાં કહે "અરે....મમ્મા તમે તો બુરુ માની ગયા...મારો કહેવાનો તાત્પર્ય સમજો મમ્મા..."

      હીરે સ્મૃતિના માથે પ્રેમથી હાથ ફેરવતાં કહ્યું"
મમ્મા શું વાત છે?હું કેટલાક દિવસથી જોવું છું કે તમે કોઈ કામ કરો છો પણ ધ્યાન તમારુ બીજે છે.કેમ મમ્મા મારી સાથે બનેલા બનાવે તમને હચમચાવી નાંખ્યા છે!"વધુમાં "મમ્મા હું જાણું છું પણ તમે એકપાસુ તો જુઓ હું આ બનેલા બનાવથી કેટલી સ્ટ્રોંગ થઈ..."મમ્મી હું હાલત સામે આટલી લડવા મજબૂત બની એમાં ફાળો પેલી છોકરીનો પણ છે... જેને મારી અંદર ખોવાયેલી હિંમત પાછી લાવવામાં ખુબ મદદ કરી છે,એ છોકરીથી મને બહુ ગુસ્સો છે."

વધુમાં હવે આગળ....

Comments

Popular Posts