નવલકથા:ઉડાન પ્રકરણ:26હીરના ગુસ્સાનું વ્યાજબી કારણ....

પ્રકરણ:26હીરના ગુસ્સાનું વ્યાજબી કારણ....

હીરને અહીંથી જ સ્મૃતિ અટકાવી દેતા કહે છે"બેટા આમ ન બોલાય,એને આપણને ખુબ મદદ કરી છે,મેં તને આવું શીખવ્યુ છે....કે મદદ કરનાર માટે તું આવું બોલે.....મને જવાબ આપ..."

             હીર ગુસ્સામાં પાગલ બનેલી સ્મૃતિને વ્હાલથી કહે"અરે...મારી...પ્યારી.... મમ્મા તું તો ખુબ ગુસ્સે થઈ ગઈ, મારી વાત તો સાંભળ એ છોકરી બહુ જબરી નિકળી મને દોસ્ત દોસ્તની શબ્દ જાળમાં ફસાવી આમ ચાલી ગઈ કોઈ આમ કરતું હશે પોતાના મિત્ર સાથે હવે તુ જ કહે....???"મારો ગુસ્સો શું અયોગ્ય છે હવે તુ જ કહે...??

હીરને સ્મૃતિ પ્રેમથી કહે "જો એ તારી મિત્ર કાયમ માટે અહીં આવી જાય તો...તારું શું કહેવું આ બાબતે...."

મમ્મા પહેલી બુઝાવોને જે હોય તે સ્પષ્ટ કહો તમે શું કહેવા માંગો છો તે...."જાણવાની ઉત્સુક હીર થોડી ઉત્તેજિત થઈ જાય છે.

સ્મૃતિ ઉત્તેજિત થયેલી હીરને શાંત પાડતાં કહે..."અરે...મારા દિકા...ગુસ્સો કર્યા પહેલાં મારી વાત તો સાંભળ..."
સ્મૃતિ હીરની ઉત્સુકતાનો અંત લાવતા કહે છે કે"પેલી નાનકડી છોકરીને કાયમ માટે આપણાં ત્યાં લાવીએ તો કેવું રહેશે??

       હીર આ સાંભળી આનંદિત થઈ ગઈ,તે તેની મમ્મીને વ્હાલ કરતાં કહે"અરે...મમ્મા...શું વાત કરો છો?"વધુમાં હીર કહે "મમ્મા એક પ્રશ્ન છે મને."સ્મૃતિ તેની વ્હાલસોયી દિકરીને કહે પુછ ને બચ્ચાં...તમે મારા મનની  વાત કેવી રીતે જાણી લો છો.... મને સમજાતું નથી....???"

અરે....દિકરા હું તારી મમ્મા છું....મેં તને જન્મ આપ્યો છે.તો તારી રગ રગની મને ખબર ન હોય તો કોને હોય?આટલું કહેતાની સાથે સ્મૃતિ હીરને પોતાની ગોદમાં ઉઠાવી લે છે...હીર વધુમાં કહે "મમ્મા એ નાનકડી છોકરીના આવ્યા પછી મને તું ન ભુલી જાતી...."
મારી પ્યારી મમ્મા"હીરના મોઢે આ વાત સાંભળી સ્મૃતિની અાંખો નમ થઈ ગઈ આને ખુશીના આંસુ કહેવાય કે દુ:ખના એની વ્યાખ્યા કદાચ એના માટે પણ મુશ્કેલ હતી.હીરની વાતનો શો જવાબ આપે તે એની પણ સમજ બહાર હતું.હીર કાલે સ્કુલ જવાનું છે તો જલ્દી સુઇ જા."વહેલા પણ ઉઠવાનું છે...

હીર મમ્મા આગળ લાડ કરતાં કહે"મમ્મા આજે નીની નથી આવતી મને તારા ખોળામાં સુવાડે ?

વધુ મા હવે આગળ..

Comments

Popular Posts