નવલકથા:ઉડાન.પ્રકરણ:28.સ્મૃતિનુ વર્તમાન જીવન...
પ્રકરણ:28.સ્મૃતિનુ વર્તમાન જીવન.....
નાનકડી છોકરી બહુ ભારે હૈયે આશ્રમથી સ્મૃતિ સાથે આવી હતી. સૌ મિત્રો સાથે પરિવાર ના સંબંધો બંધાયા હતા.
તેમનાથી અલગ પડવાની ઇચ્છા નો હતી.પણ તે હીરની સાથે પણ લાગણીના તાંતણે બંધાઈ ગઈ સ્મૃતિના વ્યક્તિત્વથી તે અંજાઈ ગયેલી.તેમની સાથે જવાનું છે તે સાંભળી હૈયે હરખ નોહતો સમાતો પણ ચહેરે ઉદાસીના વાદળો પણ છવાઈ ગયેલા હતાં.કારણે જેમની સાથે તે રહી હતી તેમની જોડે આત્મમીયતાના સંબંધો બંધાઈ ગયેલા.રડતા હૈયે નાનકડી છોકરી છૂટી પડે છે.નાનકડી છોકરીને રડતા જોઈ સ્મૃતિ અને હીરની પણ આંખો ભીની થઈ જાય છે.
સ્મૃતિ નાનકડી છોકરીને પોતાના ઘરે લાવે છે.પેલી નાનકડી છોકરીને સ્મૃતિ પોતાની દિકરી તરીકેની ઓળખ આપે છે.એ નાનકડી છોકરીનું નામ"નિયતિ"આપે છે.એ નિયતિની નિયતિ બદલાઈ જાય છે.સ્મૃતિ હીર અને નિયતિ બંન્નેના ઉછેરમાં સ્મૃતિ લાગી જાય છે.સ્મૃતિ બંન્ને દિકરી એક સમાન પ્રેમ આપતી જ્યાં તેઓ ખોટી હોય ત્યાં ઠપકો પણ આપતી હતી.સ્મૃતિએ બંન્ને દિકરીઓ ક્યારેય ભેદભાવ રાખતી નહીં.નિયતિ અને હીર ક્યારેક પ્રેમથી પુછી બેસતા"મમ્મા તમારી પ્રિય દિકરી કઈ?"ત્યારે સ્મૃતિથી જવાબ આપવો મુશ્કેલ પડી જાતો.સ્મૃતિ બંન્ને દિકરીઓને પ્રેમથી જવાબ આપી તેમના મનમાં ઉદભવતી ઉત્સુકતાનીને દૂર કરતી.બંન્ને બહેનો વચ્ચે ક્યારેય મતભેદો થાય એવું વર્તન સ્મૃતિ ન કરતી.બંન્ને દિકરીઓને હંમેશા તે આગળ વધવા સતત પ્રોત્સાહન પુરુ પાડતી.બંન્ને દિકરીઓ ક્યારેય ક્યારેય એકબીજા સાથે પોતાની જાતને સરખામણી ન કરે એનું તે ખાસ ધ્યાન રાખતી.નાનકડી
હીર નિયતીને "દીદી" કહીને જ બોલાવતી.હીર નિયતિને મમ્મી પછી પોતાની આદર્શ માનતી હતી.હીર નિયતિના કદમે કદમે ચાલતી હતી.આ જોઈ સ્મૃતિ ભાવવિભોર થઈ ગયેલી.
સ્મૃતિએ તેની બંન્ને દિકરીઓનો
ઉછેર દિકરાની જેમ કર્યો હતો સ્મૃતિએ તેની બંન્ને દિકરીઓને તમામ સ્વતંત્રતા આપી હતી.આકાશમાં ઉડવા માટે સ્પેસ આપી હતી.બંન્ને છોકરીઓ ખુબ ડાહી અને સમજુ હતી.સ્મૃતિએ બંન્ને છોકરીને ક્યારેક પિતાની ગરજ ક્યારેય ન સારવા દીધી.હીર અને નિયતિ ક્યારેય મમ્મી આગળ પિતાની યાદ ન અપાવી ક્યારેક દુઃખી ન કરતી.
હીર અને નિયતિનાં આવવાથી ક્યારે ભૂલાઈ ગયાં,સ્મૃતિના બધાં જ દુઃખ દર્દ તેની ખબર જ ન રહી.ધીરે ધીરે પોતાની જાતને બહાર નીકાળતી ગઇ.
હવે હીર અને નિયતિ તેની જીંદગી બની ગઈ.સ્મૃતિના જીવનમાં એકલતાની ખોટ પુરાઈ ગયેલી.તેનો સમય ક્યાં પસાર થઈ જાતો એની એને ખબર જ ન રહી.
સ્મૃતિ અને હીર બંન્ને અને પેલી નાનકડી નિયતિ ત્રણેય આનંદથી જીવન વ્યતીત કરતાં હતાં.
શૈમી ઓઝા લફ્ઝ.
(એક કાબેલ માં સંતાનોનો ઉછેર કેવી રીતે કરી શકે છે એનો સ્મૃતિ જીવંત ઉદાહરણ છે.આ સત્ય ઘટના પર આધારિત છે.)
Comments
Post a Comment