નવલકથા:ઉડાન:પ્રકરણ:5,સ્મૃતિ અને ઉર્વીએ એકબીજા સાથે વિતાવેલી યાદગાર પળો....
*પ્રકરણ:5,સ્મૃતિ અને ઉર્વીએ એકબીજા સાથે વિતાવેલી યાદગાર પળો....
બંન્ને સહેલીઓ બાળપણની યાદોને તાજા કરતી,ઉર્વીના બંન્ને બાળકો સ્મૃતિના ખોળામાં આવી બેસી કહેવા લાગ્યા "માસી તમે અહીં રહી જાવ આપણે બહુ બધી રમત રમશુ,અમે પણ મોટા થઈ તમારા જેવા હોશિયાર બનશુ,બાળકોની માસુમિયત જોઈ સ્મૃતિના હ્રદયમાં મમતા જાગી.
"ઉર્વી તેના બાળકોને ગુસ્સામાં કહે એક ઝાપટ લગાવું,આમ સ્મૃતિ માસીને હેરાન કરાય,સ્મૃતિ ખોટું ન લગાડતી મારા બાળકોની આદત જ એવી છે.એ જે મહેમાન આવે એનું માથું ખાય છે."
બાળકોને આમ રડતાં જોઈ સ્મૃતિનું દિલ ભરાઈ આવ્યું,તે ઉર્વીને કહે"આમ બાળકોને ન ધમકાવવા નોહતા જોઈતા,તારા બાળકો તો કેટલા મસ્ત છે,પ્રેમથી સમજાવાય નહીં તો તારા જ બાળકો તારાથી દુર થઈ જશે.
મને તો બાળકો બહુ ગમે ઉર્વી કહે એતો હું જાણું જ છું સ્મૃતિ તું પાડોશમાં કોઇને બાળક થયું હોય તો તું ઘેલી ઘેલી થાતી.હા...એજ તો..." સ્મૃતિ આટલું કહીને સ્તબ્ધ થઇ જાય છે.
ઉર્વી બાળકોને ઈશારો કરી સમજાવતા કહે"તમે રમવા જાવ..."
બાળકો રમવા ચાલ્યા ગયા.પછી ઉર્વી કહે,"બોલ સ્મૃતિ તારા જીવનમાં કેવું ચાલે કહે "સ્મૃતિ કહે ઓફિસનું કામ...અને મિટિંગ...."
ઉર્વી ચિંતિત થઈ સ્મૃતિને કહે"
એક વાત પુછું તે છુટાછેડા થયા પછી બીજા લગ્નનું વિચાર્યું નહીં હોય ને?
સ્મૃતિ કહે"જો એકવાર દૂધ પીતાં દાઝ્યા હોય તો છાશ પણ કેવી રીતે ગળે ઉતરે,આમ પણ મને લગ્નના નામ પર ઉપર હવે નફરત થઈ ગઈ છે.એટલે તું પ્લીઝ લગ્નની વાત ન કરીશ,એ બાબતે મારે અને મમ્મી પપ્પાને બોલાચાલી થઈ ગઈ એટલે હું અહીં આવી મુંબઈ સિફ્ટ થઈ ગઈ.
મમ્મી પપ્પાએ મારી જીંદગી રોળી નાંખી,એમને તપાસ કર્યા વગર મારા લગ્ન ધ્રુમિલ સાથે કરાવ્યા શરૂઆતમાં બધું સારુ ચાલ્યું પછી સટ્ટો,જુગાર,અને દારૂની લત્તે ચડી મને રોજ ઝગડે માનસિક ત્રાસ આપે,એક દિવસ મારો એવો ગયો નથી કે જે કંકાશ વગર ગયો હોય,ત્યાં સુધી ઠીક છે અમારો એક દિવસ નાની વાતમાં મોટો ઝગડો થઈ ગયો,દારૂ પીધેલી અવસ્થામાં એને માનસિક સંતુલન ગુમાવ્યું, પછી મને ઢોરમાર માર્યો તો મારાથી સહન ન થયું
મેં મમ્મી પપ્પાને વાત કરી પણ એમને જવાબદારી મને બહાર નિકાળવાની જગ્યાએ આ સંબંધને એમની ઈજ્જત ખાતર અને ભાઈઓને લગ્ન માટે કોઈ સમસ્યા ન આવે એટલે ચુપચાપ સહન કરવાની શીખામણ આપે રાખતા,જે મારી સહનશક્તિ બહારનું હતું એટલે મેં અહીં નવી નોકરી શોધી લીધી.
ઉર્વી ચિંતાતુર કહે તારી સાથે આટલું બધું બની ગયું,છતાંય તુ પોતાના કામમાં ધ્યાન આપે અને સાથે સાથે તુ માનવતાના કાર્યો પણ કરે છે તને ધન્ય છે,તારો રિપોર્ટ અને ફોટો મુંબઈના છાપામાં છપાયો હતો,મારા છોકરા કહે આ આન્ટી કેટલા હોશિયાર છે કાશ...અમને એકવાર મળવાનો મોકો મળી જાય,તો મેં કહ્યું આતો મારી બાળપણની મિત્ર સ્મૃતિ છે.તમને એ આન્ટી જરૂર મળાવીશ પણ એમને હેરાન ન કરતાં આવે તો પણ સ્મૃતિ મારા બાળકો તોફાની છે,એ કોઈની વાત નથી માનતાં...
તું ખરાબ ન લગાડતી...
સ્મૃતિ તેની વ્યાકુળ સહેલીની વાતનો જવાબ આપતાં કહે"અરે...બાળકો તો ભગવાનનુ રુપ કહેવાય બાળક ઉપર જો તમે ગુસ્સે થાવ તો ભગવાન પણ તમને ન માફ કરે ,આમ પણ બાળક શરારત ન કરે તો કોણ કરે તુ જ કહે"
ઉર્વી કહે હા એતો છે...જ એકવાત પુછું સ્મૃતિ અંકલ આન્ટી તારી જોડે વાત કરે છે?"
સ્મૃતિ કહે અત્યાર સુધી નહીં કેમકે તેમને અહ્મ વચ્ચે આવે છે કે મેં એમની વાત માની ધ્રુમિલ સાથે સંબંધો કેમ ન સુધાર્યા અને હું મારી જીંદગીના નિર્ણયો એમની મરજી વિરુદ્ધ શું કામ લઈ જ શકુ?એમને જ્યારે મન થશે તો વાત કરશે મેં હવે જે મનને તોડી નાંખે એવી બાબતો પર વિચારવાનું છોડી દીધું
ઉર્વી કહે "આપણા મિત્ર વર્તુળની શાન છે,
તું તો બધી જ સહેલીમાંથી તુ આગળ નિકળી ગઈ કે...
અમે તને આમ હારવા નહીં દઈએ...
વધુમાં હવે આગળ......
Comments
Post a Comment