નવલકથા:ઉડાન:પ્રકરણ:6,ઉર્વીએ કરેલી સ્મૃતિને મદદ....

પ્રકરણ:6,ઉર્વીએ કરેલી સ્મૃતિને મદદ....

                 સ્મૃતિ પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગઈ,યાદ કરતાં જ તેની આંખ ભીની થઈ ગઈ,રડતી સ્મૃતિને ઉર્વી શાંત પાડતાં કહે"ચાલ તું હવે મજબુત થા, અમે સૌ તારી સાથે છીએ તો તું ડર નહીં સ્મૃતિ તને મારા કસમ..."

               ઉર્વી સ્મૃતિની દરેક કદમે તેની સાથે ઢાલ બની ઉભી રહેશે તેવું વચન આપ્યું.


          "તારે લડત લડવાની છે,આમ તું હારી જઈશ તો કેમ ચાલશે...?" તો અમારી હિંમત તૂટી જશે.ઉર્વીની વાત સાંભળી તેને હિંમત આવી જાય છે,ત્યાં જ તેના બાળકો આવી જાય છે,રડતી સ્મૃતિને જોઈ બાળકો કહે"મમ્મા શું થયું સ્મૃતિ માસી કેમ રડે છે?ઉર્વી બાળકોને પ્રેમથી સમજાવતાં કહે "બેટા તમે જમી લો,આન્ટીને અંકલ આન્ટી યાદ આવી ગયાં,એટલે રડે છે"આટલું કહીને ઉર્વીએ વાત વાળી દીધી.બે બાળકો ઉત્સુકતાવશ કહેવા લાગ્યા"બસ...આટલી જ વાત આન્ટી રડશો નહીં અમે તો સૌ છીએ ને તમારી સાથે.તમે હિંમત રાખો.

                 "હા...બેટા.....હવે નહીં રડે તમારી આન્ટી....
આટલું કહી સ્મૃતિએ આંસુ લુછી નાંખ્યા.ઉર્વીના બાળકો સ્મૃતિને છોટી માં કહી બોલાવતાં.
       

              બે ત્રણ દિવસ સાથે વિતાવ્યા પછી સ્મૃતિ પોતાની હોસ્ટેલમાં જવા રવાના થઈ.ઉર્વીના નાના બાળકોને તેની માયા લાગી ગયેલી,બાળકો તો કહે"માસી અમને મળવા આવતાં રહેજો.આટલું કહીને સ્મૃતિને ભેટી પડ્યાં.
             
            આ વાતને મહિનો થઈ ગયો,સ્મૃતિ રોજિંદા જીવનમાં કામકાજમાં પરોવાઈ ગઈ,ઉર્વી અઠવાડિયે અઠવાડિયે બાળકો સાથે સ્મૃતિને મળવા આવતી રહેતી.
જેથી સ્મૃતિને માયાવી મુંબઈ નગરીમાં તેને કોઈ પોતાનું લાગતું હતું.

                ઉર્વીએ તેની બાજુમાં સ્મૃતિને ફ્લેટ અપાવ્યો બંન્ને મિત્રો હળીમળી રહેવા લાગી.બંન્ને મિત્રો ઉર્વીના બાળકો સ્મૃતિ જોડે રમવા આવી જતાં,સ્મૃતિનું ઘર બાળકોની કિલકારીથી ગૂંજી ઉઠતું.રજાના દિવસો સ્મૃતિ બાળકો જોડે વિતાવતી.સ્મૃતિ જ્યારે ઓફિસેથી ઘરે આવે ત્યારે ઉર્વીના બાળકો માટે કંઈનુ કંઇ લેતી આવે.ઉર્વીના બાળકના ચહેરા ઉપર ખુશી જોઈ સ્મૃતિના ચહેરા ઉપર પણ રોનક આવતી.

                      સ્મૃતિનું હવે પછીનું જીવન કેવું હશે...

વધુમાં આવતાં સપ્તાહમાં...

Comments

Popular Posts