નવલકથા:ઉડાન.પ્રકરણ:7.સ્મૃતિનુ ઓફિસ કામ...
પ્રકરણ:7.સ્મૃતિનુ ઓફિસ કામ
સ્મૃતિએ હવે નક્કી કર્યું કે તે આજીવન એકલા વિતાવશે.તેને મનમાં દ્રઢ નિશ્ચય કર્યો કે સ્મૃતિએ પછીનુ જીવન સમાજ સેવામાં વિતાવવાનુ નક્કી કર્યું.
સમાજસેવાની શરૂઆત તેને રક્તપિત્તના દર્દીઓની મદદ કરવાથી શરૂ કરી...સ્મૃતિ ઘરનું કામકાજ પરવારીને ઓફિસ જવા નીકળી જવું.પોતાના કામથી કામ રાખવું.કોઈની સાથે વાતચીત કરવી એને પસંદ નોહતી.તે નવરાશનો સમય તેની મિત્ર ઉર્વીના બાળકો સાથે વિતાવતી.
"એ...ઉર્વી હું જાવ છું ઘરનું ધ્યાન રાખજે ને બકા...."સ્મૃતિ તેની મિત્ર ઉર્વીને આટલી વિનંતી કરી સ્મૃતિ ઓફિસ જવા નિકળી ગઈ.
સ્મૃતિના કામથી નવા સ્ટાફમિત્રો ખુબ ખુશ હતાં.સ્મૃતિના કામથી પ્રભાવિત થઈને સ્મૃતિને બોસે પ્રમોશન અને બઢતી આપી હતી,તેને જનરલ ઓફિસર બનાવવામાં આવી હતી.
સ્મૃતિ રક્તપિત્તના દર્દીઓને નવડાવવા ધોવડાવવા તેમની આગળ સ્વચ્છતાનું વાતાવરણ બની રહે
તેવા પ્રયત્નો કરતાં,સ્મૃતિ આ બધું કામ હોંશે હોંશે કરતી.ઉર્વી પણ તેને ખુબ સહકાર આપતી.
ઉર્વી નિવેદન કરતાં કહે "સ્મૃતિ મારું તને એક સજેશન છે,જો તું ખરાબ ન લગાડે તો..."તું આખીય દુનિયાની ચિંતા કરે છે કોઈવાર તું તારી તો ચિંતા કર.
સ્મૃતિ નમ અવાજે કહે "ડિયર ઉર્વી શું મતલબ છે તારો?આમ ઘૂમાવી ફરાવીને ન બોલ...ને પ્લીઝ...યાર ઉર્વી."
ઉર્વી કહે સ્મૃતિ સમક્ષ પોતાની વાત રજુ કરતાં,"તું જાણે જ છે,હું શું કહેવા માંગુ છું તે"
વધુમાં ઉર્વી કહે "સ્મૃતિ તારા માટે જીવતાં શીખ તું બહુ બધાં માટે જીવી હવે તું તારી ખુશીઓ વિશે વિચારતા શીખી જા... સ્મૃતિ તારું આમ જીવન વિતાવીશ?...."
"એ ઉર્વી જરા વાસ્તવિકતા તરફ આવ,તું કાલ્પનિક જીવનને હકીકત સમજાવવાનો વ્યર્થ પ્રયત્ન નહીં કર.આટલું કહી સ્મૃતિ રડી પડી.
જો ઉર્વી તું આજ પછી લગ્ન માટે મને કોઈ જ દબાણ નહીં કરે....નહીં તો તને આપણી મિત્રતાના કસમ છે..."આટલું કહી સ્મૃતિએ ઉર્વીને અટકાવી દીધી.
"આમ પણ લગ્ન અને પ્રેમ સિવાય ઘણુંય છે જગતમાં કરવા જેવું,આટલું કહીને સ્મૃતિ પોતાનો મતલબ રજૂ કરે છે.
સ્મૃતિ કહે જો ઉર્વી મને આવા કામ કરવાથી આનંદ મળે છે,અને હું કરું છું, મારા માટે મારું કામ જ મારી સાચી ખુશી છે,રક્તપિત્તના દર્દીઓના ચહેરેથી નિકળતા આશીર્વાદ જ મારી સાચી ખુશી છે....એના સિવાયની બધી જ ખૂશી મારા માટે તૂચ્છ છે.
સ્મૃતિ હાથ જોડી ઉર્વીને કહે" તને મારી એક નમ્ર વિનંતી છે કે દોસ્ત તું મારી જીંદગી મને મારી રીતે જીવવા દે.
તો સારું છે.દરેકે પોતાની જીંદગી ડિઝાઇન કરી જ હોય છે એને એ પ્રમાણે જીવવું ગમતું હોય છે.અને હું એ પ્રમાણે જ જીવવા માંગુ છું."મને આવી જ જીંદગી ફાવે છે.જો મારી જોડે ન ગમતું હોય તો તું મારી સાથે દોસ્તી તોડી શકે છે,પણ મને લગ્ન કરવા મમ્મી પપ્પાની વાત માનવી એવા સજેશન આપ તો સારું છે."
સ્મૃતિ સમાજસેવાના કામમાં પોતાની ખુશી શોધતી હતી.કોઈને ખોટી શીખામણો આપી આમ ભટકાવુ તારા જેવી સમજૂને હોશિયાર સ્ત્રીને ન શોભે ઉર્વી.
સ્મૃતિના વેધક શાબ્દિક બાણોથી ઉર્વી અને સ્મૃતિ ના સંબંધોમાં શું અસર પડે છે...
એ વધુમાં આવતાં અંકે...
Comments
Post a Comment