એ દિલ સંભલ જા જરા....
"જીંદગીની હકીકત દર્શાવતી અને સમાજીક ઘટના ઓને આવરી લેતી કાલ્પનિક વાર્તાઓ"
(આ નવલીકા વાસ્તવિક જીવનને આવરી લે છે,અને સમાજમાં બનતી સારી નરસી ઘટનાઓનુ વર્ણન કરે છે.
તમારા પ્રતિભાવ મને મેઈલમાં જણાવશો)
વાર્તા:એ દિલ સંભલજા જરા,સુન લે જરા મેરી પુકાર...
આજે વાતાવરણ શાંત હતું,મંદ મંદ પવન અને ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો હતો.વૈભવી હાથમાં કોફીનો મગ લઈ કોફીની ચુસકી સાથે વરસાદને એકીટસે નિહાળી રહી હતી,ત્યાં એકાએક અવાજ આવ્યો "અલી... વૈભવી ક્યાં છો તને ક્યારનીય હું શોધું છું,ને તું અહીં છો...
આ સાંભળી વૈભવી મનમાં વિચારી રહી હતી."આ અવાજ તો મારી ફ્રેન્ડ નિલોફરનો છે,વૈભવી પાછું ફરી જોયું.ત્યાં તો નિલોફર જ હતી.વૈભવી તેની બાળપણની સહેલીને જોઈ તે એકદમ શોક જ થઈ ગઈ.વૈભવીએ તેને આવકાર આપતાં કહ્યું "હાય...નિલોફર તુ અહીં આમ અચાનક... તે તો મને સરપ્રાઈઝ્ડ જ કરી નાંખી.એ બતાવ તું આમ એકાએક અહીંયા...નિલોફર ઉત્સાહથી કહે "યા...યા...ઢે...ટે...ને...ન...સરપ્રાઈઝ ડિયર વૈભુ."
મને નહીં બેસવાનું નહીં કહે વૈભવી...વૈભવી આશાબહેનને મોટા અવાજે નાદ પાડતાં કહે"એ...નિલોફર કેટલા દિવસે આવી છે,તું એની માટે કોફી બનાવી લાવ.આશાબહેન નિલોફરને આવકારતા કહે "બેટા આવ...શું કરે તુ,
તારા કુટુંબમાં સૌ કેમ છે?મજા માં તો છે ને!વધુમાં આશાબહેન કહે "દિકરા વૈભવી તને એક વાત કહું મેં જ નિલોફરને બોલાવી હતી,હું જાણું છું કે તુ નિલોફર સાથે વાત કરીશ તો તારું બેચેન મન હળવું થઈ જશે.નિલોફર
"વૈભવીનું પોતાનું દુઃખ ભુલી તે નિલોફર સાથે વાતે વળી ગઈ.નિલોફરથી પુછાઈ જાય છે"તું કેમ છે વૈભુ...તારા વિશે જણાય મને શું વાત છે ડિયર...હું તને નોટિસ કરી રહી છું,કે તું ખાલી મારી સામે ખુશ રહેવાનો દેખાવ જ કરે છે,પણ તું મનથી ખુબ દુઃખી અને ચિંતાથી ઘેરાયેલી છે,એ...ય...શું વૈભુ છુપાવે મારાથી જે હોય તે સાચું કહેજે..."બોલ તુ શું છુપાવે મારાથી.મને કહે વૈભુ તુ એ જ છે ને...કે જે આખીય કોલેજમાં 'ઝાંસી કી રાની' તરીકે તું જાણીતી થઈ હતી,તુ એજ વૈભુ છે ને કે જેને પ્રોફેસરને તેમની ગેરવર્તણુક બદલે તે ક્લાસ વચ્ચે થપ્પડ મારી સસ્પેન્ડ કરાવ્યા હતા.એ વૈભુ ક્યાં ખોવાઈ ગઈ.
પણ વૈભુ ડિયર આજે હું શું જોવું છું વૈભુ ક્યાં ખોવાઈ
ગઈ,હું તો એને શોધી રહી છું મને એ વૈભુને મળવું છે!"
નિલોફરના આ તીખા શબ્દબાણ સાંભળી વૈભવી થોડી અકળાઈને કહે,"અહીં મારા જીવનની ધુળધાણી થઈ ગઈ છે અને આ બહેનને મજાક સુજે છે, શું નિલોફર તુ તો એવી ને એવી જ રહી,શરારતી "આટલું કહી વૈભવી રડી પડી.
નિલોફર વૈભવીને શાંત પાડતા કહે "અરે...વૈભુ રડ નહીં શું થયું હતું હું તો મજાક કરી રહી હતી,યાર,સોરી હું તો તને મુળમાં લાવવા બોલી હતી,સોરી તને ઓછુ આવ્યું હોય તો.
વૈભવી તેની બેસ્ટ ફ્રેન્ડ નિલોફરને માફી આપતાં કહે" નિલોફર કોઈ વાંધો નથી,ચાંપલી... બેસ્ટ ફ્રેન્ડમાં સોરી અને થેન્કયુ ન હોય,હવેથી ધ્યાન રાખજે."
રડતી વૈભવીને હિંમત આપતાં નિલોફર કહે" તુ રડ નહીં તારી સાથે વિગતવાર જણાવ તો બની શકે તારી સમસ્યાનો રસ્તો નીકળી જાય તુ હિંમત રાખ સૌ સારા વાના થઈ જશે."
નિલોફર વધુમાં ઉમેરતા કહે વૈભુ હવે મને હવે જણાવીશ કે શું થયું છે તારુ દુઃખ એ મારુ દુઃખ જ કહેવાય,મને નિરાંતે જણાય વૈભુ.વૈભવીના અવાજમાં ભય સાફસાફ વંચાઈ રહ્યો હતો.ભુતકાળનું ફરી પુનરાવર્તન થશે તેવો ડર તેને સતાવતો હતો,કંઈ મોટી ભુલ થઈ હોવાની ખીન્નતા તેના ભયભીત મનમાં ઘી હોમવાનું કાર્ય કરતી હતી.
નિલોફરના હઠાગ્રહને વશ વૈભવી કહે છે"નિલોફર હું એ દિવસ યાદ કરુ તો મને પોતાની જાતને ખત્મ કરવાના સતત વિચારો આવે,હું શું કરું,યુવાનીના જોશે ચડી,મેં એવું પાપ કર્યું જેનાથી હું પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકું.મેં મારી કોલેજના છેલબટાઉ અને અમીર બાપની બિગડેલ ઔલાદ ગણાતા રોમિતને હું મારું તન મન સોપી બેઠી,એની અર્થહીન ફોકટ વાયદાઓને હું પ્રેમ સમજી બેઠી.પણ હું નાદાન હકીકત અને ભ્રમ વચ્ચે નો તફાવત પણ ન સમજી.મારા મમ્મી પપ્પાએ મને ખુબ રોકવા પ્રયાસ કર્યો પણ હું મૂડમતી એક ન માંની,પણ મારા દિલને પ્રેમનું ભુત સવાર હતું,ગર્ભમાં રહી ગયેલા શિશુને પિતાનું નામ મળે એ માટે મેં હું આ બધું નજર અંદાજ કરતી રહી.લગ્ન ના દિવસો વિતી ગયા પછી રોમિતનો અસલી રંગ ધીરે ધીરે સામે આવવા લાગ્યો,પણ માંની મમતાએ તેને આ સહન કરવા લાચાર કરી નાંખી હતી.
આતો હવે તેને રોજનો નિત્યક્રમ થઈ ગયેલો.દિલમાં એક આશાની કિરણ સાથે જીવતી હતી"કે કાલ સારું થઈ જશે,હું અને રોમિત બંન્ને નવેસરથી જીવશું,પણ આવું નો બન્યું,રોમિતનો અત્યાચાર વધતો જ ગયો.વૈભવીની ધિરજનો આજ અંત આવ્યો હવે બસ હવે નહીં.
આજે તો હદ કરી નાંખી રોમિત દારૂના નશામાં ધુત થઈ ઘરે આવ્યો,નશામાં રોમિત તેની સાથે બજારૂ સ્ત્રીને લઈ આવેલો, આ જોઈ વિફરેલી વાઘણની માફક ભડકતા વૈભવી બોલી,કે "આ કોણ છે...તમને ખબર તો છે ને,કે આપણે એક દિકરો છે!તે લાજ શરમ ભાડે આપી છે કે શું હે ભગવાન તમે કેવા વ્યક્તિ સાથે મારો પનારો પાડ્યો છે,આટલું કહેતાં જ રડવા લાગી. તેના આ આસુંમાં પછ્તાવો સાફસાફ વંચાતો હતો. "
વૈભવીનો દિકરો કાર્તિક આ બધું જોઈ રહ્યો હતો,તે નાનો હતો પણ બધું સમજતો હતો.એને મમ્મીને હંમેશાં રડતા કરગરતા જ જોઈ હતી.નાનકડો કાર્તિક વૈભવીને હિંમત આપતા કહે,"મમ્મા તું હિંમત રાખ આમ રડ નહીં,"
"એ...ય...તું કોણ છે મને કહેવા વાળી,તુ તારા માં બાપની ન થઈ તો મારી શું થવાની...ખેર...પણ હવે તારી સાથે કરેલા લગ્નએ મારી ભુલ હતી એને હું પણ પુરુષ છું મારી પણ કાંઈ જરૂરીયાત છે.એ તારાથી નથી પુરી થઈ શકતી,એટલે હું મારો રસ્તો કરી રહ્યો છું.આવી તો મારી જીંદગીમાં કેટલીય આવી અને ગઈ,પણ અફસોસ અત્યાર સુધી છુપુ રાખ્યું,પણ હવે તે આજે ખબર પડી જ ગઈ છે તો તું પણ હવે જોઈ લે..."
રોમિતથી મળેલી આ બેવફાઈ તે સહન ન કરી શકી,દિકરો કાર્તિક ભાઈબંધ જોડે રમવા ગયો હતો,ત્યારે વૈભવીએ આવેશમાં આવી આપઘાતનું પગલું ભર્યું,પણ કાર્તિક રોજ કરતાં કાર્તિક આજ વહેલો આવી ગયો મમ્મીને આવી હાલતમાં જોઈ તે હેબતાઇ જ ગયો.પણ કાર્તિક બહુ બહાદુર છોકરો હતો તેને હિંમત કરી તાત્કાલિક ધોરણે 108ને ફોન કરી હોસ્પિટલ ખસેડી,મમ્મીના ફોનમાં પહેલો નંબર આશાબહેનનો જોઈ કાર્તિકે ફોન લગાડ્યો.કાર્તિકના અવાજમાં ગભરાટ અનુભવતા કહ્યું"તમે વૈભવી માં ને કેવી રીતે ઓળખો? એમની હાલત બહુ ખરાબ છે.તમે તાત્કાલીક હોસ્પિટલ આવો એમની હાલત બહુ ગંભીર છે.વૈભવીને આ હાલતમાં જોઈ આશાબહેન પોક મુકી રડવા લાગ્યા. "
આશાબહેનના હૈયે ફાટ પડી,તરત જ હાફળા ફાફળા થઈ તેઓ પહોંચી ગયાં.તેના આ પગલાંથી તેના નિલેશભાઈના મગજ ઉપર ગહેરી અસર થઈ,પણ આ સમાચાર સાંભળ્યા પછી તેમની "હાલત પડ્યા ઉપર પાટુ" જેવી પરિસ્થિતિ થઈ તેઓ કોમામાં ચાલ્યા ગયાં.જ્યારે આદર્શ દિકરીની વાત આવે ત્યારે તેઓ પોતાની આંખની જ્યોતિ સમી વૈભવીનું નામ લેતા હતાં,પણ તેમની આ દિકરી તેમનો વિશ્વાસ તોડ્યો,એ હકીકત તેમનું મન સ્વીકારવા તૈયાર જ નોહતુ.આશાબહેનના પણ રોઈ રોઈ ખરાબ હાલ થઈ ગયેલા. પણ કહેવાય છે,ને કે સમય દરેક ઘાવ ભરી નાંખે છે.ધીરે ધીરે સરખું બધું ઠારે પડી ગયું હતુ ,પણ દિકરીની આ હાલ જોઈ તેઓ બધું ભુલી વૈભવીને ઘરે લાવી.સમાજમાં બધાં થુ થુ કરવા લાગ્યા.પણ આશાબહેન અને નિલેશભાઈએ દિકરીને ખુબ સારી રીતે કાળજી લીધી. પણ નિલેશભાઈએ દિકરીને માફ નોહતી કરી.હવે પ્રશ્નએ થયો કે દિકરી અને આ ભાણેજ કાર્તિકનું શું કરવું,વડીલોના મંતવ્યો જાણી એની ઉપર ચર્ચા વિચારણા કરી દિકરીને જેમ બને તેમ જલ્દી પરણાવી દેવી તે શરતે છુટાછેડા કરાવ્યા.આ વાતને બે વર્ષ વિતી ગયાં.વૈભવી હજુ આઘાતમાંથી ઉગરી નહતી,અને વૈભવીને લગ્ન માટે સતત દબાણ થવા લાગ્યું.નિલોફર મારા દિકરાને બીજો બાપ નથી આપવા માગતી મને આ થયા પછી માણસ ઉપરથી ભરોસો ઉઠી ગયો છે,મેં નાદાનીમાં કરેલી આ ભુલ મને વિષેલા સાપની માફક ડંખે છે,વૈભવી નિલોફરને જણાવે છે કે "મારે બીજા લગ્ન નથી કરવા હું અહીં રહીશ તો મારે એમને લાગણીને વશ થઈ મારે લગ્ન કરવા જ પડશે.નિલોફર તુ મને કાઈ તું મને હેલ્પ કરીશ હું બહું આશા લઈ તારી પાસે મદદ માગી રહી છું,મને વિશ્વાસ છે કે તુ મને ના નહીં કરે.
આ સાંભળી નિલોફરની આંખ ભીની થઈ જાય છે,નિલોફર સલાહ આપતાં વૈભવીને કહે "હું સમજી શકું છું તારા મનની વાત જો વૈભુ તારી ન હોય તો મરજી ન હોય તો ન કરીશ"વધુમાં નિલોફર તેને હિંમત આપતાં કહે,"વૈભુ હું તને એક સંસ્થાનો નંબર આપું,ત્યાં તને કામ પણ મળશે અને રહેવાનું અને જમવાનું પણ ફ્રી હશે,બોલ તુ કરીશ કામ
હું બોસને વાત કરી તારી વ્યવસ્થા પણ કરાવી દઉ.આટલું સાંભળી વૈભવીએ મનથી દ્રઢ નિશ્ચય કર્યો કે હું મમ્મી પપ્પા ઉપર બોજ નહીં બનું,સખ્ત મહેનત કરી દિકરાને ઉજ્જવળ ભવિષ્ય આપે,એને હું બાપની ગરજ નહીં સારવા દઉ.હું મારા દિકરાને બીજો બાપ નહીં આપવા
માંગતી માટે હું તમારી આ ઇચ્છા નહીં પુરી કરી શકું.મમ્મી પપ્પા મેં નોકરી જોઈન કરી છે હું અને કાર્તિક બંન્ને અહીંથી કાયમ માટે જઈ રહ્યા છીએ.અમારી નવા જીવનની શરૂઆત કરવા.તમારા આશીર્વાદ મારી ઉપર સદાય રાખજો,શક્ય હોય તો મને માફ કરી દેજો.મને શોધવાનો પ્રયત્ન ન કરતાં.તમારી દિકરી વૈભવીને યાદ રાખજો દુવામા.વૈભવી અને દિકરા કાર્તિકને ઉચ્ચ શિક્ષણ આપવા માટે પોતાની નવી દુનિયામાં કાયમ માટે ખોવાઈ ગઈ.
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment