શિવજીની સ્તૃતિ કાલીઘેલી ભાષામાં...

શિવજીની સ્તૃતિ.
મારા બેચેન મનની સંજીવની આપ,
સોમવાર તમારો પ્રિય ગણાતો,આકડો,ધતૂરો,
તમને ભાવતો,પ્રેમીઓની પ્રેરણા તમે ને માતેશ્વરી ઉમા,જે યુગલ તમને ભાવે ભજે,એમને એક થતા ન રોકી શકે દુનિયાની તાકાત,
જેના પર હાથ આપ ને મૈયા રાખતા,એ ધૂળ પણ સોનું બની જાય,તમારા આશિષમાં તાકાત છે ગજબની,ઓમ નમઃ શિવાય મંત્ર મનહરી લેતો,
તમારા નામથી મોક્ષના દ્વાર ખુલી જતા,હે મહેશ્વર...
રાહભુલી ગયેલાના 
માર્ગદર્શક તમે રહેલા,
સંતાન કુસંતાન થાય છતાંય,તમે ઉદારદિલ રાખી સંતાનના દોષો અવગણી ભક્તિભર્યુંદિલ જોઈ ઝટ પ્રસન્ન થાતા.
તમે ભોળાનાથ કહેવાતા,
આખાય જગતના આપ રાજા,મૈયા પાર્વતી જગની રાણી,આખીય સૃષ્ટિ આપની દેણ પિતાશ્રી આપના ચરણે સ્થાન આપોજી,બીજું વરદાન 
લઈ કર્મફળનુ ચક્ર ન જોઈએ પિતાશ્રી
પાર્વતીના પ્રાણેશ્વર આખાય જગતના અગોચર,
નથી કોઈ શત્રુ તમારા,
સૌ આપના વ્હાલા બાળકો,તમે ભેદ ન કરતા,
ભૂતટોળી સંગે રાખી તે પીડિત આત્માને સ્થાન દિલમાં આપ્યું આપ જેસા દુજા ન કોઈ, આવી સુંદર છબી જોઈ,બીજી કોઈ છબીની લાલસા નથી પિતાશ્રી.આપની ભક્તિ આપજો,જય જય કપાલેશ્વર મહાકાલ,જય જય પરમેશ્વર,આપના તાડવ નૃત્યથી સો જીવ થર થર કાપે,સૌ ભક્તો પર આપ અમી દ્રષ્ટિ રાખજો.
તમે બગડેલી સ્થિતિ સુધારી કરતાં ભક્તોની રખવાળી,કણકણમાં આપ વસતા,સર્જન,પાલનને સંહાર કરતા આપ,નંદી પર સવારી કરતાં,કોઈ ભક્ત નંદીજીના કાનમાં અરજ કરતું એની મનોકામના આપ પુરી કરતાં,આપને દ્વાર જે કોઈ ભક્ત આવે એ ખાલી હાથ નવ જાતા
કળિયુગમાં તમે હાજરા હજૂર દેવ કહેવાતા,તમારી કૃપા પામવા ઋષી તપસ્વી યુગોયુગ સમાધી લગાવતા,
દેવોના પણ દેવ કહેવાતા,જટામાં ગંગામૈયા બિરાજે,ગળે રુદ્રાક્ષ ને સર્પમાલા,તમારા ડમરુના તાલે જગતમંત્ર મુક્ત થઈ જાય,
શિવરાત્રીનો દિ ખાસ કહેવાતો.તમે ને મૈયા લગ્ન ના તાંતણે,પ્રેમલગ્નની પ્રથા શરૂ કરેલી,તમે ને માતેશ્વરી સૌ ભક્તોની પ્રેરણા કે'વાતા જય શિવજી પાપા,તમને કોટી કોટી વંદન
નવયુગલ આપની છબીને પૂજી લગ્નજીવનની શરૂઆત કરતાં,એનો સુખી સંસાર રહેતો મૃત્યુલોક મા,
જેનું કોઈ ન હોય એના આપ બની રહેતા,આખુંય સંસાર તમારી માયા,જય જય ત્રિશુલધારી પાપા,
જય જય શંભુ,
નમઃ શિવાય
આકરી તપસ્યા બાદ પાર્વતીજી એ વરદાન રૂપ આપને પતિરુપમાં મેળવ્યા,
જય જય જય શિવશંકર તાત...રાજા રંક સૌ સરખા આપને મન,જેટલા કાલાવાલા કરીએ પાપા એટલાં ઓછા...

શૈમી ઓઝા લફ્ઝ 



Comments

Popular Posts