કાવ્ય...

નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ લફ્ઝની કલમે....

એ દિવસ હતો જેને યાદ કરતાં ઈતિહાસને કસૂંબો ચડ્યો હશે,શું કેવી હશે તે ઘડી જ્યાં તપસ્વી જોગીસમુ વ્યક્તિત્વ અવતર્યુ હશે!

સત્તર સપ્ટેમ્બરના દિને
મહેસાણાની પવિત્ર ધરા
પર પવિત્ર એક મહાનસંત
અવતર્યા,ચાના વેપારથી 
મુસાફરી શરૂ કરી,કાર્યકર ને ગુજરાતના મુખ્યમંત્રી થયા

દિલ્હીની ગાદી
જેનાથી શોભે છે,નરેન્દ્ર મોદી છે એમનું નામ હીરાબા ને દામોદરદાસનું
સંતાન દેશ ભારતનું અભિમાન...

લોહીનો હિસાબ લોહીથી 
નવા ભારતની વ્યાખ્યા તમે રે... આપી,
પાકિસ્તાનને હિન્દુ સ્થાના પાણીની એક ઝલક દેખાડી,શહીદોના બલિદાન ફોગટ ન જવા દઈ,ઘરમાં ઘૂસી મારવાનું એલાન કરી 
શત્રુઓની નિદર ઉડાડી,
તમારુ નામ સાંભળી 
પાકિસ્તાનના થાય બેહાલ
તમે છો માં ભારતનું  અભિમાન...

370ની કલમ હટાવી કાશ્મીરને ભારતમાં 
સમાવિષ્ટ કરી,કાશ્મીરી
ભાઈ બહેનોને એકતા શીખવી,ત્રણતલ્લાક પર કાનૂન બનાવી મુસ્લિમ બહેનોના બન્યા દુલારા ભૈયા...

અમેરિકા,ચીન,કેનેડા, રશિયા,સમક્ષ ભારતને સ્થાન અપાવી માં ભારતનું ગૌરવ વધાર્યું,તમારા જેવા સંત,વિરલ વ્યક્તિત્વના તેજપૂંજથી આ ધરા શોભે છે.તમે છો માં ભારતનું અભિમાન...

ધર્મના નામે ચાલતી માથાકૂટ,તમે પળ ભરમાં કરી દુર,રામમંદિર ને મસ્જિદનો જિર્ણોદ્ધાર કરવાની એકતાની દોરે બે મજહબને બાંધી,રામ રાજ્યની ઝલક દેખાડી,
તમે છો ભારતનું અભિમાન...
તમારા અવતરણ દિવસે મોદીદાદા 

ફૂલ નહીં તો ફુલની પાંખડી
હું ધરુ છું તમારા જન્મ દિવસ પર નાનકડી ભેટ ધરું છું....


શૈમી ઓઝા "લફ્ઝ"

Comments

Popular Posts