એવો અંદાજ ક્યાં હતો

એવો અંદાજ ક્યાં હતો?
------------------------------
કોઈ તમને પ્રેમની માયા લગાડી
આ ચાલી જશે એવો અંદાજ કોને હતો?
કોઈના કુટુંબના કૂળદિપક આમ 
અકાળે બુઝાઈ જાશે એવો અંદાજ કોને હતો?
કોઇ હસતાં ખેલતાં પરિવારનો આનંદ
કરૂણ આક્રંદમાં પરિણમશે એવો અંદાજ કોને હતો?
કોઈએ ભાઈ તો કોઈએ બાપ ગુમાવ્યા
કોઈ પરિવાર તો પંચતત્વોમાં પળમાં વિલિન થશે,
એવો અંદાજ કોને હતો?
સકારાત્મક વલણ અપનાવવાવાળો
મજબુત માનવી જીવ બચાવવા 
લાચાર બની માટે આમ વલખાં મારશે 
એવો અંદાજ કોને હતો?
વિજ્ઞાનમાં ઉત્તરોત્તર સફળતા 
મેળનાર માનવ પથ્થરની મૂર્તિ 
પાસે અભયદાન માંગશે
એવો અંદાજ કોને હતો?
ઘરમાંને ઘરમાં ઘૂંટાતો માનવ આજે
ઘરમાં જીવ બચાવવા આમ ઘરની
શરણ લેશે એવો અંદાજ કોને હતો?
કુદરતની લાઠીમાં અવાજ નથી
પણ વાગે ત્યારે ત્રાહી ત્રાહી પોકારાવે છે,
પાપ બીજા કરે ને સજા નિર્દોષ ભોગવે
એવો અંદાજ કોને હતો?
મોતનું આટલું ભિષણ તાંડવ ખેલાશે
કીડા મકોડાની જેમ માણસોને 
કાળ ભરડો કરી નાંખશે
એવો અંદાજ કોને હતો?

શૈમી ઓઝા "લફ્ઝ"

Comments