ડાયરી:અનુભવોના સ્ક્રીનશોર્ટની ફોટોકોલેજ

મુક્ત મને થયેલી વાતો 
જીવન વળાંક ભાગ;11

મારી વ્હાલી ભાવુ....મને ખબર જ છે કે તુ મજામાં જ હશે...ઓગસ્ટ મહિના થી માર્ચ મહિનાની સ્ટ્રગલ બહુ આનંદદાયક રહી,અનૂભવોએ મને મજબૂત અને પીઢ બનાવી દીધી.ગમે તે થાય જંગ છેડી દીધા પછી પાછું ન ફરવું...સ્પર્ધાઓ થતી રહી પ્રવૃત્તિઓમા ઘણું બધું શીખવા મળ્યું.લોકોની નિયતને પારખવાનુ હું અહીંથી શીખી.ગાફેલ રહેવામાં નહીં પણ ચાલાક રહેવાનું હું અહીંયા શીખી રહી છું.કહેવાય છેને કે માણસ આજીવન શીખતો જ રહે છે આ ઉક્તિ મારા જીવન માટે જ બની ન હોય એવો ભાષ થાય છે!
    
દરેક જગ્યાએ સંબંધોના નામ પર ઠગાવવાની આદત પડી ગઈ છે.છોડ ડિયર બીજી વાત કરું તારી આગળ તું ખુશ થઈશ સાંભળીને એવી વાત કરું હું. વડીલોના આશીર્વાદના પરિણામે મારા જીવનમાં ખુશીઓનુ આગમન થઈ રહ્યું છે.
        તારી સાથે કેટલીક વાત જણાવતા મને આનંદ થાય છે.ચડાવ ઉતરાવ વાળી પરિસ્થિતિમાં પણ પોતાના લક્ષ્ય સુધી પહોંચવાની હિંમત કેળવી લીધી છે, માણસ અનુભવોથી તો ઘડાય છે,તારા વ્હાલ અને પ્રેમ સહકારથી તો સફળતાના પગથિયાં ચડી રહી છું.,7સપ્ટેમ્બર 2021,2ઓક્ટોમ્બર 2021,15 ઓક્ટોમ્બર 2021,29નવેમ્બર 2021
22માર્ચ મારા માટે બહું યાદગાર રહી મારા જીવનની યાદગાર પળ હતી,જે ભુલી ન ભુલાય.જે મારા જીવનમાં ખુશીઓની દસ્તક લાવી.હું. હોસ્ટેલમાં જવાની તૈયારી કરી રહી હતી ત્યાં તો અચાનક જ ફોન રણક્યો, એ અમારા ગ્રુપના વડીલ મોર્ડન સરનો.એ સરળ બહુ સરળ પ્રેમાળ વ્યક્તિત્વ છે.એમનો જ્યારે પણ ફોન આવે ત્યારે શૈમી દિકરા કહીને જ વાત કરે,મને ત્યારે મને પાપા શિવની અનુભુતિ થાય,પાપા શિવ પણ જ્યારે હું ઉદાસ હોવ ત્યારે આવી રીતે જ હિંમત આપવા આવે.હું પણ ખુશીઓની ઘડીમાં અતિશય ભાવુક થઈ ગઈ, પણ જ્યારે શિવપાપાની વાત આવે ત્યારે ખબર નહીં કેમ ભાવુક થઈ જવાય છે.સરનો ફોન આવ્યો એમને કહ્યું શૈમી દિકરા શું કરે તારે જી.ટી.પી.એલ.મા કાવ્ય ના શુટિંગ માટે જવાનું છે,તો તું તૈયાર છે ને!
આ સાંભળીને તો માનો કે મારુ હોશ ઠેકાણે જ ન રહ્યું.ખુશીઓથી હું નાચુ કે શું કરું સમજ જ ન પડી,મેં કહ્યું હા સર તૈયાર છું...આટલું કહીને માનો ન માનો મારાં એવી તે કેવી પોઝિટિવ ઉર્જાનો સંચાર થયો કે મેં સાત કાવ્યની ફાઈલ બનાવી સવારે ફટાફટ રેડી થઈ મહેસાણા બસસ્ટેશન કાકા મૂકી ગયા પછી તો હું રાજા.

આગળનો અનુભવ નવા હપ્તામાં જણાવીશ....

Comments

Popular Posts